Bharat Patel

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • સિંગાપોરમાં એક અઠવાડિયામાં કોરોનાના ૫૬ હજાર કેસ નોંધાયા

    કોરોનાએ ફરી લોકો વચ્ચે પગપેસારો કર્યો છે. સિંગાપોરમાં કોરોનાના કેસ ફકત એક અઠવાડિયામાં જ ૫૬ હજારનો આંકડો વટાવી ગયા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં ૭૫ ટકાનો વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે…

  • ઉત્તર પ્રદેશની કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યા

    સુલ્તાનપુર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે કેટલીક ટિપ્પણી કરવા બદલ નોંધાયેલા કેસના સંદર્ભમાં અહીંની એમપી – એમએલએ કોર્ટે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને છઠ્ઠી જાન્યુઆરીએ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યા છે. અમિત શાહ સામે વાંધાજનક નિવેદનો કર્યા હોવાની રાહુલ ગાંધી…

  • ગાંધી પરિવારનું એટીએમ છે શાહૂ: ધર્મેન્દ્ર પ્રધાન

    ભુવનેશ્ર્વર: કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ શાહૂ ગાંધી પરિવારનું એટીએમ છે તેવો આક્ષેપ કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે કર્યો હતો. શાહૂ પરિવારની માલિકીના ઠેકાણાઓ પરથી આવકવેરા વિભાગે તાજેતરમાં ૩૫૧ કરોડ રૂપિયાની રોકડ રકમ ઝડપી હતી. પ્રધાને કહ્યું કે ‘આ નાણાં ધીરજ…

  • નેશનલ

    હાથ નહીં પણ હામ છે!!:

    નવી દિલ્હીમાં આવેલા જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં યોજાયેલી ‘ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ’માં સુવર્ણચંદ્રક મેળવનારી જમ્મુ – કાશ્મીરની તિરંદાજ શીતલ દેવીએ હાથ ન હોવા છતાં પોતાનું કૌશલ દાખવ્યું હતું. (પીટીઆઈ)

  • પાક.ના ૩૦૦ ત્રાસવાદીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં

    સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ : પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ફરી એક વાર કાશ્મીરમાં સુરક્ષા દળો માટે મોટી મુસીબત સર્જવા સજ્જ થઈ રહ્યા છે. સુરક્ષા અધિકારીઓએ એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે સરહદની બીજી બાજુએ રહેલા ૩૦૦ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની પ્રતિક્ષા કરી…

  • નેશનલ

    ઈંગ્લેન્ડ સામે ભારતની મહિલા ક્રિકેટ ટીમનો ૩૪૭ રને વિજય

    વિજયનો ઉત્સાહ: નવી મુંબઈના ડી. વાય. પાટિલ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં વિજય મેળવ્યા પછી જીતની ટ્રોફી સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. (પીટીઆઈ) નવી દિલ્હી: અહીં ઈંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ભારતની મહિલા ટીમે ઈંગ્લેન્ડને ૩૪૭ રને હરાવીને…

  • નેશનલ

    ઓમાનના સુલતાન સાથે વડા પ્રધાન મોદીની વાતચીત ‘ઉત્પાદક’ રહી

    મહેમાનનું સ્વાગત:વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં શનિવારે ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક સાથે ચર્ચા કરી હતી. (પીટીઆઈ) નવી દિલ્હી: અર્થતંત્ર, વેપાર, સંરક્ષણ, સુરક્ષાના મહત્ત્વના ક્ષેત્રમાં દ્વિપક્ષી સહકાર સુદૃઢ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી વાતચીત વડા પ્રધાન મોદી…

  • નેશનલ

    યુવાનો ભારતનું ભવિષ્ય છે: અમિત શાહ

    અમિત શાહનું અમદાવાદ નજીક સંબોધન: અમદાવાદની ભાગોળે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે લોકોને સંબોધ્યા હતા. (પીટીઆઈ) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: યુવાનો ભારતનું ભવિષ્ય છે ત્યારે ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દેશના વડા પ્રધાન…

  • હિન્દુ મરણ

    મીરારોડ નિવાસી સ્વ મીનાબેન નરેશભાઈ ભટ્ટ (લખલાણી) (ઉં.વ.૬૨)નું તે ૧૫-૧૨-૨૩ના તે મેધપુર નિવાસી પરસોત્તમભાઈ વેલાણીરામ કેલૈયાના પુત્રી તથા નીરૂબેન,ભાવનાબેન,ધર્મિષ્ઠાબેન અને પ્રતિમાબેન તથા ચિરાગભાઈના મોટા બેન વિશાલ અને આશિષના માતૃશ્રીનું બેસણું તે ૧૭-૧૨-૨૩ને રવિવાર ૪ થી ૬. બિ-૧૬, સંસ્કૃતિ ૧ (ટેરેસઉપર)…

  • વેપાર

    કોપરમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ, ટીન અને નિકલમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે ખાસ કરીને કોપરમાં સતત બે સત્રના સુધારા પશ્ર્ચાત્ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી અને ખપપૂરતી માગ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. એકથી બેનો ઘટાડો આવ્યો હતો. આ સિવાય ટીન અને નિકલમાં…

Back to top button