- નેશનલ
મધ્ય પ્રદેશના ડિંડોરીમાં ગોઝારો અકસ્માત, પીકઅપ વાન પલટી જતાના 14ના મોત
મધ્યપ્રદેશના ડિંડોરીમાં એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મુસાફરોને લઈ જઈ રહેલી એક પીકઅપ વાન પલટી મારી જતા 14 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને શાહપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. મધ્ય પ્રદેશના…
- નેશનલ
દિલ્હીમાં BJP કાર્યકરની હત્યા, બંધ દુકાનમાંથી લાશ મળી
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના નરેલામાં એક મહિલા ભાજપ કાર્યકરની લાશ મળી આવી છે. 28 વર્ષની મહિલા વર્ષા પવાર છેલ્લા ચાર દિવસથી ગુમ હતી અને તેના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, યુવતીની હત્યા તેના…
- નેશનલ
India in UN: ‘કાશ્મીર અંગે કોઈ હસ્તક્ષેપ સહન નહીં કરીએ…’, UNમાં ભારતનો પાકિસ્તાન અને તુર્કીને જવાબ
ન્યુયોર્ક: કાશ્મીર બાબતે તુર્કી અને પાકિસ્તાનના તાજેતરના નિવેદનો અંગે ભારતે યુનાઇટેડ(UN)ના મંચ પરથી જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે આ તેનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ દેશની દખલ સહન નહીં કરીએ. આ સાથે ભારતે આશા વ્યક્ત કરી હતી…
- નેશનલ
સંદેશખાલી હિંસાના આરોપી શેખ શાહજહાંની 55 દિવસ પછી ધરપકડ
કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી TMC નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બંગાળ પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે ગઈકાલે રાત્રે સરબેરિયા વિસ્તારમાંથી શાહજહાંને ઝડપી લીધો હતો. જે બાદ તેને સવારે લગભગ પાંચ…
- શેર બજાર
શેરબજારમાં ધોવાણ: ડેરિવેટિવ એક્સપાયરી પહેલા નિફ્ટી ૨૨,૦૦૦ની નીચે ધકેલાયો
નિલેશ વાઘેલામુંબઈ: શેરબજારમાં તીવ્ર ધોવાણ જોવા મળ્યું છે. નિફ્ટીએ ૨૨,૦૦૦ પોઇન્ટની સપાટી તોડી નાંખી છે જ્યારે સેન્સેક્સ લગભગ ૮૦૦ પોઈન્ટ અથવા એક ટકાના કડાકા સાથે ૭૨,૩૦૦ની નીચી સપાટીએ ગબડી ગયો છે. વ્યાપક બજારમાં વેચવાલી વધુ તીવ્ર રહી હતી, જ્યાં મિડકેપ્સ,…
- નેશનલ
Manipur Violence: મણિપુર પોલીસના કમાન્ડોએ ‘હથિયાર નીચે’ મુક્યા, જાણો શું છે કારણ
ઇમ્ફાલ: મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમમાં ગઈ કાલે એક મેઇતેઇસ સમુદાયના સશસ્ત્ર ટોળાએ વરિષ્ઠ પોલીસ અધિકારી અમિત કુમારના ઘર પર હુમલો કરી તેમનું અપહરણ કર્યું હતું. સુરક્ષા દળોએ સંયુક્ત અભિયાન ચલાવી તેમને સલામત રીતે બચાવ્યા હતા. પરંતુ મણિપુર પોલીસ કમાન્ડો રાજ્ય સરકાર…
- મહારાષ્ટ્ર
થાણેની ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાથી એકનું મોત, ફટાકડાની જેમ સિલિન્ડર ફાટ્યા
આજે સવારે મુંબઈ શહેરની બાજુમાં આવેલા ભાયંદરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને અન્ય ત્રણ ઘાયલ હોવાનું કહેવાય છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 24 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. આ ઘટના સવારે લગભગ છ…
- નેશનલ
‘ઓપરેશન લોટસ’: પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, પચીસવાળી પાર્ટી જો…
શિમલાઃ લોકસભાની ચૂંટણી પૂર્વે સત્તાધારી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ I.N.D.I.A. વિપક્ષી ગઠબંધનને એક કરી રહ્યું છે, ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં બંધ બારણે ઓપરેશન લોટસ ચલાવીને ભાજપ પોતાનું કદ વધારી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં દસ બેઠકમાં વિજય મેળવ્યા પછી હવે…
- નેશનલ
UP: અખિલેશ યાદવને CBIનું તેડું, ગેરકાયદે ખનન મામલે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવને CBIનું તેડું આવ્યું છે. (Akhilesh Yadav summoned by CBI) ગેરકાયદેસર ખનનના મામલાને લઈને કેન્દ્રિય તપાસ એજેંસીએ સાક્ષી તરીકે પૂછપરછ માટે તેને સમન્સ પાઠવ્યું છે. CBI એ આવતીકાલે એટલે કે…
- વેપાર
સોનામાં રૂ. ૨૦નો ઘસરકો, ચાંદીમાં રૂ. ૪૬૬ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ:વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, પરંતુ તેની સામે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ટકેલું વલણ અને વાયદામાં ઘટાડો આવ્યો હતો. જોકે, ચાંદીના ભાવમાં વધુ ૦.૧ ટકા…