અમદાવાદ એરપોર્ટ પરથી સસ્તી ટૅક્સી મળશે: ઓછામાં ઓછું 37.50 ભાડું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરોની સુવિધા માટે સિટી ટૅક્સીની નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવા એરપોર્ટથી અન્ય કોઈ સ્થળ પર પહોંચવા માટે સાત સુવિધાઓ મળી રહેતી હતી, જેમાં સેલ્ફ ડ્રાઇવ કાર, કાર…
- આમચી મુંબઈ
બાણગંગા તળાવના જિર્ણોદ્ધારને આડે આવતા 12 બાંધકામને તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના પ્રખ્યાત બાણગંગા તળાવ અને પરિસરના જીર્ણોદ્ધારના કામમાં અડચણરૂપ રહેલા 12 બાંધકામને તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા હાથ ધરી હતી. વર્ષોથી રહેલા આ બાંધકામ દૂર થવાને કારણે ખુલ્લી થયેલી જગ્યાનો નાગરી સુવિધા માટે ઉપયોગ કરાશે.દક્ષિણ મુંબઈના વાલકેશ્વર…
થાણેમાં વેપારીની ગળાફાંસો ખાઇ આત્મહત્યા
થાણે: થાણે પશ્ચિમમાં હીરાનંદાની એસ્ટેટ ખાતે સોસાયટીમાં રહેતા 42 વર્ષના વેપારીએ પોતાના ફ્લેટમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કાસારવડવલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કર્યો હોઇ વેપારીએ ડિપ્રેશનમાં અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.પોલીસના જણાવ્યા…
મહેસાણામાં વડા પ્રધાનના હસ્તે 13,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોની ભેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉ.ગુજરાતના વિવિધ વિભાગોનું રૂ.13,000 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તરભ વાળીનાથ ધામથી કર્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વડા પ્રધાને રૂ.2,042 કરોડના ખર્ચે ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક પ્રોજેકટનું લોકાર્પણ…
- નેશનલ
ઝલક:
આંદામાન-નિકોબાર ટાપુમાં રાધાનગર બીચ, સ્વરાજ ટાપુ ખાતે બુધવારે આંદામાન-નિકોબાર કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયતની ઝલક. (એજન્સી)
ચીનના હેકર્સે ભારત સરકારના ગુપ્ત દસ્તાવેજો હેક કર્યા!
નવી દિલ્હી: ચીનના એક હેકર ગ્રુપે ભારતમાં મોટો સાઈબર અટેક કર્યો હોવાનો દાવો કર્યો છે. હેકર્સે ભારતના વડા પ્રધાન કાર્યાલય ઉપરાંત ભારત સરકારના મુખ્ય કાર્યાલયો તથા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને એર ઈન્ડિયાને નિશાન બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.એક અહેવાલ મુજબ…
ધો. 10 અને 12માની પરીક્ષાની પાર્શ્વભૂમિ પર રાજ્ય શિક્ષણ બોર્ડનો સંકેત
પેપર ફૂટ્યા હોવાની અફવા ફેલાવનારા વિરુદ્ધ કાર્યવાહી થશે મુંબઈ: રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી લેવામાં આવનારી બારમા ધોરણની પરીક્ષા ગુરુવારથી શરૂ થઇ, જ્યારે 10મા ધોરણની પરીક્ષા પહેલી માર્ચથી શરૂ થવાની છે. પરીક્ષા બાબતે સોશિયલ મીડિયા તેમ જ…
- શેર બજાર
નિફ્ટી ફરી એક વખત તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી પર, સેન્સેક્સમાં 535 પોઈન્ટનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સેન્સેક્સમાં 535 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી ફરી એક વખત તાજી ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો છે. અત્યંત અસ્થિર સત્રમાં, પ્રારંભિક સત્રની તમામ નુકસાનીને ભૂંસી નિફ્ટીએ સાર્વત્રિક લેવાલીના ટેકા હેઠળ 22,252.50 પોઇન્ટની તાજી સર્વોચ્ચ સપાટી…
અમૂલને વિશ્વની નંબર વન ડેરી બનાવવા તમામ સહયોગની ગેરંટી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: 50 વર્ષ પહેલા ગુજરાતનાં ગામોએ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને તેની શાખાઓ દેશ વિદેશમાં ફેલાઈ છે. અમૂલ વિશ્વની નંબર વન ડેરી બને એ માટે સરકાર તમામ સહયોગ આપશે,…
ભારત બનશે 10 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખની આગાહી
સમગ્ર વિશ્વ ભારતમાં થઇ રહેલા ઝડપી આર્થિક વિકાસની પ્રશંસા કરી રહ્યું છે. હાલમાં જ જેફરીઝે ભારત 2027 સુધીમાં પાંચ ટ્રિલિયન ડૉલરના જીડીપી સાથે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી હતી. હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડે એવી આગાહી…