દૂધ ઉત્પાદક કિસાનો આંદોલનની વેતરણમાં
મુંબઈ: દૂધ ઉત્પાદકોને દૂધના દરમાં પ્રતિ લીટર પાંચ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે એવી ઘોષણા દુગ્ધ વિકાસ ખાતાના પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે સભાગૃહમાં કરી હતી. એક જાન્યુઆરીથી નવી વ્યવસ્થા અમલમાં આવી હોવા છતાં દૂધ ઉત્પાદકોના અનુદાન બાબતે કોઈ હિલચાલ નહીં થઈ…
મુંબઈની કેઇએમ હૉસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ શરૂ થશે લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી
મુંબઈ: મુંબઈ મહાપાલિકાની કેઇએમ હૉસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ ફરી લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી શરૂ કરવામાં આવી છે. આ સર્જરી માટે હૉસ્પિટલમાં આઠ આઇસીયુ બેડની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. કેઇએમ હૉસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ ફરી શરૂ કરવામાં આવતી લીવર ટ્રાન્સપ્લાન્ટની…
ટ્રાન્સપોર્ટ હડતાળ પાછી ખેંચાઈ
લોકોની હાલાકીનો અંતનવી દિલ્હી/મુંબઇ: હિટ એન્ડ રન અંગેનો નવો કાયદો હાલમાં લાગુ નહિ પડવા સરકાર અને ટ્રાન્સપોર્ટ યુનિયન વચ્ચે સમજૂતી થતાં ટ્રક હડતાળનો અંત આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ યુનિયનની સંસ્થા ઑલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કૉંગ્રેસ (એઆઈએમટીસી)એ અને કેન્દ્રીય ગૃહ સચિવ અજય…
મોદી ૯મીથી બે દિવસની ગુજરાત મુલાકાતે વાઈબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન આગામી તા. ૯મી અને તા.૧૦મી જાન્યુઆરીએ ગુજરાતમાં આવશે અને વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા સહિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા.૯મી…
તમિળનાડુને ₹ ૨૦,૧૪૦ કરોડના વિકાસ કાર્યની મોદીની ભેટ
તિરુચિરાપલ્લી: વડા પ્રધાન મોદીએ મંગળવારે તમિળનાડુને રૂ. ૨૦,૧૪૦ કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. જે પ્રોજેક્ટ પૂર્ણ થયા છે તેમનું લોકાર્પણ અને અન્ય કેટલાક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. અહીંના આંતરરાષ્ટ્રીય ટર્મિનલની નવી ઇમારતનું મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. નવી ઈમારત રૂ. ૧,૧૦૦…
ટોક્યોમાં વિમાનમાં આગ: ૩૭૯નો બચાવ, પાંચનાં મોત
ટોકયો : મંગળવારે જાપાનના ટોક્યોના હાનેડા હવાઈમથકના રન-વેમાં એક પ્લેનની બીજા પ્લેન સાથે ટક્કર લાગતાં એમાં આગ લાગી હતી. તેમાં ૩૭૯ લોકો ઉગરી ગયા હતા અને પાંચ જણ માર્યા ગયા હતા. દેશના જાહેર બ્રોડકાસ્ટરે મુકેલા વીડિયોમાં પેસેન્જર પ્લેનની બારીમાંથી આગની…
ક્રૂડ ઓઈલ પરનો વિન્ડફોલ ટૅક્સ વધ્યો
નવી દિલ્હી : સરકારે દેશમાં ઉત્પાદિત ખનીજ તેલ પરના વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે અને ડીઝલ અને એવિયેશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ની નિકાસની લેવી ઘટાડીને એકદમ નાબૂદ કરી છે. સત્તાવાર જાહેરનામા પ્રમાણે દેશમાં ઉત્પાદિત ખનીજ તેલ પરની એડિશનલ એક્સાઈઝ ડયૂટી (એસએઈડી)…
ગુજરાતમાં શીત લહેર નલિયા આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે પારો ગગડી રહ્યો છે. નવા વર્ષના દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. કચ્છનું નલિયા ત્રણ ડિગ્રી જેટલા ઘટાડા સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. નલિયામાં લઘુતમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાન…
લોકસભા ચૂંટણી: ભાજપના ચારથી વધુ સાંસદોની ટિકિટ કપાશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં ફરી લોકસભાની ૨૬ સે ૨૬ બેઠકો જાળવી રાખવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. આગામી લોકસભા ચૂંટણીની જાહેરાત ફેબ્રુઆરી અંત સુધીમાં થવાની સંભાવના છે. બીજી…
અમદાવાદમાં મેડિકલના ગોડાઉનમાં આગ: ફાયરની ૧૮ ગાડીની મદદથી છ કલાક બાદ આગ કાબૂમાં આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા મેડિકલના ગોડાઉનમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની કુલ ૧૮ જેટલી ગાડીઓ અને ૫૦થી વધુ ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મોડી રાત્રે લાગેલી આગ વહેલી…