Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ કંપની છત્તીસગઢ સ્થળાંતરીત થતાં 1992માં મુંબઈ સમાચારમાં જોડાયો. કોવિડ-19ના સમયગાળામાં તંત્રી નીલેશભાઈના સહકારથી મેટિની પૂર્તિમાં નાની નાની સ્ટોરી લખવાનો મોકો મળ્યો અને છેલ્લા ચાર વરસથી શિવ રહસ્ય નામની કોલમ લખી રહ્યો છું.
  • ‘ઝીરો પ્રિસ્ક્રિપ્શન’ યોજના માટે ₹૧,૦૦૦ કરોડની જોગવાઈ

    મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની તમામ હૉસ્પિટલોમાં મ્યુનિસિપલ વહીવટીતંત્રે ‘શૂન્ય દવા ચિઠ્ઠી યોજના’ (ઝીરો પ્રિસ્ક્રિપ્શન) લાગુ કરવાનો નિર્ણય લીધો હોવાથી, દર્દીઓએ બહારથી કોઈ દવા ખરીદવાની જરૂર રહેશે નહીં. આ હેતુ માટે રૂ. ૧૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ…

  • નેશનલ

    મતદારોની લાઇન :

    બાંગ્લાદેશમાં રવિવારે થયેલી સામાન્ય ચૂંટણી વખતે ચિતાગોંગના કેમિલામાં મતદાન કરવા માટે લાંબી લાઇનો લાગી હતી. જો કે, ચૂંટણીમાં વિપક્ષે ભાગ લીધો ન હોવાથી માત્ર ૪૦ ટકા જ મતદાન થયું હતું. (એજન્સી)

  • નેશનલ

    આગ હી આગ :

    બાંગ્લાદેશના કોકસ બજાર જિલ્લામાં આવેલા કુટુપલોંગમાં રોહિંગ્યા શરણાર્થી શિબિરમાં આગ લાગતાં અનેક તંબૂ બળી ગયા હતા. (એજન્સી)

  • નેશનલ

    નદીનાં વહેણ થીજી ગયાં:

    અનંતનાગ જિલ્લાના ચંદનવાડી વિસ્તારમાં આવેલી નદીનું પાણી થીજી જતાં પર્યટકોને અનેરું દૃશ્ય જોવા મળ્યું હતું. કાશ્મીરના અનેક વિસ્તારોમાં ૪૦ દિવસની કારમી ઠંડીની શરૂઆત થતાં ઠેર ઠેર આવાં દૃશ્યો જોવા મળે છે. (પીટીઆઇ)

  • કૉંગ્રેસે ઈન્ડિયા બ્લોકના સાથીપક્ષો સાથે બેઠકની વહેચણી માટે વાતચીત શરૂ કરી

    નવી દિલ્હી : કૉંગ્રેસે આંતરિક મસલતો બાદ લોકસભા ચૂંટણી માટે વિરોધ પક્ષના બ્લોક ઈન્ડિયાના સમાન વિચારસરણી ધરાવતા સાથીપક્ષો સાથે વાતચીત શરૂ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પક્ષના સિનિયર નેતાઓને જોડાણના બીજા નેતાઓનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. અમુક પક્ષો…

  • ભારત અને મોદીનું અપમાન માલદીવને ભારે પડ્યું

    ત્રણ પ્રધાન સસ્પેન્ડ: ટાપુઓના આ દેશનો બહિષ્કાર કરવા હાકલ માલે: માલદીવના ત્રણ પ્રધાનને ભારત અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા અને અપમાન કરવાનું ભારે પડ્યું છે અને માલદીવની સરકારને પોતાના ત્રણ પ્રધાનને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. દરમિયાન, ભારતના…

  • કડકડતી ઠંડીના કારણે દિલ્હીની સ્કૂલોમાં વેકેશન લંબાવાયું

    નવી દિલ્હી: દિલ્હીમાં કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં પ્રાથમિક વર્ગોના વિદ્યાર્થીઓ માટે શિયાળુ વેકેશન ૧૨ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે. દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ રવિવારે આ માહિતી આપી હતી. અગાઉ સાત જાન્યુઆરી સુધી શિયાળાના વેકેશન પછી સોમવારે શાળાઓ ફરી…

  • શ્રીકાંત શિંદે, સુકાંત મજુમદાર સહિત પાંચ સાંસદને સંસદ રત્ન અવૉર્ડ

    નવી દિલ્હી: ભાજપના સુકાંત મજુમદાર અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે સહિત લોકસભાના પાંચ સાંસદને આ વર્ષના સંસદ રત્ન અવૉર્ડ માટે પસંદ કરાયા છે.ભાજપના સુધીર ગુપ્તા, એનસીપીના અમોલ રામસિંહ કોલ્હે અને કૉંગ્રેસના કુલદીપરાય શર્માની પણ આ અવૉર્ડ માટે પસંદગી થઇ છે.…

  • તૃણમૂલના નેતાની ધરપકડ કરવા રાજ્યપાલનો આદેશ

    કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓની ટીમ પરના હુમલાના સંબંધમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવા અને તેના ત્રાસવાદીઓ સાથેના કહેવાતા સંબંધની તપાસ કરવા આદેશ આપ્યો હતો. શાહજહાં શેખના ત્રાસવાદીઓ સાથેના કહેવાતા…

  • વડા પ્રધાન આજથી ત્રણ દિવસ ગુજરાતમાં

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અને લોકસભા ચૂંટણીને પણ ગણતરીના મહિના જ બાકી છે. આ બધાની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૮મી જાન્યુઆરીથી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડા પ્રધાન ૯મી જાન્યુઆરીના…

Back to top button