ચીનમાં ભૂકંપ: અનેક ઘરો ધ્વસ્ત
બીજિંગ: ચીનના પશ્ર્ચિમ ઝિનઝિયાન્ગ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૭ ઘર તૂટી પડ્યા હોવા ઉપરાંત ૭૮ ઘરને ભારે નુકસાન થયું હતું અને છ જણ ઘાયલ થયા હોવાનું વહીવટકર્તાઓએ કહ્યું હતું. ઈજા પામેલાઓમાંથી…
અમે બૅરિકેડ તોડ્યા, પરંતુ કાયદો તોડ્યો નથી: રાહુલ ગાંધી
ગુવાહાટી : રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા‘ને મંગળવારે શહેરમાં પ્રવેશતા અટકાવાઈ હતી અને આને પગલે થયેલા વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ બૅરિકેડ તોડી નાખ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. ગાંધીએ શહેરના સીમાડે પક્ષના ટેકેદારોને સંબોધ્યા હતા અને કહ્યું…
રાજયકક્ષાનો પ્રજાસતાક દિન જૂનાગઢમાં ઉજવાશે: ૧૮૦૦થી વધુ જવાનો કરશે પરેડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આગામી પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં પોલીસ, ભારતીય તટ રક્ષક દળ, ચેતક અને મરીન કમાન્ડો, બીએસએફ સહિતના દળના ૧૮૦૦થી વધુ જવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. આ…
ગુજરાતની ગ્રાન્ટેડ સ્કૂલના ફિક્સ પગારના ૬૬૬૮ કર્મચારીઓનો પગાર વધ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ફ્ક્સિ પગારના શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફ્ક્સિ પગારમાં સુધારો કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ફ્ક્સિ પગારના આશરે ૬,૬૬૮ જેટલા કર્મચારીઓના પગારમાં રૂ.૪,૮૭૬થી રૂ.૧૧,૫૧૦ સુધીનો વધારો કરવામાં આવ્યો…
અમદાવાદમાં એક જ અઠવાડિયામાં રેડ લાઇટ, સ્ટોપ લાઇનનો ભંગ કરનારા પાંચ હજારનો દંડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરમાં રોડ સેફ્ટી વીક અંતર્ગત ટ્રાફિક પોલીસે અનેક જાગૃતિ કાર્યક્રમો યોજવાની સાથે લોકો નિયમોનો ભંગ કરે તો તેને ‘વન નેશન વન ચલણ’ હેઠળ એપ્લિકેશન અને સીસીટીવી મારફતે મેમો આપીને દંડ ફટકાર્યો હતા. આ રોડ સેફ્ટી વીક અંતર્ગત…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કેતુલ આશુતોષ દેસાઇ તા. ૨૧-૧-૨૪ના રોજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨૫-૧-૨૪ના ગુરુવાર ૪-૩૦થી ૬-૩૦. ઠે. વર્ધમાન સ્થાનક, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકિઝ સામે, બોરીવલી (વેસ્ટ).ગામ-ભડીભંડારીયા -હાલ-તુળશીવાડી મુંબઈના સ્વ. નિલેશભાઈ પડાયા, (ઉં. વ. ૪૧) શનિવાર તા.૧૩-૦૧-૨૪ ના રામચરણ પામ્યા છે.…
જૈન મરણ
વાગડ વિ.ઓ.જૈનગામ સુવઈના સ્વ. મોંઘીબેન કરમણ મોમાયા સાવલાના સુપુત્ર સ્વ.નોંઘા કરમણ સાવલાના ધર્મપત્ની સાકરબેન (ઉં.વ. ૭૭) તા. ૧૯-૧-૨૪, શુક્રવારે અવસાન પામેલ છે. લાલજી, શાંતીલાલ, અમરશી, જયાના માતુશ્રી. પ્રભા, ઉર્મીલા, હસમુખના સાસુ. ગામ મોટી ઉનડોઠના સ્વ.રત્નાબેન લીલાધર ડુંગરશી નાગડાની દીકરી. સ્વ.…
- વેપાર

સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી
ડૉલર નબળો પડતાં સોનામાં ₹ ૩૫નો અને ચાંદીમાં ₹ ૯૧૭નો ઘટાડો મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આ સપ્તાહ દરમિયાન જાહેર થનારા અમેરિકાના આર્થિક…
- વેપાર

ડૉલર સામે રૂપિયો નવ પૈસા તૂટ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીના દબાણ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસા તૂટીને ૮૩.૧૫ના મથાળે બંધ રહ્યો હતો, જોકે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં…

