મહારેરાએ રજિસ્ટ્રેશન વિના પ્લોટ વેંચનારા બિલ્ડરોને ફટકારી નોટિસ
મુંબઈ: મહારેરામાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના પ્લોટ વેંચનારા ડેવલપરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, એવી ચેતવણી પ્રશાસને આપી છે. રાજ્યમાં અનેક ઠેકાણે મોટી મોટી જમીનોના ભાગ પાડીને તેમ જ જાહેરાત આપ્યા વિના મહારેરા અંતર્ગત રજિસ્ટર્ડ જમીનો વેંચવામાં આવી રહી છે. આ ગંભીર…
મુંબઈમાં છ સ્થળે બોમ્બ મુકાયાની ધમકી: પોલીસ એલર્ટ
ટ્રાફિક ક્ધટ્રોલ રૂમને મેસેજ મોકલનારની શોધ શરૂ મુંબઈ: મુંબઈમાં છ સ્થળે બોમ્બ મુકાયા હોવાની ધમકી આપતો મેસેજ પ્રાપ્ત થયા બાદ પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. ટ્રાફિક ક્ધટ્રોલ રૂમને ગુરુવારે રાતે ધમકીનો મેસેજ મોકલનારા શકમંદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધ ચલાવવામાં આવી…
વડા પ્રધાનના હસ્તે કોસ્ટલ રોડનો પ્રથમ તબક્કો ૧૯ ફેબ્રુઆરીએ ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના ટ્રાફિક સમસ્યાને માત આપવા માટેનો અત્યંત મહત્ત્વના ગણાતા કોસ્ટલ રોડની એક લેન મુંબઈગરા માટે ૧૯ ફેબ્રુઆરીના ખુલ્લી મુકવામાં આવવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ થવાનું છે. વરલીથી પ્રિન્સેસ સ્ટ્રીટ સુધીનો ૧૦ કિલોમીટરના રસ્તા ખુલ્લો…
પિતાએ સોડિયમ નાઈટ્રેટ ભેળવેલું પીણું પીવડાવી પુત્રને મારી નાખ્યો
૧૪ વર્ષના પુત્રના વર્તનથી કંટાળી ઘાતકી પગલું ભરનારા પિતાની ધરપકડ પુણે: સોલાપુરમાં બનેલી આંચકાજનક ઘટનામાં ૧૪ વર્ષના પુત્રના વર્તનથી નિરાશ અને રોષે ભરાયેલા પિતાએ સોડિયમ નાઈટ્રેટ ભેળવેલું ઠંડું પીણું પીવડાવી તેનો જીવ લીધો હતો. રસ્તાને કિનારેથી સગીરનો મૃતદેહ મળી આવ્યા…
મહારાષ્ટ્ર બોર્ડે દસમા ધોરણના એડમિટ કાર્ડ બહાર પાડ્યા
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડએ દસમા ધોરણ માટેના એડમિટ કાર્ડ બહાર પાડ્યા છે. મહારાષ્ટ્ર બોર્ડની દસમા ધોરણના એડમિટ કાર્ડ સંબંધિત શાળાઓમાંથી મેળવી શકાય છે. શાળાઓ આ એડમિટ કાર્ડને સત્તાવાર વેબસાઇટ – ળફવફવતતભબજ્ઞફમિ.શક્ષ પરથી ડાઉનલોડ કરી શકે…
મુંબઈ પાલિકાના ઇતિહાસનું સૌથી મોટું બજેટ ૧૦.૫૦ ટકાના વધારા સાથે ₹ ૫૯,૯૫૪ કરોડનું પુરાંતવાળું બજેટ
ચૂંટણીને ધ્યાનમાં રાખી કરવેરામાં કોઇ વધારો નહીં*વિકાસ કામો માટે ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૪-૨૫ના આર્થિક વર્ષ માટે ૫૯,૯૫૪.૭૫ કરોડ રૂપિયાનું બજેટ પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલે શુક્રવારે રજૂ કર્યું હતું. આગામી સમયમાં ચૂંટણીઓ હોવાથી…
ગુજરાતનું ₹.૩.૩૨ લાખ કરોડનું ફાઈવ-જી બજેટ
નમો સહિતની ૧૦ મહત્ત્વની યોજનાઓ, રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકાઓની જાહેરાત (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫નું રૂ ત્રણ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતોને પ્રાધાન્ય…
મુંબઈ મહાનગરપાલિકાનું ૧૦.૫ ટકા વધુ રકમનું બજેટ
મુંબઈ: દેશની સૌથી વધુ શ્રીમંત નગરપાલિકા ‘બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકા’નું ૨૦૨૪-૨૫ના વર્ષ માટેનું રૂપિયા ૫૯,૯૫૪.૭૫ કરોડનું અંદાજપત્ર શુક્રવારે રજૂ કરાયું હતું. બૃહદ્ મુંબઈ મહાનગરપાલિકાનું ૨૦૨૩-૨૪ના વર્ષ માટેનું રૂપિયા ૫૪,૨૫૬.૦૭ કરોડનું બજેટ હતું અને તેની સરખામણીમાં ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં રકમ ૧૦.૫ ટકા વધારાઇ…
- નેશનલ

હિમાચલ થરથર્યું; હિમવર્ષાને લીધે ૭૨૦ રસ્તા બ્લોક થયા
હિમવર્ષા: જમ્મુના પટનીટોપ ખાતે હિમાચ્છાદિત રસ્તા પરથી પસાર થતો માણસ. અહીં નવેસરથી થયેલી હિમવર્ષાને લીધે ઠંડીમાં ઘણો વધારો થયો છે. (પીટીઆઇ) શિમલા: હિમાચલ પ્રદેશમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ૭૨૦ જેટલા રસ્તાઓ બરફના કારણે અવરોધિત થયાં છે અને ૨,૨૪૩ ટ્રાન્સફોર્મર ખોરવાઈ…
જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાની મંજૂરી: મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ
વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા અદાલતના આદેશને પગલે શહેરના મુસ્લિમ બહુમતિ વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી અને પોલીસે શુક્રવારની નમાઝ પહેલા સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. જિલ્લા અદાલતના આદેશ બાદ પ્રથમ શુક્રવારની નમાઝ પર…
