- આપણું ગુજરાત
ગુજરાતમાં વીજળી પડતા પાંચના મોત, 15 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…
અમદાવાદ : ગુજરાતમાં શનિવારથી વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં શનિવારના સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તેમજ રાજયના વીજળી પડવાના લીધે પાંચ લોકોના મોત નોંધાયા છે. જ્યારે હવામાન વિભાગે આજે રાજયના 15 જિલ્લામાં ભારેથી અતિ ભારે…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયલે ઇરાનના ગેસ ફિલ્ડ અને ઓઇલ ડેપો પર હુમલો કર્યો, ઇરાને પણ વળતો પ્રહાર કર્યો…
તહેરાન : ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને શનિવારે રાત્રે તેલ અવીવ અને જેરુસલેમ સહિત અનેક ઈઝરાયલી શહેરો પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. જેના લીધે તેલ અવીવના ઘણા વિસ્તારોમાં વિસ્ફોટો સંભળાયા. બીજી તરફ ઈઝરાયલે…
- પાટણ
ગુજરાતના પાટણમાંથી વધુ ત્રણ બાંગ્લાદેશી મહિલાની ધરપકડ…
પાટણઃ જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતભરમાં પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લા એસઓજી શાખાએ ગેરકાયદેસર રીતે ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી…
- વેપાર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણકારોને આંચકો આપ્યો, વ્યાજ દર ઘટાડ્યા
મુંબઈ : દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટ ના રોકાણકારોને મોટો ઝટકો આપ્યો છે. એસબીઆઇએ તેની સ્પેશિયલ એફડી “અમૃત વૃષ્ટિ” યોજના પર વ્યાજ દર ઘટાડ્યો છે. નવો વ્યાજ દર 15 જૂન, 2025 થી અમલમાં આવ્યો છે.…
- મોરબી
મોરબીના વાંકાનેરમાં વાડીમાં ગાંજાની ખેતી ઝડપાઈ, ખેડૂતની ધરપકડ
વાંકાનેર : મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના રાતી દેવડી ગામમાં એસઓજી ટીમે ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. આસોઈ નદીના કાંઠે આવેલી વાડીમાં એક વૃદ્ધ ગાંજાનું વાવેતર કરતા હતા. પોલીસે ખેડૂત પાસેથી 11.66 કિલો ગાંજા સહિત 1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.…
- ગીર સોમનાથ
સોમનાથના પ્રતિબંધિત ચોપાટી વિસ્તારમાં અજાણ્યા યુવકે દરિયામાં ઝંપલાવતા મોત
ગીર-સોમનાથઃ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ચોપાટી નજીક પ્રતિબંધિત સમુદ્ર વિસ્તારમાં એક અજાણ્યા યુવકનું મોત નિપજ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ સવારે અંદાજે 45 વર્ષીય વ્યક્તિએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. તેની બાદ ઘટનાની જાણ થતા સ્થાનિક ઘોડેસવાર યુવકોએ તેને સમુદ્રમાંથી…
- નેશનલ
પાન કાર્ડ સબંધી આ ભૂલ પડી શકે છે ભારે, ચૂકવવો પડશે મોટો દંડ
નવી દિલ્હી : દેશમાં આવકવેરાના નિયમ મુજબ પાન કાર્ડ અને આધાર કાર્ડ વગર કોઈપણ નાણાકીય કાર્ય પૂર્ણ કરવું શક્ય નથી. આ વાતને ધ્યાનમાં રાખીને સરકારે પાન અને આધારને લિંક કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, ઘણા લોકોએ હજુ પણ પોતાના પાનને…
- નેશનલ
આસામમાં બાંગ્લાદેશને અડીને આવેલા વિસ્તારોમાં તણાવ વધ્યો, દેખો ત્યાં ઠારના આદેશ
ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ બાંગ્લાદેશની સરહદે આવેલા ધુબરી જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ અટકાવવા માટે ઉપદ્રવીઓને દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યો છે. તેમજ હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે મંદિરમાં ગૌમાંસ ફેંકવાની ઘટના ક્યારેય ન બનવી જોઈએ.…
- અમદાવાદ
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વીમા કંપનીઓને આંચકો, ચૂકવવો પડશે 1000 કરોડથી વધુનો દાવો
અમદાવાદ : અમદાવાદમાં એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનર અકસ્માત બાદ વીમા દાવાની રકમ 1,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ ઉડ્ડયન ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમા દાવો છે. આ રકમ સમગ્ર દેશના ઉડ્ડયન ક્ષેત્રના કુલ વાર્ષિક પ્રીમિયમ કરતાં વધુ…