જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાની મંજૂરી: મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા અદાલતના આદેશને પગલે શહેરના મુસ્લિમ બહુમતિ વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી અને પોલીસે શુક્રવારની નમાઝ પહેલા સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. જિલ્લા અદાલતના આદેશ બાદ પ્રથમ શુક્રવારની નમાઝ પર…
ચંપઈ સોરેને સીએમ તરીકે શપથ લીધા
રાંચી: ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્ય પ્રધાન તરીકે ચંપાઈ સોરેને આજે શપથ લીધા છે. આ ઉપરાંત કૉંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીમાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.…
ગુજરાતને ફાઈવ-જી બનાવવાનું પ્રતિબિંબ બજેટમાં ઝીલાયું છે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ૫-જી એટલે ગરવું ગુજરાત-ગુણવંતું ગુજરાત-ગ્રીન ગુજરાત-ગ્લોબલ ગુજરાત-ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી દિશાદર્શન કરનારું બજેટ છે એવું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે નાણાં પ્રધાને રજૂ કરેલા ગુજરાત સરકારના બજેટને આવકારતા કહ્યું હતું. મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, પોષણ-આરોગ્ય…
સરદાર સરોવર યોજના માટે ₹ ૪૭૯૮ કરોડ વપરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનારી નર્મદા યોજના માટે ૪૭૯૮ કરોડની જોગવાઈ ગુજરાત સરકારના બજેટમાં કરવામાં આવી છે.કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે ૭૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નર્મદા યોજનાના કમાન્ડ…
સરકારના બજેટમાં પાણી માટેની પાણીદાર યોજનાઓ પાછળ ₹ ૧૧,૫૩૫ કરોડની જોગવાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકારના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રજૂ કરાયેલા બજેટમાં છેવાડાના માનવીને પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૧,૫૩૫ કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં…
પારસી મરણ
ગુલુ દાદી કોલાહ. તે મરહુમ દાદી કોલાહના વીધવા. તે મરહુમો હીલ્લા તથા ફ્રામરોઝ દમનીયાના દીકરા. તે નોશીર કોલાહ તથા નીલુફર રવારીના માતા. તે જમશીદ રવારી તથા અનાહીતા કોલાહના સાસુજી. તે મેગી ઈરાનીના બહેન. તે આરયાના તથા કીમીયાના મમઈજી. (ઉં.વ. ૯૨)…
હિન્દુ મરણ
નવાગામ વિસાનાગર વણિકમૂળ ગામ ચરાડા, હાલ કાંદિવલી નવનીતલાલ તુલસીદાસ શાહ (ઉં.વ. ૮૫) તા. ૧-૨-૨૪, ગુરુવારે શ્રીજીચરણ પામેલ છે. તે સુભદ્રાબેનના પતિ. ચેતન, શરદ, આશિષના િ૫તા. કેતકી, મનીષા, સેજલના સસરા. હર્ષિલ, નિધિ, ધ્વનિલ, ઉમા, રોનક, સલોની, પાર્થ, હેતા, હિમાના દાદા. સ્વ.…
જૈન મરણ
જામનગર વિશા ઓશવાલ જ્ઞાતિ જૈનહાલ-ચેમ્બુર, મુંબઈ રવીન્દ્ર ફતેહચંદ ઝવેરી, (ઉં.વ. ૮૯) તે સ્વ. તારામતીના પતિ. ડૉ. મેહુલ તથા સંગીતાના પિતા. ડૉ. નમિતાના સસરા. ડૉ. મીતિકા તથા ડૉ. નિશીતાના દાદા તથા ડૉ. સાગરના દાદા-સસરા તા. ૩૧-૧-૨૪ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર…
- શેર બજાર

સેન્સેક્સે ૧૪૦૦ પોઇન્ટની છલાંગ પછી ૪૪૦ પોઇન્ટનોસુધારો નોંધાવ્યો, નિફ્ટી નવા ઓલટાઇમ હાઇ સ્તરને સ્પર્શ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના સુધારા પાછળ સ્થાનિક શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. રિલાયન્સ, ઇન્ફોસિસ અને ટીસીએસની આગેવાનીએ ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં નીકળેલી જોરદાર તેજીને આધારે સેન્સેક્સે ૧૪૦૦ પોઇન્ટની છલાંગ હતી અને અંતે ૪૪૦ પોઇન્ટનો સુધારા સાથે સ્થિર થયો હતો, જ્યારે…
- વેપાર

શુદ્ધ સોનું રૂ. ૫૪૩ ઝળકીને ₹ ૬૩,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૦૩૦ ચમકી
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ નોંધાતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં બે ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમ જ આજે અત્યાર સુધીમાં વૈશ્ર્વિક સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે નવ સપ્તાહમાં પહેલી…

