ટ્રેકિંગ કરવા જતા યુવતી ૪૦૦ ફૂટની ઊંડી ખાઈમાં પડી, ચમત્કારી બચાવ
મુંબઈ: મહારાષ્ટ્રના કર્જત નજીક આવેલા પેબ કિલ્લા પર ટ્રેકિંગ કરવા ગયેલી ૨૭ વર્ષની યુવતીનો પગ સરકી જતાં તે ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી જવાની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના શનિવારે બપોરે બની હતી. આઇટી એન્જિનિયર યુવતી ખીણમાં પડી જતાં…
મરાઠી ફિલ્મને નકારનારાં થિયેટરો સામે થશે કાર્યવાહી: ફડણવીસ
નાગપુર: ગુરુવારે યોજાયેલી વિધાન પરિષદમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મરાઠી ફિલ્મોને લઈને એક નિવેદન કર્યું હતું. ફડણવીસે કહ્યું કે જો રાજ્યના કોઈપણ થિયેટર કે સિનેમાઘરો મરાઠી ફિલ્મોને પ્રદર્શિત કરવાની ના પડશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.…
પાલિકાની હૉસ્પિટલમાં અંડરગ્રાઉન્ડ કચરા પેટી બનાવવાની યોજના
મુંબઈ: મ્યુનિસિપલ હોસ્પિટલોમાં કચરાપેટીને કારણે આસપાસ ફેલાતી દુર્ગંધ અને રખડતાં પ્રાણીઓની અવરજવરને કારણે દર્દીઓને પડતી સમસ્યાને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાએ હોસ્પિટલોમાં ભૂગર્ભ કચરાપેટીઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. શરૂઆતમાં, આ પ્રયોગ શહેરની ૧૫ હોસ્પિટલોમાં લાગુ કરવામાં આવશે અને તેની સફળતા…
- નેશનલ
લોકસભાની ચૂંટણી પહેલાં બજેટ રજૂ નહીં થાય: નાણાં પ્રધાન
પહેલી ફેબ્રુઆરીએ લેખાનુદાન રજૂ થશે, સંપૂર્ણ અંદાજપત્ર જુલાઈમાં નવી દિલ્હી : કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં અંદાજપત્ર (બજેટ) રજૂ નહીં થાય. પહેલી ફેબ્રુઆરીએ માત્ર વહીવટી ખર્ચ માટેની દરખાસ્ત એટલે કે લેખાનુદાન જ રજૂ…
- નેશનલ
ઝારખંડ અને ઓડિશામાં આવકવેરાના દરોડા
૩૬૦ કરોડની રોકડ જપ્ત રાંચી/ભુવનેશ્ર્વર: ઓડિશા અને ઝારખંડમાં દારૂની કંપની પર આવકવેરા વિભાગ ત્રાટક્યું છે. ઝારખંડના રાજ્યસભાના કૉંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહૂના રાંચી, લોહરદગા અને ઓડિશા સ્થિત પાંચથી વધુ સ્થળો પર ઇનક્મ ટેક્સની ટીમોએ દરોડા પાડ્યા હતા. ટીમ દ્વારા દસ્તાવેજો…
નવસારીના યુવાનની અમેરિકામાં હત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમેરિકામાં નવસારીના સોનવાડીના સત્યેન નાયકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મોટેલમાં રોકાયેલા અમેરિકને કરી હતી તેમજ હત્યા કર્યા બાદ તેણે પણ પોતાના લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો. અમેરિકામાં તાજેતરમાં ગુજરાતના એક નિવૃત્ત પોલીસ…
અંબાજી પ્રસાદ કેસના આરોપી જતીન શાહનો આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: યાત્રધામ અંબાજીમાં ભાદરવી પૂનમના પર્વ ટાણે અંબાજીના મોહનથાળ બનાવવા માટે નકલી ઘી પૂરું પાડવાના કેસમાં સંડોવાયેલા અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ગુરુવારે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. પ્રસાદ રૂપે અપાતા મોહનથાળ બનાવવા…
ખાંડના ભાવ અંકુશમાં રાખવા આદેશ
શેરડીના રસમાંથી ઈથેનોલ નહિ બનાવવા સૂચના નવી દિલ્હી : સ્થાનિક બજારમાં ખાંડનો પૂરતો પુરવઠો રહે એની તકેદારી લેવા અને ખાંડના ભાવને અંકુશમાં રાખવા સરકારે ગુરૂવારે બધી ખાંડ મિલો અને ડિસ્ટિલરીઝને ઈથેનોલનું ઉત્પાદન કરવા શેરડીના રસનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો…
મોબાઇલ કંપની વિવો સામે તહોમતનામું કરોડો રૂપિયા ચીન મોકલવાનો આરોપ
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ચીન સ્થિત સ્માર્ટફોન બ્રાન્ડ વિવો કંપની સામે મની લોન્ડરિંગના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી છે. વિવો સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમપીએલ) કલમો હેઠળ આ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હોવાનું ઈડીએ જણાવ્યું…
ઈસરોના ૨૦૨૪માં અંતરિક્ષના દસ મિશન
નવી દિલ્હી : ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ ૨૦૨૪માં પોલર સેટેલાઈટ લોન્ચ વેહિકલના છ મિશન અને જીયોસિન્ક્રનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ (જીેએસએલવી)ના ત્રણ લોન્ચ અને લોન્ચ વેહિકલ માર્ક-૩ના એક વાણિજય મિશનનો કાર્યક્રમ તૈયાર કર્યો છે. એક સવાલના જવાબમાં પ્રાઈમ મિનિસ્ટર ઓફિસના…