સરકારનો મહાલક્ષ્મી રેસકોર્સ પર ડોળો આદિત્યનો આરોપ
મુંબઈ: શિવસેના ઠાકરે જૂથના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કરેલા આરોપો બાદ મહાલક્ષ્મી રેસકોર્સ ફરી એક વાર ચર્ચામાં છે. આદિત્ય ઠાકરેએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારની નજીકના બિલ્ડર પાસેથી મહાલક્ષ્મી રેસકોર્સની જગ્યા હડપી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને આ માટે…
અંધેરીમાં કૉલેજની વિદ્યાર્થિનીએ ૧૪મા માળેથી ઝંપલાવ્યું
મુંબઈ: વિલેપાર્લેની કૉલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ હતાશામાં બિલ્ડિંગના ૧૪મા માળેથી કથિત રીતે કૂદકો માર્યો હોવાની ઘટના અંધેરીમાં બની હતી. ડી. એન. નગર પોલીસના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ વિધિ પ્રમોદ કુમાર સિંહ તરીકે થઈ હતી. પોલીસને ઘટનાસ્થળેથી એક પાનાની…
મુલુંડમાં ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણે ત્રણ સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુલુંડમાં આવેલા શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણ સરોવરિયા તથા લખપતિયા મહાજન ટ્રસ્ટના ૧.૪૦ કરોડ રૂપિયાની કથિત ઉચાપત કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બનાવટી દસ્તાવેજોને આધારે ખોલવામાં આવેલાં બૅન્ક ખાતાઓમાં જમા થયેલી ભાડૂતોની રકમ અન્યત્ર વાળવામાં…
દૂધ સબસિડી ફોર્મ્યુલામાં સુધારો કરીને વધુ સમાવેશક બનાવશે: મંત્રી
મુંબઈ: મહારાષ્ટ્રના પશુપાલન અને ડેરી વિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દૂધ ઉત્પાદકોને સબસિડી આપવા માટે અગાઉ સ્વીકૃત ફોર્મ્યુલામાં સુધારો કરશે જેથી વધુ ઉત્પાદકોનો સમાવેશ કરી શકાય. નાગપુરમાં રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન, વિખે પાટીલે…
મહારાષ્ટ્ર સરકાર કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે નવા નિગમની સ્થાપના કરશે
નવા કોર્પોરેશનની સ્થાપના માટે કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે પેનલની રચના મુંબઈ, કાપડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે, મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમની તર્જ પર કાપડ ઉદ્યોગ માટે એક નવું નિગમ સ્થાપવાનું નક્કી કર્યું છે. કોર્પોરેશનને મહારાષ્ટ્ર સ્ટેટ ટેક્સટાઇલ ડેવલપમેન્ટ…
ટેસ્ટના પહેલા દિવસે પડી ૨૩ વિકેટ
ભારતના છ ખેલાડીના ઝીરો: આજે હિસાબ સરભર? કેપ ટાઉન : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે અહીં બીજી ટેસ્ટના પહેલા દિવસે ફાસ્ટ બોલરોને જોરદાર અન-ઇવન બાઉન્સ અપાવતી પિચ પર કુલ ૨૩ વિકેટ પડી હતી. યજમાન ટીમનો પ્રથમ દાવ સિરાજની છ વિકેટને…
ગુજરાત લોકસભાની ૨૬ બેઠકો જીતવા આઠ નેતાઓને જવાબદારી સોંપાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: લોકસભા ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ૨૬ બેઠકોને ૩ જૂથમાં વહેંચી દેવામાં આવી છે. આ માટે આઠ નેતાઓને જવાબદારીઓ સોંપાઈ ચુકી છે. ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભાની ૨૬ માંથી ૨૬ બેઠક જીતવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત કરી…
ઈરાનમાં વિસ્ફોટ: ઓછામાં ઓછાં ૧૦૩નાં મોત
તહેરાન: વર્ષ ૨૦૨૦માં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈહુમલામાં મૃત્યુ પામેલા ઈરાનના વિખ્યાત જનરલની યાદમાં યોજાયેલા સમારોહમાં કરવામાં આવેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછાં ૧૦૩ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ૧૮૮ જણ ઘાયલ થયા હોવાનું પ્રસારમાધ્યમના બુધવારના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ઉપલબ્ધ કરાવેલા…
અદાણી સામેની તપાસ ખાસ ટીમને સોંપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
નવી દિલ્હી: અદાણી ગ્રૂપ દ્વારા કરાયા હોવાનું કહેવાતા શૅરના ભાવમાંના મેનિપ્યુલેશન (ગેરરીતિ)ની તપાસ ખાસ ટીમ (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ને ટ્રાન્સફર કરવાનો સર્વોચ્ચ અદાલતે બુધવારે ઇનકાર કર્યો હતો અને શૅરબજારના નિયામક સિક્યોરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)ને નિકાલ વિના પડેલા બે…
ઇડીના સમન્સ છતાં હાજર ના થયા દિલ્હીના મુખ્ય પ્રધાન
ભાજપે કહ્યું- ડરથી ધ્રૂજી રહ્યા છે કેજરીવાલ નવી દિલ્હી: દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો હતો. ઇડીના સમન્સ છતાં હાજર ન રહેવા બદલ ભાજપે ફરી એકવાર…