જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો: ચાર જવાન શહીદ
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં ગુરુવારે સેનાના બે વાહન પર કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ થયાં હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.રાજૌરી-થાનામંડી-સૂરાનકોટે રોડ પર આવેલા સાવની વિસ્તારમાં ગુરુવારે બપોરે ૩:૪૫ વાગે આ હુમલો કરવામાં આવ્યો હતો. બુધવાર રાતથી જ્યાં આતંકવાદવિરોધી…
વધુ ત્રણ સાંસદ સસ્પેન્ડ કુલ આંકડો ૧૪૬ પર પહોંચ્યો
નવી દિલ્હી : ગુરૂવારે લોકસભામાં વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવાથી લોકસભામાં કુલ ૧૦૦થી વધુ સાસદોને બરતરફ થવાનો વિક્રમ સર્જાયો છે. ૧૪ ડિસેેમ્બર પછી ગેરવર્તન બદલ સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં કુલ ૧૪૬ સાંસદો બરતરફ થયા છે. ૯૭ સાંસદોને સત્રના…
ધનખડની મિમિક્રી: દિલ્હી ભાજપનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન
નવી દિલ્હી: દિલ્હી ભાજપે ગુરુવારે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી દ્વારા ઉપાધ્યક્ષ જગદીપ ધનખડની મિમિક્રી મામલે અહીં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કૉંગ્રેસના રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓની માફીની માગ કરી હતી. કેટલાક દેખાવકારોએ કપાળ પર કાળી પટ્ટી બાંધી…
મહારાષ્ટ્રમાં સાત મહિનામાં ૪,૮૭૨ નવજાતનાં મોત: આરોગ્ય પ્રધાન
મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરમાં ચાલતા શિયાળુ સત્ર દરમિયાન રાજ્યમાં થયેલા નવજાત બાળકોના મૃત્યુને લઈને વિપક્ષોએ સરકાર પર ગંભીર સવાલો કરીને નિશાન તાક્યું હતું. વિપક્ષોના આ સવાલનો જવાબ આપતા રાજ્યના આરોગ્ય પ્રધાન ડૉ. તાનજી સાવંતે વિધાનસભામાં નવજાત બાળકોના મોતને લઈને અહેવાલ રજૂ…
કોરોનાનો અનેક રાજ્યોમાં પગપેસારો
દેશમાં કુલ છનાં મોત : ૫૯૪ નવા કેસ નોંધાયા નવી દિલ્હી : છેલ્લાં ૨૪ કલાકમાં કેરળમાં કોરોનાના નવા ૩૦૦ કેસ નોંધાયા હતા અને ત્રણ જણનાં મૃત્યુ થયા હતા. આજે (ગુરુવારે) સવારે આઠ વાગ્યા સુધી આખા દેશમાં નોંધાયેલા કોવિડ-૧૯ના ૫૯૪ નવા…
- નેશનલ
‘ચિલ્લે કલાં’: કાશ્મીરમાં પ્રચંડ ઠંડીનો ૪૦ દિવસનો સમય શરૂ
કાશ્મીરમાં ગુરુવારથી ‘ચિલ્લે કલાં’નો ૪૦ દિવસ પ્રચંડ ઠંડીના સમયગાળાનો આરંભ થઈ ગયો હોવા વચ્ચે દલ લૅક આંશિક રીતે થીજી ગયું હતું. (એજન્સી) સુરેશ એસ. ડુગ્ગરજમ્મુ: કાશ્મીરમાં પ્રચંડ ઠંડીના સમયગાળામાંથી એક ૪૦ દિવસનો ‘ચિલ્લે કલાં’નો સમય ગુરુવારથી શરૂ થઈ ગયો હતો.…
ગુજરાતમાં ૪૦.૭૭ લાખ હેક્ટરમાં રવી પાકનું વાવેતર થયું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪૦.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકનું વાવેતર થયું હોવાનું રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું. રાઘવજી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતુ કે,…
જેટકોની રદ થયેલી પરીક્ષા તા.૭મી જાન્યુઆરીએ લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરીતિના કારણે પરીક્ષા રદ્દ કરવાની નોબત આવી પડી હતી. જેટકો દ્વારા ભરતીની નવી તારીખ જાહેર કરી હતી. તા. ૨૮મી અને તા.૨૯મી ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે. અલગ અલગ છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ…
ગુજરાતની ભાજપ સરકારમાં નવાજૂનીના એંધાણ વડા પ્રધાન સાથે મુખ્ય પ્રધાનની બેઠકથી અટકળો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વિપક્ષના ધારાસભ્યોના રાજીનામા વચ્ચે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં બુધવારના રાતે લાંબી બેઠક યોજાઈ હતી. મોડી રાત સુધી ચાલેલી આ બેઠકમાં ગુજરાતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન…
ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પરીક્ષા ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નવા શૈક્ષણિક વર્ષથી ડિપ્લોમાના અભ્યાસ બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ટેકિનકલ શિક્ષણ વિભાગે એન્ટરન્સ એક્ઝામની જોગવાઈની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યું હતું કે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ દરમિયાન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સાથે સંકળાયેલ ડિગ્રી એન્જિનિયરિંગ…