પ્રજાસત્તાક દિવસની પરેડમાં પ્રથમવાર આર્મી દંપતી કર્તવ્ય પથ કૂચ કરશે
નવી દિલ્હી: મેજર જેરી બ્લેઝ અને કેપ્ટન સુપ્રીથા સીટી ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં બે અલગ-અલગ ટુકડીઓના સભ્યો તરીકે કર્તવ્ય પથ પર કૂચ કરનાર પ્રથમ યુગલ બનશે. મેજર બ્લેઈઝે જણાવ્યું હતું કે પ્રજાસત્તાક દિવસની પરેડના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે.…
વિકાસકાર્યો જ ચૂંટણીનું બ્યૂગલ બનશે: મોદી
બુલંદશહેર: લોકસભાની ચૂંટણી અગાઉ શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ લૉન્ચ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારપૂર્વક કહ્યું હતું કે હું માત્ર વિકાસનું જ બ્યૂલગ વગાડું છું અને દેશના લોકો જ મારા માટે ચૂંટણીનું બ્યૂગલ વગાડશે. રૂ. ૧૯,૧૦૦ કરોડના વિકાસના પ્રોજેક્ટની શિલારોપણ વિધિ…
સુપ્રીમ કોર્ટમાં નવા જજની નિમણૂક, પહેલીવાર એવું બન્યું કે સુપ્રીમ કોર્ટમાં ત્રણેય જજ અનુસૂચિત જાતિના
નવી દિલ્હી: કર્ણાટક હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ પ્રસન્ના બી વરાલેએ ૨૫ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા. નવી દિલ્હીમાં સુપ્રીમ કોર્ટ સંકુલમાં એક સમારોહમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ન્યાયમૂર્તિ વરાલેને શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ વરાલેની નિમણૂક…
પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રજાસત્તાક દિનને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે ગુરુવાર રાતથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે પોલીસ વિભાગના હજારો કર્મચારી-અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. તો વાહનવ્યવહારના નિયમન માટે ટ્રાફિક પોલીસ પણ…
મમતા-ભગવંત માન બાદ નીતીશકુમાર પણ નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં
પટણા: સામાન્ય ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈં.ગ.ઉ.ઈં.અ બ્લોકમાં તિરાડ પડી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ખુલ્લેઆમ ‘એકલા ચલો’ની જાહેરાત કરી છે, ત્યારે બિહારમાં ઉંઉઞના વડા નીતીશ કુમારના નિવેદનોને કારણે ગઠબંધનની રાજનીતિ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.…
ઉજજૈનમાં સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ, બે જૂથો વચ્ચે પથ્થરમારો
ઉજજૈન: મધ્યપ્રદેશના ઉજજૈન જિલ્લામાં આજે ગુરુવારે સવારે ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેટલાક લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યા બાદ બે સમુદાયના સભ્યો વચ્ચે અથડામણ થઈ હતી અને બંને તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના…
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે ભિવંડીમાં મેન્ટેનન્સ ડેપો નિર્માણ કરાશે
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને લઈને નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) દ્વારા મોટી અપડેટ આપવામાં આવી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ માટે હવે રોલિંગ સ્ટોક ડેપો બનાવવા માટે થાણેના ભિવંડીમાં અંજુર-ભરોડી ગામમાં કામકાજ આગામી મહિનાથી શરૂ કરવામાં આવવાનું છે. આ બાબતે…
ડ્રગ તસ્કર અલી અસગર શિરાજી કેસ ઇડીના દેશભરમાં ૧૩ જગ્યાએ દરોડા
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર કરનાર કૈલાસ રાજપૂતના સહયોગી અલી અસગર શિરાજીના કેસમાં મુંબઈ, લખનઊ, દિલ્હી અને અમદાવાદ સહિત દેશભરમાં ૧૩ સ્થળોએ દરોડા પાડ્યા છે. ઇડી એ ૫ જાન્યુઆરીએ શિરાજીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે…
પ્રજાસત્તાક દિને ૩૧ સીબીઆઇ અધિકારીઓને મળશે મૅડલ
નવી દિલ્હી: ભારત ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ તેનો પોતાનો ૭૫મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. રાષ્ટ્રપતિ તરફથી મળનારા વિવિધ એવૉર્ડની જાહેરાત કરવામાં આવી છે. સીબીઆઈના ૩૧ પૂર્વ અને વર્તમાન અધિકારીઓને પણ રાષ્ટ્રપતિ પોલીસ મૅડલથી સન્માનિત કરવામાં આવશે. આ અધિકારીઓમાં…
ભારત લોકશાહીની જનની છે: રાષ્ટ્રપતિ
નવી દિલ્હી: ભારતની લોકશાહીની પદ્ધતિ પશ્ર્ચિમના દેશની લોકશાહીની વિચારધારા કરતા વરસો જૂની છે અને એ કારણે જ ભારતને લોકશાહીની જનની માનવામાં આવે છે, એમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું હતું. પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રજોગગું સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કહ્યું હતું કે…