- ભુજ
ભુજમાં ‘પાર્ટી ડ્રગ્સ’નો પર્દાફાશ: ધમધમતા વિસ્તારમાંથી ₹75 હજારના MD ડ્રગ્સ સાથે ફૂટવેર શો-રૂમ માલિક ઝડપાયો
ભુજ: કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી નશીલા દ્રવ્યોનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે તેવામાં ભુજ શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા ન્યુ સ્ટેશન રોડ પર આવેલી જાણીતી ફૂટવેરની દુકાનમાંથી ૭૫ હજારની કિંમતના ૭.૫ ગ્રામ મેકડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ઈઝરાયલ વિરોધી દેખાવોઃઈસ્લામાબાદ, રાવલપિંડીમાં ઈન્ટરનેટ બંધ કરાયું
રાવલપિંડી: છેલ્લા ઘણા દિવસોથી પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ હવે સ્થિતિ વણસી રહી છે, દેશના અનેક ભાગોમાં સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ પીઓકેમાં ઉઠેલા વિરોધ બાદ હવે આ વિરોધની આગ છેક રાજધાની ઇસ્લામાબાદ નજીક રાવલપિંડી સુધી…
- નેશનલ
નિવૃત્ત અધિકારીને ત્યાં દરોડામાં 3 કરોડનું સોનુ, 17 ટન મધ, 37 કોટેજ ફાર્મહાઉસમાં મળ્યા
ભોપાલ: મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક નિવૃત ઈજનેરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા પીડબલ્યુડી વિભાગના નિવૃત ચીફ ઇજનેર જી.પી. મેહરાના નિવાસસ્થાન પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બેનામી…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ પીસ પ્રાઈઝ નહીં મળે, નોર્વે કમિટીએ શું આપ્યું કારણ ?
વોશિંગ્ટન: જગત જમાદાર બનીને વિશ્વમાં યુદ્ધને રોકીને શાંતિની સ્થાપનાનો દાવો કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની મહત્વાકાંક્ષાઓને મોટો ફટકો પડ્યો છે. નોર્વેજિયન નોબેલ કમિટીએ આજે પુરસ્કારની જાહેરાત કરતાં પહેલાં પુષ્ટિ કરી હતી કે ગાઝામાં તાજેતરના યુદ્ધવિરામ કરાર…
- જૂનાગઢ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતનાં મહેમાન, સાસણ ગીરમાં સિંહોને નિહાળશે, આદિવાસીઓને મળશે
જૂનાગઢ: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે અને એક શૈક્ષણિક કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ સોમનાથ મંદિર, ગીર નેશનલ પાર્ક તેમજ ગીરમાં…
- નેશનલ
આસામ ભાજપમાં ભડકો? પૂર્વ કેન્દ્રીય પ્રધાનનું રાજીનામું, ૧૭ સમર્થકો સાથે પાર્ટી છોડી! ૩૦ વર્ષ જૂના સંબંધનો અંત
ગુવાહાટી: આસામમાં ભાજપને એક મોટો ફટકો પડ્યો છે. આસામ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્ય પ્રધાન રાજન ગોહેને ગુરુવારે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ૩૦ વર્ષથી વધુ સમય સુધી પાર્ટીમાં રહેલા ૭૪ વર્ષીય ગોહેને ગુવાહાટી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં…
- જૂનાગઢ
જૂનાગઢમાં દસ્તાવેજમાં ‘એફિડેવિટ’ માંગતા નાયબ મામલતદાર પર ચેમ્બરમાં ખુરશી વડે હુમલો!
જૂનાગઢ: શહેરની તાલુકા સેવા સદનથી ચોંકવનારો બનાવ બન્યો હતો. જેમાં ઈ-ધરા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર પર બપોરે એક વ્યક્તિએ ખુરશીનો ઘા કરીને હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. એક વ્યક્તિ મામલતદારની ચેમ્બરમાં ધસી આવ્યો હતો અને ખુરશીથી હુમલો કરવાનો…
- સુરત
સાયબર ક્રાઇમની નવી રાજધાની? સુરત બન્યું દેશનું સૌથી મોટું ‘માલવેર સંક્રમિત’ શહેર! રિપોર્ટમાં દાવો
સુરત: આજના સમયમાં સાયબર ક્રાઇમના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને સમાજ સામે ચિંતા વધારી છે. સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં ગુજરાતનું ડાઇમંડ સિટી સુરત હવે એક નવી, ચિંતાજનક ઓળખ સાથે ઉભરી આવ્યું છે. ‘ઈન્ડિયા સાયબર થ્રેટ રિપોર્ટ ૨૦૨૫’ મુજબ, સુરત…
- ઇન્ટરનેશનલ
અફઘાન વિદેશ પ્રધાનના ભારત પ્રવાસ વચ્ચે કાબુલમાં બોમ્બ ધડાકા, ‘પાક. એરસ્ટ્રાઈકની’ આશંકાથી તણાવ વધ્યો
કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ગુરુવારે મોડી રાત્રે એક પછી એક થયેલા તીવ્ર ધમાકાઓથી હચમચી ઉઠ્યું હતું. આ ઘટના એવા સમયે બની છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તકી સંબંધો મજબૂત કરવાના હેતુથી ભારતના ઐતિહાસિક પ્રવાસે નવી દિલ્હી પહોંચ્યા છે.…
- અમદાવાદ
ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદનો ‘છેલ્લો શો’, આવતીકાલથી વાતાવરણ સૂકું!
અમદાવાદ: દિવાળી પહેલા ચોમાસાએ રાજ્યમાંથી હવે વિધિવત રીતે વિદાય માટેની તૈયારીઓ કરી લીધી છે, અને હાલમાં સવારમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. નૈઋત્ય ચોમાસાની વિદાયની રેખા વેરાવળ, ભરૂચ સહિત દેશના વિવિધ ભાગોમાંથી પસાર થઈ રહી છે, જે ગુજરાતમાંથી ચોમાસાની…