કોરોનાથી રાજ્યમાં બુધવારે બેનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યમાં બુધવારે કોરોનાથી બે દર્દીના મૃત્યુ થયા હતા. તો દિવસ દરમિયાન કોરોનાના નવા ૯૮ દર્દી નોંધાયા હતા. તો અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટના ૨૫૦ દર્દી થઈ ગયા છે, જેમાં મુંબઈમાં જ ૨૨ દર્દીનો સમાવેશ થાય છે.…
રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં વરસાદની આગાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના જુદા જુદા વિસ્તારમાં મંગળવારે મોડી રાતના વરસાદના હળવા ઝાપટાં પડ્યા બાદ બુધવારે દિવસ દરમિયાન વાદળિયું વાતાવરણ રહ્યું હતું. તો રાજ્યમાં આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન હળવા વરસાદના ઝાપટાં પડવાની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મંગળવાર…
માટુંગાનો ઝેડ બ્રિજ ત્રણ મહિના બંધ
મુંબઇ: માટુંગાનો ઝેડ પેડેસ્ટ્રિયન બ્રિજ સમારકામ માટે ત્રણ મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. આથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશ્ર્ચિમ રેલવેના માટુંગા સ્ટેશનથી મધ્ય રેલવેના માટુંગા રેલવે સ્ટેશન પહોંચવા માટે મુસાફરોએ દાદર સ્ટેશનેથી ફરીને આવવું પડશે. દાદર…
મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બે કલાકનો બ્લોક
મુંબઈ: ૧૧ જાન્યુઆરી, ગુરુવારે મુંબઈ-પુણે યશવંતરાવ ચવ્હાણ એક્સપ્રેસ વે પર બે કલાકનો ટ્રાફિક બ્લોક લાદવામાં આવ્યો છે. ગુરુવારે બપોરે ૧.૩૦ થી ૩.૩૦ દરમિયાન , મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ૯.૮૦૦ કિમી (પનવેલ એક્ઝિટ) અને ૨૯,૪૦૦…
- આમચી મુંબઈ
વિકાસાર્થે…:
મુંબઈમાં વિવિધ જગ્યાએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે ત્યારે માનખુર્દ પર મેટ્રોના કામ દરમિયાન લાઇટ ડિરેક્શન માટે ટાવર ઊભા કરવામાં આવ્યા છે જેના પર કામ કરી રહેલા કર્મચારીઓ તસવીરમાં નજરે પડે છે. (અમય ખરાડે)
- નેશનલ
દેશનું અર્થતંત્ર ઝડપથી વિકસશે: મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારત આજે વિશ્ર્વની પાંચમી મોટી ઇકોનોમી છે, આગામી વર્ષોમાં ટોપ-થ્રીમાં લઈ જવાનો અમારો સંકલ્પ છે. વિશ્ર્વ હવે ભારતને સ્થિરતાના પર્યાય તરીકે, વિશ્ર્વાસપાત્ર મિત્ર, જન કેન્દ્રિત વિકાસમાં વિશ્ર્વાસ રાખતા ભાગીદાર, વૈશ્ર્વિક અર્થતંત્રમાં વૃદ્ધિના એન્જિન, ઉકેલ શોધતા ટેકનોલોજીના કેન્દ્ર…
- નેશનલ
શિંદે શિવસેના ખરી
ઉદ્ધવ જૂથની રજૂઆતનો સ્પીકર દ્વારા અસ્વીકાર મુંબઈ : મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બુધવારે ચુકાદો આપ્યો હતો કે ૨૧ જૂન, ૨૦૨૨એ મૂળ શિવસેનામાં હરીફ જૂથોનો ઉદય થયો ત્યારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળનું જૂથ ‘સાચો રાજકીય પક્ષ’ હતો. તેમણે શિંદેના નેતૃત્વ…
વાઇબ્રન્ટ સમિટ અમૃત ભવિષ્યનોરોડમેપ તૈયાર કરશે: ભૂપેન્દ્ર પટેલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઈબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ કહી છે તે…
કચ્છમાં શીતલહેર: નલિયામાં ૯ ડિગ્રી
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ:ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળસીમાની નજીક આવેલા કચ્છના અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાને વેગીલા પવનો સાથે ચડી આવેલી કાતિલ ઠંડીએ જાણે મુકામ બનાવ્યું હોય તેમ ઠંડીમાં રાહત વર્તાવવાની આશા ફરી ધૂળધાણી થવા પામી છે અને આજે નલિયા ખાતે…
ગુજરાત, મહારાષ્ટ્રના નોકરી કૌભાંડનો પર્દાફાશ
ભુવનેશ્ર્વર: ઓડિશા સરકારની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યુ) એ બુધવારે ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના અખિલ ભારતીય જોબ રેકેટનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો હતો અને તેમાં કથિત સંડોવણી બદલ ત્રણ જણની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કથિત રેકેટ ચલાવતી ગેંગના સભ્યો…