દેશમાં કોરોનાના જેએન-વનના ૨૨ કેસ
નવી દિલ્હી: દેશમાં ગુરુવાર સુધીમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના બાવીસ કેસ નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ શુક્રવારે કહ્યું હતું. દેશમાં કોરોનાના જેએન-વન સબ વેરિયન્ટના નોંધાયેલા બાવીસ કેસમાંથી ૨૧ કેસ ગોવામાં તો એક કેસ કેરળમાં નોંધાયો હોવાનું તેમણે કહ્યું હતું. જોકે આ…
કચ્છમાં ભરશિયાળે માવઠું: રાપર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: અરબી સમુદ્રમાં સર્જાયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર હેઠળ રાજ્યના અમદાવાદ, દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં મોસમ વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. તેવામાં રણપ્રદેશ કચ્છના છેવાડાના વાગડ વિસ્તારમાં શુક્રવારના સવારે અગિયાર…
અમદાવાદમાં અંડરગ્રાઉન્ડ પાણી, ગટર, ડ્રેનેજ સેવાને ડિજિટલ મોડથી આવરી લેવાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા તંત્ર તરફથી પાણી, ગટર અને સ્ટ્રોમ ડ્રેનેજ નેટવર્ક અને લાઈન નાખવા પાછળ મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે. આમ છતાં એક અથવા બીજા કારણસર અંડરગ્રાઉન્ડ નાખવામાં આવેલી લાઈન વિવિધ કારણસર ફરી ખોલવી પડે છે. આવા…
ભેળસેળ કરનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી કરો: ભાજપના જ ધારાસભ્યોનો સીએમને પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તત્ત્વો સામે કડક કાર્યવાહી અને કાયદો બનાવવાની માગ સાથે વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાણાની દ્વારા ફરી એક વખત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. કુમાર કાણાનીએ તંત્રના આરોગ્ય અને ફૂડ…
અમદાવાદ મનપા ગ્રીન પ્રોજેક્ટ માટે ૨૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેર મનપા દ્વારા રૂ.ર૦૦ કરોડના ગ્રીન બોન્ડ જાહેર કરવામાં આવશે જે અંગેની તમામ સત્તાઓ સત્તાધીશો દ્વારા કમિશનરને સોંપવામાં આવી છે. શહેરમાં સતત ચાલતી સ્વચ્છતા ઝુંબેશમાં અગ્રણીઓને સામેલ કરવામાં આવશે આ ઉપરાંત પ્રદૂષણ ઘટાડવા માટે એન્વાયરમેન્ટ સેલની રચના…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કિશોર પંચમતિયા (થાણા) (ઉં.વ. ૬૮) હાલ કાંદિવલી તે તરૂલતાબેનના પતિ. તે સ્વ. નિર્મલાબેન તથા સ્વ. નાથાલાલના પુત્ર. તે કૌશિક તથા હર્ષા દેવેન પારેખના પિતા. તે દેવેન પારેખના સસરા તથા પ્રાણજીવનદાસ હંશરાજ અઢિયાના જમાઈ. આધ્યાના નાના. હાલ કાંદિવલી મુકામે શ્રીજીચરણ પામેલ…
જૈન મરણ
ધારી (કુબડા), હાલ વસઈ સ્વ. કુસુમબેન હીરાચંદ મોતીચંદ દેસાઈના પુત્ર ચંદ્રકાંતભાઈ (ઉં. વ. ૭૬) ૨૧-૧૨-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે નીલાબેનના પતિ. ચૈતાલી, રીતેશ, પ્રિતેશના પિતા. મયુર, અ. સૌ. જોલી, અ. સૌ. પ્રિયંકાના સસરા. રમેશ, અશોક, પંકજ, સુભાષ, રાજેશ, નિરુપા, હર્ષા…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકામાં પાંચ વર્ષ બાદ વન-ડે સિરીઝ જીત્યું ભારત, અર્શદીપની ચાર વિકેટ
પાર્લ: ભારતે સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી ૨-૧થી જીતી લીધી છે. ભારતે શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકા ટીમને ૭૮ રનથી હરાવ્યું હતું. રાહુલની કેપ્ટનશિપમાં ટીમ ૨૦૨૨માં હારી ગઈ હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ ત્રણેય મેચ જીતી હતી.…
- સ્પોર્ટસ
સાઉથ આફ્રિકાના બેટ્સમેન ડીન એલ્ગરે જાહેર કરી નિવૃત્તિ, ભારત સામે રમશે અંતિમ ટેસ્ટ
જ્હોનિસબર્ગ: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ભારત સામે તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. એલ્ગરની અત્યાર સુધીની કારકિર્દી શાનદાર રહી છે. તેણે તેની લગભગ ૧૨ વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં ૮૪ મેચ રમી…