જૈન મરણ
ખંભાત વીશા શ્રીમાળી જૈનહાલ બોરીવલી દિલીપભાઇ કાન્તીલાલ શાહ (ઉં. વ ૭૦) તા. ૭-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. જેઓ સ્વ. ભુપેન્દ્રભાઇ, વિજયભાઇ અને સુચીતાબેન જયેશભાઇ શાહના મોટાભાઇ. સ્વ. રક્ષાબેન અને વર્ષાબેનના જેઠ. નિક્કી, વૈદેહી, વિક્રમ, હિનલના કાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.સોરઠ…
- શેર બજાર

રિઝર્વ બૅંક દ્વારા ગ્રોથ ફોરકાસ્ટના સુધારાના ટેકે શૅરબજારે નવી ઊંચાઇ સર કરી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિના અંદાજમાં વધારાની અને નીતિ દરો યથાવત રાખ્યા હોવાની જાહેરાત બાદ અન્ય રેટ સેન્સિટીવ શેરોમાં ભારે લેવાલી શરૂ થઇ જતાં, બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે તેમની નવી જીવનકાળની નવી ઊંચી…
- વેપાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ૨.૨૭ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના અહેવાલ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૫૬૪.૦૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી સ્થાનિક ફોરેક્સ…
- વેપાર

અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૭નો અને ચાંદીમાં ₹ ૧૭૭નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે થનારી અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ સાપ્તાહિક ધોરણે અત્યાર સુધીમાં વૈશ્ર્વિક…
- વેપાર

ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં નરમાઈ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે મુખ્યત્વે ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૦નું ગાબડું પડ્યું હતું. વધુમાં ટીનની આગેવાની હેઠળ કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ, એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબમાં…
લોકસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસ જાગી: ચૂંટણીસમિતિ અને ૧૦ જિલ્લા પ્રમુખની જાહેરાત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં સૌથી વધુ કંગાળ દેખાવ કરનારી કૉંગ્રેસે હવે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી આડે ત્રણેક મહિના બાકી છે ત્યારે સંગઠનને રિપેર કરવાની કવાયત શરૂ કરી છે. કૉંગ્રેસના હાઇકમાન્ડે શુક્રવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની ચૂંટણી સમિતિ અને ૧૦ જિલ્લાઓના…
રાજકોટની ભાગોળે વંદે ભારત ટ્રેન ઉપર પથ્થરમારો: તપાસનો ધમધમાટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહેલી વંદે ભારત ટ્રેન પર રાજકોટની ભાગોળે પથ્થરમારો થતા સનસનાટી મચી જવા પામી છે. આ મામલે રેલવે પોલીસ તથા રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. આ ટ્રેનમાં ગૃહ રાજ્ય પ્રધાન…
ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૬૨૦થી વધુ સિંહે ૫.૩૭ લાખ જાનવરનો શિકાર કર્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના સાસણ ગીરમાં એશિયાટિક સિંહના વસવાટ ધરાવતા જંગલોમાં વધતી માનવીય દખલને કારણે ખોરાકની શોધમાં પોતાના ક્ષેત્રોમાંથી સિંહ બહાર નિકળી રહ્યા છે. રાજ્યના વન વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધકોની ટીમ દ્વારા કરાયેલા અભ્યાસના અહેવાલમાં સિંહની પ્રજાતિ હવે…
અમદાવાદમાં ૨૯૩ બગીચાની હવે સારી રીતેસાર સંભાળ થશે: એડવાઇઝર કમિટી રચાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૨૯૩ બગીચા વધારે સારી રીતે મેન્ટેઇન થાય અને સુખ-સુવિધા વધે તે માટે ગાર્ડન એડવાઇઝર કમિટીની રચના કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં આ કમિટીની રચના કરવાની દરખાસ્તને મંજૂરી અપાઇ છે. આ…
મહેસાણામાં બનાવટી ડિગ્રી પર નોકરી મેળવવાના કૌભાંડનો પર્દાફાશ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મહેસાણામાં બનાવટી ડિગ્રી પર નોકરીનું કૌભાંડ બહાર આવ્યું છે. નકલી ડિગ્રી પર ૧૦ વર્ષથી નોકરી કરતા હેલ્થ વર્કર સામે આવ્યા છે. ૧૧ હેલ્થ વર્કરોની નકલી ડિગ્રી હોવાનું બહાર આવ્યું છે. મહેસાણા જિ.પં.ના આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી કાંડ…



