- નેશનલ
ફ્રાન્સે અટકાવેલું વિમાન ૨૭૬ પ્રવાસી સાથે મુંબઈ પરત
સ્વદેશ પરત: શંકાસ્પદ માનવ તસ્કરીને મામલે ફ્રાન્સમાં ચાર દિવસ રોકી રાખવામાં આવેલું પ્રવાસી વિમાન મંગળવારે મુંબઈ આવી પહોંચ્યું હતું. ઍરક્રાફ્ટ, ઍરબસ એ-૩૪૦ મંગળવારે વહેલી સવારે લગભગ ચાર વાગે મુંબઈ આવી પહોંચ્યું હતું. સ્થાનિક સમય પ્રમાણે આ વિમાન પૅરિસસ્થિત હવાઈમથકેથી બપોરે…
હળવદમાં કોર્ટના પરિસરની બહાર ગોળીબાર: છરીઓ મરાઇ
અમદાવાદ: મોરબી જિલ્લાની હળવદ કોર્ટ પરિસર બહાર ફાયરિંગની ઘટના બની હતી. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મિસ ફાયરની…
કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટના દરદીઓ વધ્યા
નવી દિલ્હી : દેશમાં કોવિડ-૧૯ના સબ-વેરિયન્ટ જેએન-વનના છ વધુ કેસ નોંધાતા દેશમાં આ નવા વેરિયન્ટના દર્દીની સંખ્યા વધીને ૬૯ થઈ છે. આના મોટા ભાગના દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં રખાયા છે અને હૉસ્પિટલમાં કોરોનાના દર્દીની સંખ્યા વધી નથી એમ સત્તાવાર સૂત્રોએ…
ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં લિકર પરમિશનના નિયમ જાહેર કરાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી ગિફ્ટ સિટીમાં લિકર પરમિશન અંગે નિયમો મંગળવારે સરકારે જાહેર કર્યો હતા. અધિકૃત અધિકારીની મંજૂરી બાદ જ ગિફ્ટ સિટીના કર્મચારીઓ અને મુલાકાતીઓ દારૂનું સેવન નિયત રેસ્ટરાં કે શોપમાં કરી શકશે. જાહેર કરવામાં આવેલા…
રામ મંદિર પરિસર ‘આત્મનિર્ભર’ હશે
અયોધ્યા: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિર સંકુલ ગટર અને પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ સાથે તેની પોતાની રીતે ‘આત્મનિર્ભર’ હશે, અને તેમાં વૃદ્ધો અને દિવ્યાંગ લોકોની અવરજવરને સરળ બનાવવાની સુવિધાઓ પણ હશે. રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંગળવારે અયોધ્યામાં ટ્રસ્ટના કાર્યાલયમાં કરવામાં…
મોદીની યૂટયૂબ ચેનલના સબ્સ્ક્રાઈબર સૌથી વધુ
નવી દિલ્હી: વિશ્ર્વના નેતાઓની સરખામણીમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યૂટયૂબ ચેનલના સબ્સ્ક્રાઈબર સૌથી વધુ છે. વડા પ્રધાન મોદીના સબ્સ્ક્રાઈબરની સંખ્યા મંગળવારે બે કરોડ થઈ હતી. બ્રાઝિલના ભૂતપૂર્વ પ્રમુખ બોલ્સોનારો બીજા ક્રમે છે જેમના સબ્સ્ક્રાઈબર લગભગ ૬૪ લાખ છે. અમેરિકાના…
પારસી મરણ
પરસી બમનજી દારૂવાલા તે મરહુમ પરવીઝ પી. દારૂવાલાના ખાવીંદ. તે તોરોનેઝ આદીલ હતારીયા અને મરહુમ શીરોઇ પી. દારૂવાલાના બાવાજી. તે બમનજી તથા મરહુમ દૌલતમાય દારૂવાલાના દીકરા. તે આદીલ જાલ હતારીયા અને સ્મીતા એસ. દારૂવાલાના સાસુજી. તે રોહાન એ. હતારીયાના મમાવાજી.…
હિન્દુ મરણ
ઘોઘારી દશા શ્રીમાળીભાવનગર, હાલ વિલેપાર્લે જુહુ રજનીકાંત ભીખાભાઇ મોદી (ઉં. વ.૯૯) તા. ૨૫-૧૨-૨૩ના અવસાન પામેલ છે. તે સ્વ. નિરૂબેનના પતિ. અતુલ, રાજેન્દ્ર તથા કેપ્ટન પ્રશાંતના પિતાશ્રી. સ્વ. રમણભાઇ, સ્વ. રણજીતભાઇ, સ્વ. રસિકભાઇ, સ્વ. હંસાબેન તથા સ્વ. ચતુરબેનના ભાઇ. સ્વ. ભોગીલાલ…
જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી જૈનવિંછીયા નિવાસી હાલ ભાયંદર સ્વ.સુંદરજી ખીમચંદ બગડીયાના પુત્ર ભોગીલાલ સુંદરજી બગડીયા (ઉં. વ. ૮૩) તા. ૨૪-૧૨-૨૩, રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ભારતીબેનના પતિ. તથા મેઘના-જીજ્ઞેશભાઇ, રિદ્ધિ-મેહુલભાઇ તથા ચેતનાબેન હિતેશકુમાર શાહનાં પિતાશ્રી. તથા પાર્શ્ર્વ, હીર, તીર્થના દાદા.…
ગુજરાતીઓને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતી તરીકે આપણને સૌને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃતિ અને તેના સંવર્ધન માટે ગુજરાત વિદ્યાસભાના દરેક પ્રયાસમાં સરકાર સહભાગી બનવા તૈયાર છે એવી ખાતરી મુખ્ય પ્રધાને આપી હતી. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના ૧૭૫મા વિદ્યાજ્ઞાન…