- ભાવનગર
પાલીતાણામાં ગણેશ વિસર્જન બાદ પરત ફરતું વાહન પલટી જતાં એક મહિલાનું મોત
ભાવનગર: જિલ્લાના પાલીતાણા તાલુકાના પીપરડી ગામમાં ગણેશ વિસર્જન કરીને પરત ફરી રહેલી મહિલાઓનું વાહન પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ૧૫ થી વધુ મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી.મળતી વિગતો અનુસાર, પાલીતાણા તાલુકાના પીપરડી…
- અમદાવાદ
જૂનાગઢ, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી
અમદાવાદ: સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ઇસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ ૧૨ રબ્બીઉલની યાદમાં ઉજવાય છે. આ પર્વ નિમિત્તે વિવિધ શહેરોમાં ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો…
- અમદાવાદ
સૌરાષ્ટ્રમાં સીઝનનો ૮૬.૫૧ ટકા વરસાદ નોંધાયો: ૯૦ થી વધુ ડેમ હાઇએલર્ટ-વોર્નિંગ પર
અમદાવાદ: થોડા દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં પધરામણી કરી હતી. આ રાઉન્ડમાં અમરેલી, જૂનાગઢ જિલ્લામાં સારો વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર વિસાવદરમાં 2.4 ઇંચ, સુત્રાપાડામાં 2.09 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.69 ઇંચ, બગસરામાં 1.42…
- રાજકોટ
અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની માંગ સાથે તેમના સમર્થનમાં રીબડામાં ક્ષત્રિય સમાજનું સંમેલન
ગોંડલ: રાજકોટના રીબડા ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા હતા. સંમેલનમાં સુરક્ષા…
- ભુજ
કચ્છમાં ડિજિટલ અરેસ્ટ: પહલગામ હુમલામાં સંડોવણીના નામે વૃદ્ધ પાસેથી ₹૧૭.૪૪ લાખની ઠગાઈ
ભુજ: કચ્છમાં ડિજિટલ એરેસ્ટનો એક ચોંકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ભુજ શહેરના સુખ સાગર એપાર્ટમેન્ટમાં રહેતા ૬૭ વર્ષીય વૃદ્ધને તેમની જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત ભયાનક આતંકવાદી હુમલામાં તેમની સંડોવણી હોવાનું કહી સાયબર ગઠિયાઓએ તેમને સતત પાંચ દિવસ સુધી ડીજીટલ…
- રાજકોટ
‘હેલમેટનો કાયદો મંજૂર નથી, કોર્ટમાં કેસ કરો’ રાજકોટમાં ફરજિયાત હેલમેટના નિયમ સામે વિરોધ
રાજકોટ: શહેરમાં ફરજિયાત હેલમેટના કાયદાની સામે વિરોધનો સૂર ઉઠ્યો હતો અને ‘હેલ્મેટ સત્યાગ્રહ સમિતિ’ દ્વારા હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણયનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સમિતિના સભ્યોએ આ નિર્ણયને તઘલખી ગણાવ્યો હતો અને આવા નિર્ણય લોકોને હેરાન કરવા અને દંડ ઉઘરાવવા માટે…
- કચ્છ
કચ્છમાં ત્રણ કરુણાંતિકા: અબડાસા, ગાંધીધામ અને મુંદરામાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા
ભુજ: કચ્છના અબડાસા તાલુકાના કંકાવટી ગામે ૧૨ બનેલી કરુણાંતિકામાં પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા નામનો ૧૨ વર્ષના બાળકનું પાણીને બદલે ખેતરમાં છાંટવાની દવા પી જતાં સારવાર દરમ્યાન કરુણ મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી હતી, જયારે ગાંધીધામ તાલુકાના ખારીરોહર…
- ભુજ
સંસ્કાર સ્કૂલની વિદ્યાર્થીનીની હત્યા: મુખ્ય આરોપી મોહિત જેલમાં, સહઆરોપી જયેશના એક દિવસના રિમાન્ડ
ભુજ: શહેરના એરપોર્ટ રિંગરોડ પર આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં ભણતી મૂળ ગાંધીધામની ૧૯ વર્ષીય છાત્રા સાક્ષી ખાનિયાનું તેના એકતરફી પ્રેમીએ ગળું કાપીને સરાજાહેર કરેલી કરપીણ હત્યાના ચકચારી બનાવમાં મુખ્ય આરોપી મોહિત મૂળજી સિદ્ધપુરાના પાંચ દિવસના રિમાન્ડ પૂરા થતાં તેને…
- અમરેલી
બાબરામાં શિક્ષણ જગતને કલંક: શિક્ષકે વિદ્યાર્થી સાથે જાતીય અડપલાં કરતાં ફરિયાદ નોંધાઈ
બાબરા: અમરેલી જિલ્લાના બાબરાના કોટડાપીઠા ગામે આવેલા રિદ્ધિ સિદ્ધિ સંકુલમાં શિક્ષકના રૂપમાં વધુ એક હેવાન સામે આવ્યો હતો. શિક્ષકે સગીર વિદ્યાર્થી સાથે અશ્લીલ હરકત કરતાં ચકચાર મચી ગઈ હતી. વિદ્યાર્થીના માતાએ શિક્ષક શૈલેષભાઈ ખુંટ સામે ફરિયાદ નોંધાવી હતી. રિદ્ધિ સિદ્ધિ…