થાણેમાં વેપારીની ગળાફાંસો ખાઇ આત્મહત્યા
થાણે: થાણે પશ્ચિમમાં હીરાનંદાની એસ્ટેટ ખાતે સોસાયટીમાં રહેતા 42 વર્ષના વેપારીએ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કાસારવડવલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ વેપારીએ ડિપ્રેશનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના જણાવ્યા…
- આમચી મુંબઈ

બાણગંગા તળાવના જિર્ણોદ્ધારને આડે આવતા 12 બાંધકામને તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પ્રખ્યાત બાણગંગા તળાવ અને પરિસરના જીર્ણોદ્ધારના કામમાં અડચણરૂપ રહેલા 12 બાંધકામને તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા હાથ ધરી હતી. વર્ષોથી રહેલા આ બાંધકામ દૂર થવાને કારણે ખુલ્લી થયેલી જગ્યાનો નાગરી સુવિધા માટે ઉપયોગ કરાશે.દક્ષિણ મુંબઈના વાલકેશ્વર…
ઈન્દ્રાણી મુખર્જી પરની દસ્તાવેજ-સિરીઝનીરિલીઝ 29 ફેબ્રુઆરી સુધી અટકાવી
હાઇ કોર્ટનો સીબીઆઈ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનો આદેશ મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે ગુરુવારે બોમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે તે શીના બોરા હત્યા કેસની આરોપી ઈન્દ્રાણી મુખર્જી પરની ડોક્યુમેન્ટરી સિરીઝને 29 ફેબ્રુઆરી સુધી રિલીઝ કરશે નહીં.જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા…
એસીમાં શૉર્ટસર્કિટ પછી ધુમાડાને કારણે ગૂંગળામણથી કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો
મુંબઈ: ઍરકન્ડિશનરમાં શૉર્ટસર્કિટ પછી ઘરમાં ફેલાઈ ગયેલા ધુમાડાને કારણે ગૂંગળામણથી કચ્છી મહિલાએ જીવ ગુમાવ્યો હોવાની આંચકાજનક ઘટના વિલેપાર્લેમાં બની હતી.અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સ્વરૂપા શાહ (43) તરીકે થઈ હતી. આ પ્રકરણે વિલેપાર્લે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી…
ધો. 10 અને 12માની પરીક્ષાની પાર્શ્વભૂમિ પર રાજ્ય શિક્ષણ બોર્ડનો સંકેત
પેપર ફૂટ્યા હોવાની અફવા ફેલાવનારા વિરુદ્ધ કાર્યવાહી થશે મુંબઈ: રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી લેવામાં આવનારી બારમા ધોરણની પરીક્ષા ગુરુવારથી શરૂ થઇ, જ્યારે 10મા ધોરણની પરીક્ષા પહેલી માર્ચથી શરૂ થવાની છે. પરીક્ષા બાબતે સોશિયલ મીડિયા તેમ જ…
જૂહુના હીરાદલાલ વિરુદ્ધ 8.69 કરોડની છેતરપિંડીનો બીજો ગુનો નોંધાયો
મુંબઈ: હીરાવેપારી સાથે 8.69 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીનો મામલો સામે આવતાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે જૂહુમાં રહેતા હીરાદલાલ મેહુલ ઝવેરી (45) વિરુદ્ધ મંગળવારે બીજો ગુનો નોંધ્યો હતો.ઝવેરી અને તેના બે સાથી આ જ પ્રકારે ઠગાઈ કરવાના એક કેસમાં પોલીસ કસ્ટડીમાં…
હિમાચલમાં શીતલહેર
સિમલા: હિમવર્ષા અને વરસાદને પગલે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા હિમાચલ પ્રદેશનો મોટાભાગના વિસ્તારમાં ભારે ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઊચાણવાળા આદિવાસી વિસ્તારમાં તાપમાન માઈનસ 15થી 20 ડિગ્રી રહ્યું હોવા વચ્ચે લાહોલ અને સ્પિતી સૌથી ઠંડા પ્રદેશ રહ્યા હતા.અહેવાલ મુજબ લાહોલ…
રાજ્યમાં બેવડી ઋતુ: સવારે ઠંડી અને બપોરે ગરમી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અચાનક ફરી એકવાર જાણે શિયાળો બેઠો હોય તેવી ઠંડી સમી સાંજથી શરૂ થઇ જાય છે તેમજ બપોરે સૂર્યનારાયણ પણ તપી રહ્યા છે આમ બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. બેવડી સિઝનના કારણે લોકોનું આરોગ્ય…
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કૉંગ્રેસ લોકસભાની બે બેઠક આપશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટેની રણનીતિ ભાજપ અને કૉંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ઘડવામાં આવી રહી છે, બીજીલ બાજુ ભચ સહિતના ચારથી છ બેઠકો માગી રહેલી આમ આદમી પાર્ટીને કૉંગ્રેસે બે બેઠકો ફાળવી હોવાની ચર્ચાએ વેગ…
અમદાવાદ એરપોર્ટ પરથી સસ્તી ટૅક્સી મળશે: ઓછામાં ઓછું 37.50 ભાડું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટૅક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી હતી, જેમાં સેલ્ફ ડ્રાઇવ કાર, કાર…
