- નેશનલ
રામજન્મભૂમિ ચળવળના ‘સારથિ’નું સર્વોચ્ચ સન્માન લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન
નવી દિલ્હી: રામજન્મભૂમિ આંદોલનના ‘સારથિ’ ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવી છે. જેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટ કરીને જાહેરાત કરી હતી. મોદીએ એક્સ પર…
ઉલ્હાસનગરના પોલીસ સ્ટેશનમાં ગોળીબાર ભાજપના વિધાનસભ્યની ધરપકડ
ઉલ્હાસનગર: મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં જમીન વિવાદ અંગે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના નેતાને ગોળી મારીને ઘાયલ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યની ધરપકડ કરવામાં આવી હતી. એડિશનલ પોલીસ કમિશનર દત્તાત્ર્ય શિંદેએ મીડિયાને જણાવ્યું હતું કે કલ્યાણના ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે…
યશસ્વી પછી બુમરાહની પણ કમાલથી ભારત વિજયની દિશામાં
વિશાખાપટ્ટનમ: પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં ઇંગ્લૅન્ડે પ્રથમ મૅચ ૨૮ રનથી જીતીને ભારતને આંચકો આપ્યો હતો, પરંતુ બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શુક્રવારના પહેલા દિવસે બ્રિટિશરો પર અંકુશ જમાવ્યા પછી શનિવારના બીજા દિવસે પરાજય તરફ ધકેલ્યા હતા. ભારતે પ્રથમ દાવમાં યશસ્વી જયસ્વાલની પ્રથમ…
પશ્ર્ચિમ બંગાળમાં આઠ સ્થળે સીબીઆઈના દરોડા
નવી દિલ્હી : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ રીક્રુટમેન્ટમાં સરહદી વિસ્તારના રહેવાસીને મળતા લાભો હાંસલ કરવા ડોમિસાઈલ દસ્તાવેજનો બનાવટી ઉપયોગ કરવાના કેસમાં કોલકાતા અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં આઠ ટેકાણામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ દરોડા પાડ્યા હતા. કલકત્તા હાઈ કોર્ટના…
પંજાબના રાજ્યપાલનું રાજીનામું
ચંડીગઢ: પંજાબના રાજ્યપાલ અને ચંડીગઢના પ્રશાસક બનવારીલાલ પુરોહિતે શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને અંગત કારણોસર પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. પુરોહિતે તેમના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે, મારા અંગત કારણો અને કેટલીક અન્ય પ્રતિબદ્ધતાઓને લીધે હું પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ…
એલ. કે. અડવાણી માટે ગુજરાત એ હોમ પીચ બનીરહ્યું હતું: ગાંધીનગરથી પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભાજપના વરિષ્ઠ નેતા અને ગાંધીનગર લોકસભા સીટના પૂર્વ સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આપી હતી. અડવાણીનો ગુજરાત સાથેનો નાતો બહુ જ જૂનો છે. અડવાણી બે દાયકા સુધી ગાંધીનગરના…
અમદાવાદમાં બે વર્ષમાં ૧૩ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થ પકડવા મામલે વિધાનસભાના પૂછવામાં આવેલા પ્રશ્નમાં મહત્ત્વની વિગત બહાર આવી છે. જે અંતર્ગત અમદાવાદ શહેર અને જિલ્લામાંથી બે વર્ષમાં રૂ. ૧૩ કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ર્નમાં ગૃહ વિભાગનો લેખિતમાં…
અમદાવાદમાં ડબલ ડેકર એસી બસ સેવાનો પ્રારંભ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ : શહેરમાં આશરે ૩૦ વર્ષ પછી ફરી લોકોએ ડબલ ડેકર બસની મજા માણી હતી. એએમટીએસ દ્વારા અમદાવાદના રસ્તા પર ફરી એકવાર એસી ડબલ ડેકર બસ દોડતી જોવા મળી હતી. અમદાવાદના મેયરના હસ્તે શનિવારે બસનું ફ્લેગઑફ કરાયું હતું.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કપોળનાગેશ્રીવાળા હાલ નાલાસોપારા સ્વ. હિંમતભાઇ ગંગાદાસ મહેતાના ધર્મપત્ની ગં. સ્વ. જસવંતીબેન (ઉં. વ. ૮૬) તે મહેન્દ્ર, દિલીપ, ભરત, હિના જયંતકુમાર મહેતા તથા કલ્પના સંદીપકુમાર મહેતાના માતુશ્રી. રશ્મિ, કિશોરી તથા દીપ્તિના સાસુ. ટીંબીવાળા ગોકળદાસ વિરજી સંઘવીના દીકરી. દિશા પંક્તિ દોશી, માનસી,…