મુલુંડમાં ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની ઉચાપત: વસંત મજેઠિયાની ધરપકડ
મુંબઈ: મુલુંડના શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણ સરોવરિયા તથા લખપતિયા મહાજન ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરવાના કેસમાં મુલુંડ પોલીસે વસંત મજેઠિયાની ધરપકડ કરી હતી. મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરકાંતિલાલ કોથિંબિરેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે છેતરપિંડીના કેસમાં વસંત…
વિધાનસભ્યોનો ગેરલાયકાતનો મામલો: હાઈ કોર્ટે શિંદે જૂથની અરજીઓ પર મહારાષ્ટ્ર સ્પીકરને નોટિસ ફટકારી
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ૧૪ વિધાનસભ્યોને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના દ્વારા વિધાનસભ્યોને ગેરલાયક ન ઠરાવવાના નાર્વેકરના આદેશને પડકારતી અરજીઓ પર નોટિસ પાઠવી હતી. જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને ફિરદોશ…
ઉદ્ધવની પ્રેસ કોન્ફરન્સ હતાશાનું પરિણામ: શિંદે જૂથનો કટાક્ષ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ બુધવારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ પર કટાક્ષ કરતા કહ્યું કે એક દિવસ પહેલા યોજાયેલી તેની પ્રેસ કોન્ફરન્સ તેમની હતાશા દર્શાવે છે. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે શિવસેના…
ઘરની ખરીદીમાં થતી છેતરપિંડી ટાળવા માટે મહારેરાનો નવો આદેશ
હવે માત્ર એક જ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે મુંબઈ: હાઉસિંગ પ્રોજેક્ટને એકથી વધુ મહારેરા રજિસ્ટ્રેશનને કારણે ઘર ખરીદદારોની થતી છેતરપિંડીને ટાળવા માટે રાજ્યમાં એક સ્વયંભૂ (સ્ટેન્ડ અલોન) પ્રોજેક્ટને એક જ રજિસ્ટ્રેશન નંબર આપવાનો નિર્ણય મહારેરાએ હાલમાં લીધો છે. આ અંગેનો…
એસએસસી અને એચએસસી પરીક્ષા અંગે મહત્ત્વનો ફેરફાર
મુંબઈ: ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી મહિનાથી શરૂ થવાની છે. હવે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ પરીક્ષાને લઇને મહત્ત્વનો ફેરફાર કર્યો છે, જેમાં ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ, મૌખિક પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકનના માર્કસ (ઓએમઆર) માર્કશીટ્સમાં…
- નેશનલ
શૅરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં ૧૬૦૦નો કડાકો
નિલેશ વાઘેલા મુંબઇ: એકધારી ઝડપી ગતિએ દોડી રહેલા તેજીના અશ્ર્વનું થાક ખાવું અનિવાર્ય જ હતું, પરંતુ બુધવારના સત્રમાં જે રીતે અચાનક અને જોરદાર ઝટકા સાથે તેનો પગ ખોડંગાઇ ગયો અને તે લગભગ ૧૮ મહિનાને તળિયે પટકાઇ ગયો તે અનપેક્ષિત હોવાથી…
મણિપુરમાં ફરી હિંસા ભડકી: પોલીસ કર્મચારીનું મોત
ઇમ્ફાલ: મણિપુરના તેંગનોપલ જિલ્લાના સરહદી શહેર મોરેહમાં બુધવારે શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોના વાહન પર હુમલો કરતાં એક રાજ્ય પોલીસ કર્મચારી શહીદ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહીદ થનારની ઓળખ મોરેહમાં રાજ્ય પોલીસ કમાન્ડો સાથે જોડાયેલ આઇઆરબી કર્મચારી વાંગખેમ સોમોરજીત…
મિસાઈલ હુમલા બાદ પાક.ની ઈરાનને ચેતવણી
ઈસ્લામાબાદ: ઈરાન દ્વારા પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાન્તમાં આતંકવાદીઓના થાણા પર મિસાઈલ અને ડ્રોન દ્વારા અણધાર્યા હુમલા કરવામાં આવ્યા બાદ પાકિસ્તાને ઈરાનને ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી હતી. ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં બે બાળકનાં…
અલિગઢમાંથી આઈએસઆઈએસનો આતંકવાદી પકડાયો
લખનઊ : ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સીરિયા (આઈએસઆઈએસ) સાથે સંકળાયેલો શકમંદ આતંકવાદી બુધવારે ઉત્તર પ્રદેશના અલિગઢમાંથી પકડાયો હતો એવી માહિતી રાજ્યના એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ આપી હતી. નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ફઝીયન બખ્તિયારને એટીએસ શોધતું હતું. અને તેની ધરપકડ સુધી દોરી…
થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ: ૨૩નાં મોત
બેંગકોક : મધ્ય થાઈલૅન્ડમાં ફટાકડાના કારખાનામાં સ્ફોટ થતાં ઓછામાં ઓછા ૨૩ જણ મરણ પામ્યા હતા એવી માહિતી સરકારની ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ આપી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ પ્રિવેન્શન એન્ડ મિટિગેશને કહ્યું હતું કે આ દુર્ઘટનામાં લોકોને ઈજા પણ થઈ હતી પરંતુ તેમણે…