- ધર્મતેજ
ભાઇચારાની સંસ્કૃતિનું વૈશ્ર્વિક પર્વ ક્રિસમસ
નાતાલ -ધીરજ બસાક દુનિયાભરમાં પચીસ ડિસેમ્બરે ક્રિસમસ મનાવવામાં આવે છે. ઇશુ મસીહના જન્મદિવસની ખુશીમાં ખ્રિસ્તીઓ ક્રિસમસની ઉજવણી કરે છે, પરંતુ અન્ય ધર્મના લોકો પણ ભાઇચારો વધારનારા આ તહેવારની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. ભારતમાં હિંદુઓ પણ ક્રિસમસની ઉજવણીમાં મોટા પાયે…
- નેશનલ
બાળકો પર છવાયો શ્રીરામનો જાદુ:
ભોપાલમાં ક્રિસમસની ઉજવણીનો વિરોધ કરવા શનિવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન શ્રીરામની વેશભૂષામાં બાળકો. (એજન્સી)
પ્રવાસીઓની થશે હાલાકી ‘વંદે ભારત ટ્રેન’ને કારણે લોકલના સમયમાં ફેરફાર
મુંબઈ: મહારાષ્ટ્રની રેલવે સેવામાં ૩૦ ડિસેમ્બરે છઠ્ઠી વંદે ભારત ટ્રેન સામેલ થવાની છે. મધ્ય રેલવેમાં સીએસએમટીથી શિર્ડી, સોલાપુર અને મડગાવ આવી ત્રણ વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ૩૦ ડિસેમ્બરે મુંબઈ-જાલના વચ્ચે પણ વંદે ભારત ટ્રેનની સેવા શરૂ કરવામાં…
મધ્ય રેલવેમાં આજે મેગા બ્લોક
મુંબઈ: મધ્ય રેલવેમાં રવિવારે વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામો માટે સવારે ૧૧.૦૫ વાગ્યાથી સાંજે ૩.૫૫ વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવવાનો છે. રવિવારે લેવામાં આવતા બ્લોક વિશે રેલવે પ્રશાસને માહિતી જાહેર કરી છે. રેલવે પ્રશાસને આપેલી માહિતી મુજબ રવિવારે મધ્ય…
ઝૂંપડપટ્ટીઓ થશે ચકાચક ઘરે-ઘરે જઈ કચરો જમા કરવાની પાલિકાની યોજના
મુંબઈ: મુંબઈ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હોવાથી અહીં રોજે લાખો ટન કચરો જમા થાય છે. મુંબઈ મહાપાલિકા દ્વારા શહેરમાં કચરાની સમસ્યાને દૂર કરવા માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. મહાપાલિકાએ શહેરની ઝૂંપડપટ્ટીઓને કચરા મુક્ત કરવા માટે ઘરે-ઘરે…
૨૦ જાન્યુઆરીથી મુંબઈમાં આમરણ ઉપવાસ બીડમાં મરાઠા સમાજની સભામાં જરાંગેનું એલાન
બીડ: મરાઠા આરક્ષણ માટે ચાલી રહેલા મરાઠા સમાજના આંદોલનના ભાગરૂપે શનિવારે રાજ્યના બીડમાં આયોજિત કરવામાં આવેલી સભામાં આંદોલનકારી મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું કે સરકાર સમય પસાર કરીને મરાઠા સમાજની છેતરપિંડી કરી રહી છે. અમારી પણ મર્યાદા છે. હવે મુંબઈમાં ધસી…
- આમચી મુંબઈ
ક્રિસમસમાં કોરોના…
કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે પ્રશાસન દ્વારા લોકોને સતર્ક અને સાવચેતી રાખવાની સલાહ આપી છે. ક્રિસમસ અને નવા વર્ષના આગમની તૈયારીઓને કારણે બજારમાં ભીડ જોવા મળી રહી છે ત્યારે લોકો ફરી માસ્ક સાથે જોવા મળી રહ્યા છે. (અમય ખરાડે)
- આમચી મુંબઈ
મુંબઈ ધૂંધળું…
મુંબઈમાં હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે વાતાવરણ ધૂંધળું જોવા મળી રહ્યું છે. હવામાં ધૂળ અને ધુમ્મસનું પ્રમાણ વધુ હોવાને કારણે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. (અમય ખરાડે)
શનિ શિંગણાપુરમાં દર્શન આડે વિઘ્ન ટ્રસ્ટના કર્મચારીઓ સોમવારથી હડતાળ પર ઊતરશે
અહમદનગર: શનિ દેવના દર્શન માટે પ્રખ્યાત રાજ્યના શનિ શિંગણાપુર દેવસ્થાન ટ્રસ્ટના ૩૭૫ કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હોવાથી દર્શન દુર્લભ થવાની સંભાવના છે. કર્મચારીઓ સોમવારથી (૨૫ ડિસેમ્બરથી) વિવિધ માગણીઓના ટેકામાં હડતાળ પર ઉતરી રહ્યા હોવાથી એ સમય દરમિયાન કામકાજ…
સરકારની માલશેજ ઘાટ ખાતે કાચનો‘સ્કાયવોક’ બનાવવા મંજૂરી
મુંબઈ: રાજ્ય સરકારે થાણે જિલ્લાના સહ્યાદ્રી પર્વતોમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ માલશેજ ઘાટમાં પ્રવાસન સંકુલના ભાગ રૂપે ૧૧૫-મીટર લાંબો ‘ઓ’ આકારનો કાચનો સ્કાયવોક બનાવવાની મંજૂરી આપી છે. આ સ્કાયવોક, ૪.૯૬ હેક્ટરમાં ફેલાયેલો હશે અને ખાનગી સંસ્થાઓ સાથે ભાગીદારીમાં બાંધવામાં આવશે,…