Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન મળ્યા ઉદ્ધવને

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આરબીઆઈ (રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયા)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન બુધવારે શિવસેના (યુબીટી)ના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળવા માટે ગયા હતા. ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ સોશ્યલ મીડિયા પર આની…

  • જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની મોટી જીત

    ૩૧ વર્ષ બાદ વ્યાસજીના ભોંયરામાં પૂજા- પાઠની મંજૂરી વારાણસી: ઉત્તર પ્રદેશના વારાણસીની જિલ્લા અદાલતે બુધવારે જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો હતો. હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે કહ્યું હતું કે જિલ્લા ન્યાયાધીશ અજય…

  • ગુજરાતને મળ્યું ત્રીજું ઈન્ટરનેશનલ એરપોર્ટ

    સુરત એરપોર્ટને સરકારી ગેઝેટમાં કેન્દ્રએ ઈન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યું (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત એરપોર્ટના રૂપે ગુજરાતને ત્રીજુ ઈન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું હતું. સુરત એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ઉડાનો પણ શરૂ થઈ ગઈ છે ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ…

  • હેમંત સોરેને આપ્યું રાજીનામું: ઇડીની કસ્ટડીમાં

    રાંચી: હેમંત સોરેને ઝારખંડના મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતુ. રાજીનામા બાદ મની લોન્ડરિંગ કેસમાં આરોપી હેમંત સોરેનની ઇડીએ કસ્ટડીમાં લીધા હતા. એક રિપોર્ટ અનુસાર, લગભગ સાત કલાકની લાંબી પૂછપરછ બાદ ઇડીની ટીમે…

  • રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટ સત્રની શરૂઆત

    નવી દિલ્હી: સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બંન્ને ગૃહના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ ૧૭મી લોકસભાનું અંતિમ સત્ર છે. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં રામમંદિર, કલમ…

  • બારામુલ્લાના ઉરી વિસ્તારમાં વાહન ખીણમાં ખાબકતાં સાતનાં મૃત્યુ

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: બારામુલ્લા જિલ્લાના ઉરીમાં એક વાહન બરફાચ્છાદિત રસ્તા પરથી સરકીને ખાઈમાં પડી જતાં સાત જણાનાં મૃત્યુ થયા હતા અને બીજા આઠ જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉત્તરી કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી વિસ્તારમાં સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકોની સંખ્યામાં…

  • આરબીઆઈનો પેટીએમને ઝટકો ૨૯ ફેબ્રુ. પછી બૅંકિંગ સર્વિસ નહીં આપી શકે

    નવી દિલ્હી: રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે આદેશ જારી કર્યો છે કે ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્શિયલ સર્વિસ આપતી કંપની પેટીએમની બૅકિંગ શાખાપેમેન્ટ બૅન્કને નવા ગ્રાહકો જોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ નવો ગ્રાહક પીપીબીએલમાં જોડાઈ…

  • જૈન મરણ

    વાગડ વિ. ઓ. જૈનગામ નવાગામ (છોટાપર)ના સ્વ. કુ.પૂજા ભૂપેન્દ્ર (મુન્ના) નાથા ગાલા- ઝાલાવાણી (ઉં.વ.૩૩) મુંબઈ મધ્યે તા. ૨૯-૧-૨૪ના અવસાન પામેલ છે. હીમાબેન નાથાની પરપૌત્રી. ધનજી નાથાની સુપૌત્રી. અ.સૌ. નીતાબેન ભુપેન્દ્રની સુપુત્રી, ખુશ્બુ છેડા, પ્રિયંકા દેઢિયા, વિનાયકના મોટાબેન. ગાગોદરના સ્વ. ગૌરીબેન…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો

    મુંબઈ: આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેના વચગાળાના અંદાજપત્રની રજૂઆત પૂર્વે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ટ્રેડરોએ સાવચેતીનું વલણ અપનાવ્યું હતું. વધુમાં આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ફેડરલની નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના…

  • વેપાર

    કોપર, બ્રાસ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં જળવાતી આગેકૂચ

    મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરના ભાવ સાધારણ દબાણ હેઠળ રહ્યાના અહેવાલ છતાં એકંદરે અન્ડરટોન મજબૂત રહેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપર અને બ્રાસની વેરાઈટીઓ ઉપરાંત એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં…

Back to top button