Bharat Patel, Author at મુંબઈ સમાચાર | Page 112 of 316
  • નેપાળમાં બસ અકસ્માત: ૧૨નાં મોત

    કાઠમાંડૂૃ : નેપાળના લુમ્બિની પ્રાંતમાં બે ભારતીય સહિત ૧૨ પ્રવાસીનાં બસ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાતે એક પ્રવાસીબસ ભાગલુબાગમાં પુલ પરથી રાપ્તી નદીમાં ખાબકી હતી. બસ નેપાલગંજથી કાઠમંડૂ જઈ રહી હતી. ધ કાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ અનુસાર રાપ્તી…

  • ઇડીએ દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું

    નવી દિલ્હી: ઇડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ જારી કર્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ૧૮ જાન્યુઆરીએ અહીં તેના મુખ્યમથક ખાતે એજન્સી…

  • તાઈવાનમાં ચિન્ગ ટે પ્રમુખપદે ચૂંટાયા

    તાઈપેઈ: તાઈવાનની ચૂંટણીમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી)ના ઉમેદવાર લાઈ ચિન્ગ ટે વિજયી નીવડ્યા હતા. ચીન આ ટાપુની માલિકીનો દાવો કરી રહ્યું હોવાને કારણે ચીનની મુખ્ય જમીન અને તાઈવાન ટાપુ વચ્ચેના ૧૧૦ માઈલ પહોળા પાણીના પટ્ટાની સ્થિરતા અને શાંતિ દાવ પર…

  • ઘર ખરીદનારાઓ માટે રાહત પાંચ વર્ષ પછી કરાર રદ થાય તો પણ સ્ટેમ્પ ડયૂટીના પૈસા પરત મળશે

    સામાન્ય રીતે બિલ્ડર પાસેથી મકાન ખરીદનાર ગ્રાહક જો પોતાનો કરાર પાંચ વર્ષની અવધિમાં રદ કરે તો જ સ્ટેમ્પ ડ્યૂટી પરત કરવામાં આવે છે, પાંચ વર્ષ પછી કોન્ટ્રાક્ટ કેન્સલ થાય તો સ્ટેમ્પ ડ્યૂટીનું રિફંડ મળતું નથી. આવો નિયમ હોવા છતાં, કોન્ટ્રાક્ટ…

  • નાગરિકોના પૈસા લેખે લાગ્યા પાલિકાની ડિપોઝિટમાંથી ₹ પાંચ હજાર કરોડ વિકાસ કામોમાં વપરાયા

    મુંબઈ: ભારતની સૌથી ધનિક ગણાતી મહાપાલિકાની થાપણોમાં રૂપિયા પાંચ હજાર કરોડનો ઘટાડો થયો છે. રિઝર્વ ફંડનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈ રહ્યો હોવાના કારણે આ ઘટાડો થયાનું સ્પષ્ટ થયું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં મહાનગરપાલિકાની ફિક્સ ડિપોઝીટ ૯૨ હજાર કરોડથી વધુ હતી. જોકે,…

  • ઉતરાણ ઉજવી મુંબઈ પાછા ફરનારાઓ માટે મુશ્કેલી

    મુંબઈથી ગુજરાત વચ્ચે અમુક ટ્રેનો રદ: બે દિવસ બ્લોક મુંબઈ: ઉત્તરાયણના તહેવાર પછી મુંબઈથી ગુજરાત કે ગુજરાતથી મુંબઈ પાછા ફરનારા પ્રવાસીઓ એક મહત્વના સમાચાર આવ્યા છે, કારણ બે દિવસનો મહત્ત્વનો બ્લોક હાથ ધરવામાં આવશે. ગુજરાતના ભીલાડ અને કરમબેલી સ્ટેશનની વચ્ચે…

  • આમચી મુંબઈ

    અટલ સેતૂ પર વાહનચાલકોની પ્રથમ અદ્ભુત સફર

    શુભારંભ… મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે કે અટલ સેતૂનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું અને શનિવારથી આ માર્ગ પરથી વાહનોની અવરજવર શરૂ થઇ હતી. (અમય ખરાડે) મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક એટલે…

  • આમચી મુંબઈ

    ડોંબિવલીમાં અંડર ક્ધસ્ટ્રક્શન બિલ્ડિંગમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

    (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: ડોંબિવલી (પૂર્વ)માં પલાવા ફેઝ-બે, ખોણીમાં ૧૮ માળની એક અંડર ક્ધસ્ટ્રક્શન બિલ્ડિંગના ડક્ટમાં શનિવારે બપોરના અચાનક આગ ફાટી નીકળી હતી. ક્ષણભરમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાં બિલ્ડિંગના પાંચમા માળથી ટેરેસ સુધીના માળા બળીને ખાખ થઈ ગયા…

  • દીઘા સ્ટેશનના ઉદ્ઘાટન સાથે થાણે સ્ટેશન પર ભીડ ઓછી થશે

    મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી મુંબઈમાં દીઘા સ્ટેશનની સાથે ખારકોપરથી ઉરણ માર્ગમાં રેલવે સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારના નવી મુંબઈ નજીક ત્રીજી મુંબઈ વિકસાવવાના પ્લાનની શરૂઆત ઉદ્ઘાટન કાર્યક્રમથી થઈ હતી. વડા પ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં…

  • આમચી મુંબઈ

    આજે છેલ્લો દિવસ…

    મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે ભારતીય હવાઇ દળ દ્વારા યોજાયેલા ઍર શોમાં જવાનો દ્વારા અદ્ભુત કવાયત રજૂ કરવામાં આવી હતી. શનિવારે ઍર ફોર્સની આકાશગંગા ટીમ દ્વારા કરાયેલા પૅરા જંપમાં મુંબઈ ઍર શો લખેલું બેનર ફરકાવવામાં આવ્યું હતું. (અમય ખરાડે)

Back to top button