આજે મુંબઈમાં ૧૦% પાણીકાપ
તો કુર્લા અને ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈતરણા પાઈપલાઈનમાં ગુરુવારથી શુક્રવાર દરમિયાન ૨૪ કલાક સુધી સમારકામ હાથ ધરવામાં આવવાનું છે. આ સમારકામને કારણે ‘એલ’ વોર્ડ કુર્લા અને ‘એસ’વોર્ડ ભાંડુપના અમુક વિસ્તારમાં પાણીપુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે…
અદાણી સામેની તપાસ ખાસ ટીમને સોંપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હી: અદાણી ગ્રૂપ દ્વારા કરાયા હોવાનું કહેવાતા શૅરના ભાવમાંના મેનિપ્યુલેશન (ગેરરીતિ)ની તપાસ ખાસ ટીમ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને ટ્રાન્સફર કરવાનો સર્વોચ્ચ અદાલતે બુધવારે ઇનકાર કર્યો હતો અને શૅરબજારના નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ને નિકાલ વિના પડેલા બે…
ઇડીના સમન્સ છતાં હાજર ના થયા દિલ્હીના મુખ્ય પ્રધાન
ભાજપે કહ્યું- ડરથી ધ્રૂજી રહ્યા છે કેજરીવાલ નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો. ઇડીના સમન્સ છતાં હાજર ન રહેવા બદલ ભાજપે ફરી એકવાર…
આસામમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કરમાં ૧૨નાં મોત
ગોલાઘાટ/જોરહાટ (આસામ): આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે કોલસાથી ભરેલી ટ્રક અને બસ સામસામે ટકરાતા ત્રણ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત અને ૩૮ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. ગોલાઘાટ જિલ્લાકમિશ્નર પી. ઉદય પ્રવીણે પીટીઆઈને જણાવ્યું હતું…
હાશકારો! સાયન,વડાલામાં પાણી પુરવઠો પૂર્વવત્
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઍન્ટોપ હિલમાં રાવજી ગણાત્રા માર્ગ જંકશન પાસે મંગળવારે ૬૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનમાં થયેલા ગળતરનું સમારકામ મંગળવારે મોડી રાતે પૂરું થયા બાદ બુધવારે સાયન, કોલીવાડા, વડાલા અને એન્ટોપ હિલ જેવા પરિસરમાં પાણી પુરવઠો પૂર્વવત્ થયો હતો. ઍન્ટોપ હિલમાં…
- સ્પોર્ટસ
૩૪૯ બૉલમાં ટેસ્ટની પહેલી બે ઇનિંગ્સ થઈ પૂરી, ૧૨૨ વર્ષમાં પહેલી વાર બન્યું
ભારતે લીડ લીધા પછી બૅટિંગમાં શરમજનક પર્ફોર્મ કર્યું ક ૧૧ બૉલમાં છેલ્લી ૬ વિકેટ પડતાં રચાયો વિશ્ર્વવિક્રમ ક ૧૫૩ રન પર ૪ વિકેટ અને ૧૫૩ રન પર જ પડી ૧૦મી વિકેટ ક ૬ ભારતીય બૅટર્સના ઝીરો બોલર ઑફ ધ ડે…
- સ્પોર્ટસ
ફેરવેલ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નર દીકરીઓ સાથે મેદાનમાં ઊતર્યો, ચાહકો ભાવુક થઇ ગયા
સિડની: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ સિડનીમાં શરૂ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર પોતાની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. આ મેચ બાદ વોર્નર ફરી ક્યારેય સફેદ જર્સીમાં જોવા નહીં મળે.…
- સ્પોર્ટસ
ક્રિકેટ મેચ વખતે પેલેસ્ટીન ફ્લેગ સાથે આવી પડ્યા ઇઝરાયલ-વિરોધી પ્રેક્ષકો
કેપ ટાઉન: જેન્ટલમેન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતને ક્યારેક કલંકિત કરી મૂકતી ઘટના બનતી હોય છે. ક્યારેક કોઈક સ્ટેન્ડમાં બે જૂથના પ્રેક્ષકો મારામારી પર ઉતરી પડતા હોય છે તો ક્યારેક સ્ટ્રીકર નગ્ન કે અર્ધનગ્ન અવસ્થામાં મેદાન પર દોડી આવતો હોય…
- સ્પોર્ટસ
ગુજરાત જાયન્ટ્સની આ ઑસ્ટ્રેલિયનનો કયો શોટ મોસ્ટ ફેવરિટ છે?
મુંબઈ: હરમનપ્રીત કૌરના સુકાનમાં આપણી મહિલા ટીમનો આ અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયાની ૨૦ વર્ષની લેફ્ટ-હેન્ડ બેટર ફોબે લિચફીલ્ડને કારણે જ ૦-૩થી વ્હાઇટ વોશ થયો, પરંતુ લખી રાખજો, આ જ સ્ટાઇલિશ બેટરની બે મહિના પછી આપણી જ ધરતી પર…
- સ્પોર્ટસ
સૂર્યકુમારની સાથે કચ્છી ક્રિકેટર પણ ટી-૨૦નો સર્વોચ્ચ પુરસ્કાર જીતવાની હરીફાઈમાં
દુબઈ: સૂર્યકુમાર યાદવ ઘણા અઠવાડિયાથી મેન્સ ટી-૨૦ રૅન્કિંગ્સમાં નંબર-વન છે જ, પણ થોડા દિવસમાં તેની આ યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાઈ શકે એમ છે.સૂર્યાએ ૨૦૨૨માં આઇસીસી મેન્સ ટી-૨૦ ક્રિકેટર ઑફ ધ યરનો અવૉર્ડ જીતી લીધો હતો. હવે ૨૦૨૩ની સાલના આ…