- નેશનલ
મ. પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે મોહન યાદવની વરણી
જાતિગત સમીકરણ સાધવા બે નાયબ મુખ્ય પ્રધાનની પણ જાહેરાત ભોપાલ : ભારતીય જનતા પાર્ટીએ સોમવારે અધર બેકવર્ડ ક્લાસીસ (ઓબીસી)ના નેતા અને ત્રીજી વાર વિધાનસભ્ય બનનાર મોહન યાદવની મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરીને મોટું આશ્ર્ચર્ય સર્જર્યું હતું. ભાજપના મધ્ય…
નમાઝ માટે મળતો ૩૦ મિનિટનો બ્રેક ખતમ: ધનખરે રાજ્યસભાનો નિયમ બદલ્યો
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું છેલ્લું સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભામાં શિયાળુ સત્ર દરમિયાન દર શુક્રવારે નમાઝ માટે અડધો કલાકનો બ્રેકનો સમય નાબૂદ કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા…
છત્તીસગઢ: મુખ્ય પ્રધાનનાશપથગ્રહણ ૧૩ ડિસેમ્બરે
રાયપુર: છત્તીસગઢમાં ભાજપના ઉમેદવાર અને મુખ્ય પ્રધાનપદના દાવેદાર વિષ્ણુદેવ સાય ૧૩ ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં રાયપુરમાં પ્રધાનમંડળના તેમના સભ્યો સાથે શપથગ્રહણ કરશે એવી જાહેરાત સોમવારે કરવામાં આવી હતી. ૫૯ વર્ષના સાય ભાજપના આદિવાસી જાતિના…
ભારત હાલના સમયગાળામાં હરણફાળ ભરશે આપણે દિવસમાં ૨૪ કલાક કામ કરવું જોઈએ: મોદી
નવી દિલ્હી : હાલના સમયગાળામાં ભારત હરણફાળ ભરશે એવો આત્મવિશ્ર્વાસ વ્યક્ત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુવાન પેઢીનું એવી રીતે ઘડતર કરવામાં આવે જેથી તે દેશને નેતૃત્વ આપી શકે અને બીજી બધી બાબતોને ગૌણ માનીને રાષ્ટ્રહિતને પ્રાથમિકતા…
ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઝારખંડના મુખ્ય પ્રધાનને નવું સમન્સ મોકલાવ્યું
રાંચી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ કથિત જમીન કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને નવું સમન્સ મોકલાવ્યું છે, એવી માહિતી સત્તાવાર સાધનોએ આપી હતી. ૪૮ વર્ષના સોરેનને કેન્દ્રીય એજન્સીની હિનુ વિસ્તારની ઓફિસમાં પ્રીવેન્શન મની લોન્ડરિંગ એક્ટ…
જ્ઞાનવાપી: એએસઆઇએ ચોથી વખત કોર્ટ પાસે સમય માંગ્યો
વારાણસી: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ)એ ફરીથી ચોથી વખત જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ માટે કોર્ટ પાસે સમય માંગ્યો છે. વિશ્ર્વેશની કોર્ટમાં સુનાવણી શરૂ થાય તે પહેલા જ એએસઆઇએ વધુ એક અઠવાડિયાના સમય માટે અરજી કરી હતી. અગાઉ પણ એએસઆઇ સર્વે રિપોર્ટની સમયમર્યાદા…
આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી ટી-૨૦ મેચ પર પણ વરસાદનો ખતરો
પોર્ટ એલિઝાબેથ: આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટી-૨૦ મેચ રમાશે. ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પ્રથમ મેચમાં વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. બીજી મેચ પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં…
કચ્છના બન્ની પ્રદેશનાં ઘાસિયાં મેદાનોમાં ચિત્તા બ્રીડિંગ પ્રોજેક્ટ સામે માલધારીઓનો વિરોધ
ભુજ: કચ્છમાંથી લુપ્ત થઈ ગયેલાં ચિત્તાના પુન:સ્થાપનના હેતુથી આ રણપ્રદેશના ભાતીગળ બન્નીનાં ઘાસિયાં મેદાનોમાં ચિત્તા માટેનું બ્રીડિંગ સેન્ટર શરૂ કરવાની રાજ્ય સરકારની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દેતાં બન્ની પ્રદેશના માલધારીઓ રોષે ભરાયા છે. બન્નીમાં ચિત્તા વિચરતા હોવાના કોઈ પ્રમાણ…
ગુજરાતમાં સૌથી મોટું ફાર્મા અને બાયોટીક વર્કફોર્સ ઉપલબ્ધ: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે યોજાયેલી બાયોટેકનોલોજી સેક્ટરની પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં જણાવ્યું હતુ કે, બાયોટેકનોલોજી એ ઝડપથી વિકસી રહેલી ‘ટેક્નોલોજી ઑફ હોપ’ છે.અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતા મુખ્ય…
વડા પ્રધાનની ૧૭મીએ સુરતમાં આગમનને લઇને તડામાર તૈયારીઓ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૭મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, જેમાં સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદ્દઘાટન અને હીરા ઉદ્યોગના વેપારનું સૌથી મોટા મથક ડાયમંડ બુર્સને વિધિવત શરૂ કરાવશે. વિસ્તરણ કરાયેલા નવા એરપોર્ટ ટર્મિનલને અનેક સુવિધાઓથી સજજ કરવામાં…