Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 214 of 313
  • વસઈ-વિરારની ગેરકાયદે છ પેથોલોજી લેબ સામે કાર્યવાહી કરવા શિંદેનો આદેશ

    મુંબઈ: મુંબઈના વસઇ-વિરારમાં આવેલી છ ગેરકાયદે પેથોલોજી લેબ અને તેનાથી સંબંધિત ડૉક્ટરો પર કાર્યવાહી કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આદેશ આપ્યા હતા, પણ આ અંગે કાર્યવાહી કરવા બદલ પાલિકા દ્વારા પોલીસોને જણાવવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનું…

  • સિએરા લિયોનથી આવેલા ભારતીય પાસેથી ₹ ૪૦ કરોડનું કોકેઇન જપ્ત

    મુંબઈ: સિએરા લિયોનથી આવ્યા બાદ મુંબઈની હોટેલમાં રોકાયેલા ભારતીય નાગરિક પાસેથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) રૂ. ૪૦ કરોડનું કોકેઇન જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ડીઆરઆઇની ટીમે મળેલી માહિતીને આધારે મુંબઈ એરપોર્ટ નજીક આવેલી હોટેલમાં સોમવારે તપાસ કરી હતી…

  • સમૃદ્ધિ હાઈવેને અડીને નવા નગરમાં મ્હાડાના ઘરો?

    પેન્ડિંગ રહેલા લોન સામે જગ્યા આપવાનો એમએસઆરડીસીને પ્રસ્તાવ મુંબઈ: મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે માટે મ્હાડા ઓથોરિટીએ એમએસઆરડીસીને એક હજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. આ પેન્ડિંગ લોનની સામે હાઈવેને અડીને જગ્યા આપવી એવો પ્રસ્તાવ એમએસઆરડીસીને મોકલવામાં આવ્યો છે. પ્રસ્તાવ મંજૂર થઇ…

  • રામમંદિર માટે ₹ ૧૪ કરોડ દાન આપનાર કંપની હંમેશાં વિવાદમાં

    નાગપુર બ્લાસ્ટ નાગપુર: નાગપુરના બજારગાંવમાં સોલાર એક્સપ્લોઝિવ કંપનીમાં રવિવારે સવારે થયેલા વિસ્ફોટમાં છ મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા હતા, આ કારણે કંપનીના ચેરમેન સત્યનારાયણ નુવાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા. ૧૯૯૫માં નુવાલ દ્વારા સ્થપાયેલી, કંપનીએ છેલ્લા એક દાયકામાં વિસ્ફોટકો અને…

  • મોનોરેલને બુસ્ટ કરવાની યોજના: ટિકિટ પર છપાશે જાહેરાત

    મુંબઈ: એમએમઆરડીએએ મોનોરોલને પુનર્જીવિત કરવાનો પ્રયાસ ચાલુ જ રાખ્યો છે. મોનોરેલ હાલમાં પ્રતિ મહિને અંદાજે પચીસ કરોડ રૂપિયાની ખોટમાં ચાલી રહી છે. આને ધ્યાનમાં રાખીને હવે એમએમઆરડીએએ મોનોની ટિકિટના પાછળના ભાગમાં જાહેરાત છાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે ટેન્ડર પણ…

  • સંસદમાં સુરક્ષા ચૂક અને સંસદસભ્યોના સસ્પેન્શનની તપાસ કરો: શરદ પવાર

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના સ્થાપક શરદ પવારે મંગળવારે રાજ્ય સભાના સભાપતિ જગદીપ ધનખડને પત્ર લખીને તાજેતરમાં સંસદમાં થયેલી સુરક્ષા ચૂક અને સંસદસભ્યોના સસ્પેન્શનમાં હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.પવારે પોતાના પત્રમાં લખ્યું હતું કે હું તમને વિનંતી કરું છું કે આ…

  • દક્ષિણ મુંબઇમાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્ર

    ભાજપ-ઉદ્ધવ જૂથ શિવસેના આમને સામને નાગપુર: દક્ષિણ મુંબઈના આગ્રીપાડા વિસ્તારમાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્રના બાંધકામના મુદ્દે ભાજપ અને શિવસેનાના વિધાનસભ્યોએ એકબીજા સામે બાંયો ચડાવી આમને સામને થયા છે. ભાજપના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ધ્યાનાકર્ષક પ્રસ્તાવ દરમિયાન વિધાનસભામાં ઉર્દૂ શિક્ષણ કેન્દ્રનો મુદ્દો ઉઠાવ્યો…

  • નેશનલ

    ચીનમાં ૬.૨ના ધરતીકંપથી ૧૨૭નાં મોત: ૭૦૦ ઘાયલ

    કાટમાળમાંથી માનવને શોધવાની તૈયારી: ચીનના ગાન્સુ અને ક્વિનઘાઈ પ્રાન્તમાં ધરતીકંપને પગલે તૂટી પડેલી ઈમારતમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી કરી રહેલા સરકારી કર્મચારીઓ. નવી દિલ્હી: વાયવ્ય ચીનના પર્વતીય વિસ્તારમાં ૬.૨ની તીવ્રતાના આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે ઓછામાં ઓછાં ૧૨૭ જણનાં મોત થયાં…

  • બંગલાદેશમાં ટ્રેન સળગાવાઇ: ચારનાં મોત

    ઢાકા: સાતમી જાન્યુઆરીની ચૂંટણીને લઈને રાજકીય અશાંતિ વચ્ચે અજાણ્યા વ્યક્તિઓએ મંગળવારે અહીં એક પેસેન્જર ટ્રેનને આગ ચાંપી દીધી હતી, જેમાં એક મહિલા અને તેના સગીર પુત્ર સહિત ઓછામાં ઓછા ચાર જણના મોત થયા હતા.આ હુમલો મુખ્ય વિપક્ષી બંગલાદેશ નેશનાલિસ્ટ પાર્ટી…

  • લોકસભામાંથી વધુ ૪૯ સાંસદ સસ્પેન્ડ કરાયા

    નવી દિલ્હી: ગૃહની કાર્યવાહી ખોરવવા બદલ લોકસભાના ૪૯ સભ્યોને મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ અગાઉ સોમવારે સંસદના ૭૮ સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, કૉંગ્રેસના નેતા શશિ થરૂર, અને કાંતિ ચિદમ્બરમ, મનીશ તિવારી અને સમાજવાદી પાર્ટીના…

Back to top button