ગુજરાતમાં કોવિડ-૧૯ સબ-વેરિયન્ટના ૩૬ દરદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં હવે કોરોનાનો ફરી એકવાર અજગરી ભરડો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧ના ૩૬ કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત ૮ રાજ્યમાં કુલ ૧૦૯ કેસ છે. જેમાં ગુજરાત સૌથી ટોચ પર હોવાનું કહેવાઇ રહ્યું છે. જોકે…
સુરતની કંપનીનું ₹૨,૨૮૪ કરોડનું રેમિટન્સ કૌભાંડ?
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે જણાવ્યું હતું કે તેણે તાજેતરમાં સુરત સ્થિત એલએલપી ફર્મ અને તેની સાથે જોડાયેલા એકમોના પરિસરમાં રૂ. ૨,૨૮૪ કરોડના કથિત રૂપે “શંકાસ્પદ આઉટવર્ડ રેમિટન્સ કરવા માટે સર્ચ કર્યું હતું. ઇડીએ જણાવ્યું હતું કે સુરત…
ગંગા નદી પર ૪.૫૬ કિમી લાંબો પુલ બંધાશે
કોપરાના લઘુતમ ટેકાના ભાવ વધારાયા નવી દિલ્હી: ગંગા નદી પર છ લેનનો નવો ૪.૫૬ કિમી લાંબો પુલ બાંધવાના પ્રસ્તાવને કેન્દ્રના પ્રધાનમંડળે બુધવારે મંજૂરી આપી દોધી હોવાનું સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. આ પુલ દીઘા અને બિહારના સોનપુરને…
‘મહાદેવ’ એપનો પ્રમોટર ચંદ્રાકર દુબઈમાં નજરકેદ, ભારત લવાશે
આરોપી દીપક નેપાળી છત્તીસગઢમાંથી પકડાયો નવી દિલ્હી: સટ્ટાબાજીના આરોપમાં બંધ કરાયેલી ‘મહાદેવ’ એપના પ્રમોટર અને માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરને દુબઈમાં નજરકેદ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં એને ભારત લાવવામાં આવશે. ‘મહાદેવ’ એપના સૂત્રધારોમાંના એક દીપક નેપાલીને ડ્રગ ક્રાઈમ બ્રાંચ…
એમફિલની ડિગ્રીની માન્યતા રદ
નવી દિલ્હી: માસ્ટર ઓફ ફિલોસોફી (એમફિલ)ની ડિગ્રી માન્યતા પ્રાપ્ત નથી અને આવા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા સામે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (યુજીસી)એ વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. યુજીસીના સચિવ મનીશ જોશીએ કહ્યું કે “એમફિલ અભ્યાસક્રમ માટે કેટલીક યુનિવર્સિટીઓ નવી અરજી મંગાવી રહ્યા છે…
પીએમ જનધન યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ ખાતાઓ હાલમાં નિષ્ક્રિય
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વપૂર્ણ યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત કુલ ૫૧ કરોડથી વધુ બૅન્ક ખાતાઓમાંથી ૧૦ કરોડથી વધુ ખાતા નિષ્ક્રિય થઇ ચૂક્યા હોવાના અહેવાલ છે. જેમાંથી લગભગ પાંચ કરોડ બૅન્ક એકાઉન્ટ મહિલાઓના નામે છે, જે…
વાઇબ્રન્ટ ગુજરાત: ₹ ૨૪,૭૦૭ કરોડના ૩૦ એમઓયુ કરાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં ૧૦ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેના ભાગરૂપે બુધવારે ગાંધીનગર ખાતે વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ.…
સુરતમાં બેફામ બીઆરટીએસ સામે લગામ અકસ્માત બાદ એજન્સી સામે પણ ગુનો નોંધાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરત શહેરમાં કતારગામમાં થયેલા બીઆરટીએસ બસ અકસ્માત બાદ આખરે સુરત મનપા જાગી છે અને તાત્કાલિક ધોરણે પાલિકા મેયર, પાલિકા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડ્રાઈવર અને ક્ધડકટરની લાયકાત નક્કી કરવાની સૂચના અપાઈ…
સાબરમતી રિવરફ્રન્ટ પરના ફ્લાવર શૉમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ભવ્ય સ્કલ્પચર તૈયાર
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના ફ્લાવર શૉ નવું નજરાણું ઉમેરાયું છે. જેમાં સંસદ ભવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભવ્ય સ્કલ્પચર જોવા મળશે. હવે માત્ર ફ્લેવર શૉને ત્રણ જ દિવસ બાકી છે. રાત દિવસ હજારો લોકો દ્વારા પુરજોશમાં ફ્લેવર શૉની તૈયારી ચાલી…
ગુજરાતમાં વૈશ્ર્વિક કંપનીઓ વિશેષ રોકાણ નીતિથી આકર્ષાઇ: વીજીજીએસ ૨૦૨૪ સીમાચિહ્ન બનશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતની ક્ષેત્ર-વિશિષ્ટ નીતિઓએ વ્યાપાર રોકાણો આકર્ષવાના તેના પ્રયત્નોને મદદ કરી છે, જેમાં ભારતના જીડીપીમાં રાજ્યનો ફાળો લગભગ ૮ ટકા, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮ ટકા અને નિકાસમાં ૩૦ ટકા છે જે તેની વૃદ્ધિ પર નીતિઓની અસરના પુરાવા છે એમ…