Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • નેશનલ

    સુરક્ષા, હુમલો અને છીંડાં

    સંસદના શિયાળુ સત્ર દરમિયાન બુધવારે બે મુલાકાતી પબ્લિક ગેલેરીમાંથી કૂદકો મારી લોકસભાની ચેમ્બરમાં ઘૂસ્યા હતા. આ બંને પાસે અશ્રુવાયુનાં ડબ્બા હોવાનું કૉંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું. સંસદની બહાર પીળા ધુમાડા કાઢતા ડબ્બા સાથે સૂત્રોચ્ચાર કરી રહેલી મહિલા અને…

  • મધ્ય પ્રદેશમાં મોહન, છત્તીસગઢમાં વિષ્ણુ સત્તારૂઢ

    ભોપાલ/રાયપુર: મધ્ય પ્રદેશમાં મોહન યાદવ અને છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાયે બુધવારે અનુક્રમે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. મધ્ય પ્રદેશમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુકલા જ્યારે છત્તીસગઢના નાયબ મુખ્ય પ્રધાન તરીકે અરુણ…

  • મહાદેવ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાં અટક

    નવી દિલ્હી: ઇડીના આદેશ પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલી રેડ નોટિસના આધારે મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીની એપના બે મુખ્ય માલિકોમાંથી એક રવિ ઉપ્પલની દુબઈમાં પોલીસે અટક કરી હતી. સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે ઉપ્પલને તે દેશમાં ગયા અઠવાડિયે અટકાયતમાં લેવામાં…

  • જૂના, બિનજરૂરી ૭૬ કાયદા રદ

    નવી દિલ્હી : સંસદે બુધવારે એક ઠરાવ મંજૂર કરીને ૭૬ જેટલા બિનજરૂરી અને કાળબાહ્ય થયેલા કાયદા રદ કર્યા હતા. સરકારે કહ્યું હતું કે આ જીવનને અને ધંધો કરવાનું સુગમકારી બનાવવાના પ્રયાસોનો એક ભાગ છે. રાજ્યસભાએ રીપેલિંગ એન્ડ એમેન્ડિંગ બિલ મૌખિક…

  • છત્તીસગઢમાં નક્સલી હુમલામાં જવાન શહીદ, એક ઘાયલ

    નારાયણપુર: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં બુધવારે નક્સલવાદીઓએ સુરક્ષાકર્મીઓની ટીમ પર હુમલો કર્યો હતો અને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઇડી) વિસ્ફોટ કર્યા બાદ છત્તીસગઢ સશસ્ત્ર દળ (સીએએફ)નો એક જવાન શહીદ થયો હતો અને એકને ઇજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ…

  • લોકસભામાં સુરક્ષામાં છીંડાં વિધાન પરિષદમાં વિઝિટર પાસ પર પ્રતિબંધ

    નાગપુર: સૂત્રોએ આપેલી માહિતી અનુસાર લોકસભામાં સુરક્ષામાં છીંડાં હોવાનું ધ્યાનમાં આવતા મહારાષ્ટ્ર વિધાન પરિષદનાં નાયબ અધ્યક્ષ નીલમ ગોર્હેએ બુધવારે સંબંધિત અધિકારીઓને વિઝિટર પાસ નહીં આપવાની સૂચના આપી હતી. રાજ્ય વિધાનસભાનું શિયાળુ અધિવેશન હાલ નાગપુરમાં ચાલીરહ્યું છે. સંસદ ભવન પર કરવામાં…

  • સુરતમાં છ બાળક સહિત ૧૧ લોકો ભેદી દુર્ગંધથી ગૂંગળાયાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેરના ડુમ્મસ રોડ પર ખુલ્લામાં ઊંઘતા છ બાળક સહિત ૧૧ને ગૅસ ગૂંગળામણ થતા સિવિલમાં ખસેડાયા હતા. તેમજ બ્લાસ્ટ થયા બાદ એસિડ જેવી દુર્ગંધ આવવાની શરૂ થઈ હોવાનું ફાયર બ્રિગેડનું કહેવું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ…

  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ એક દિવસમાં ₹ ૧ લાખ કરોડના ૨૩ એમઓયુ

    (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: રાજ્યમાં જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે બુધવારે વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ ૨૩ એમઓયુ કરવામાં આવ્યા હતા. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ રાજ્ય સરકાર સાથે એક જ દિવસમાં આજે રૂા. ૧ લાખ કરોડના સંભવિત…

  • પારસી મરણ

    ખુરશીદ રૂમી ભરૂચા તે રૂમી સાવક ભરૂચાના ધણીયાની. તે મરહુમો શીરીન તથા શાવકશાહ બારીયાના દીકરી. તે મરહુમો દીના તથા સાવકના વહુ. તે મરહુમ વીસ્પી એસ. બારીયાના બહેન. તે કેશમીરા વીસ્પી બારીયાના નરન. તે રૂઝીનના ફુઈજી. (ઉં. વ. ૭૬) ઠે. ૧૯૦/એ,…

  • હિન્દુ મરણ

    કપોળઅમરેલીવાળા (હાલ કાંદિવલી) સ્વ. કનૈયાલાલ રતિલાલ ધનજી સંઘવીના ધર્મપત્ની ક્રિષ્નાબેન (ઉં. વ. ૮૨) ૫-૧૨-૨૩, મંગળવારના લંડન મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે નિલેશ, મેહુલ તથા હિનાના માતુશ્રી. પ્રિતી, દિશા તથા આશિષ દિલીપકુમાર પટ્ટણીના સાસુ. સ્વ. રેણુકાબેન (બાળાબેન) મહેન્દ્રકુમાર મોદી, હેમાબેન (હિરાબેન)…

Back to top button