એસએસસી અને એચએસસી પરીક્ષા અંગે મહત્ત્વનો ફેરફાર
મુંબઈ: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી મહિનાથી શરૂ થવાની છે. હવે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરીક્ષાને લઇને મહત્ત્વનો ફેરફાર કર્યો છે, જેમાં ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના માર્કસ (ઓએમઆર) માર્કશીટ્સમાં…
- નેશનલ

શૅરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં ૧૬૦૦નો કડાકો
નિલેશ વાઘેલા મુંબઇ: એકધારી ઝડપી ગતિએ દોડી રહેલા તેજીના અશ્ર્વનું થાક ખાવું અનિવાર્ય જ હતું, પરંતુ બુધવારના સત્રમાં જે રીતે અચાનક અને જોરદાર ઝટકા સાથે તેનો પગ ખોડંગાઇ ગયો અને તે લગભગ ૧૮ મહિનાને તળિયે પટકાઇ ગયો તે અનપેક્ષિત હોવાથી…
મણિપુરમાં ફરી હિંસા ભડકી: પોલીસ કર્મચારીનું મોત
ઇમ્ફાલ: મણિપુરના તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં બુધવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કરતાં એક રાજ્ય પોલીસ કર્મચારી શહીદ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહીદ થનારની ઓળખ મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો સાથે જોડાયેલ આઇઆરબી કર્મચારી વાંગખેમ સોમોરજીત…
મિસાઈલ હુમલા બાદ પાક.ની ઈરાનને ચેતવણી
ઈસ્લામાબાદ: ઈરાન દ્વારા પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાન્તમાં આતંકવાદીઓના થાણા પર મિસાઈલ અને ડ્રોન દ્વારા અણધાર્યા હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં બે બાળકનાં…
અલિગઢમાંથી આઈએસઆઈએસનો આતંકવાદી પકડાયો
લખનઊ : ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) સાથે સંકળાયેલો શકમંદ આતંકવાદી બુધવારે ઉત્તર પ્રદેશના અલિગઢમાંથી પકડાયો હતો એવી માહિતી રાજ્યના એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ આપી હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ફઝીયન બખ્તિયારને એટીએસ શોધતું હતું. અને તેની ધરપકડ સુધી દોરી…
થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ: ૨૩નાં મોત
બેંગકોક : મધ્ય થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ થતાં ઓછામાં ઓછા ૨૩ જણ મરણ પામ્યા હતા એવી માહિતી સરકારની ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ આપી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રિવેન્શન એન્ડ મિટિગેશને કહ્યું હતું કે આ દુર્ઘટનામાં લોકોને ઈજા પણ થઈ હતી પરંતુ તેમણે…
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિ.એ પ્રાકૃતિક કૃષિમાં બાવીસ સંસ્થા સાથે એમ.ઓ.યુ. કર્યા
અમદાવાદ: પ્રાકૃતિક કૃષિમાં સંશોધન, શિક્ષણ અને વિસ્તરણ કાર્ય માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીએ બુધવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ૨૨ સંગઠન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કર્યા હતા. આ એમ.ઓ.યુ.થી પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધશે, વિવિધ સંશોધનો થશે અને પ્રાકૃતિક કૃષિ…
માંડલમાં મોતિયા ઓપરેશન ઘટના: તપાસ રિપોર્ટ સોંપવા હાઇ કોર્ટનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જિલ્લાના માંડલમાં એક ટ્રસ્ટની હૉસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ ૧૭ લોકોએ દૃષ્ટિ ગુમાવતાં આ કેસમાં હવે હાઈ કોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી છે. હાઇ કોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવી છે. ૭મી ફેબ્રુઆરીએ આ સુઓમોટો…
સુરતમાં શાળામાં બે વિદ્યાર્થીને કરંટ લાગ્યો: એકનું મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના ડિંડોલીમાં શારદાયતન સ્કૂલની અગાસી પર પતંગ ખેંચતા એક વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા આગમાં લપેટાયો હતો. વિદ્યાર્થીને બચાવવા તેનો ભાઈ દોડી જતા તેને પણ ઇજા પહોંચી હતી. જેથી બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીના શરીરની…
અમદાવાદમાં એક વર્ષમાં અકસ્માતથી ૫૨૮નાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ શહેરમાં ૨૦૨૩માં વાહન અકસ્માતમાં ૫૨૮ લોકોનાં મોત થયાં છે. ૨૦૨૨માં વાહન અકસ્માતમાં ૪૮૮ લોકોનાં મોત થયાં જેની સામે ૨૦૨૩માં મોતના આંકડામાં ૪૦નો વધારો જોવા મળ્યો હતો. જુલાઈ ૨૦૨૩માં તથ્યકાંડ બાદ વાહનચાલકો જાગૃત થશે તેવી પોલીસની ગણતરીઓ…
