દીઘા સ્ટેશનના ઉદ્ઘાટન સાથે થાણે સ્ટેશન પર ભીડ ઓછી થશે
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી મુંબઈમાં દીઘા સ્ટેશનની સાથે ખારકોપરથી ઉરણ માર્ગમાં રેલવે સેવાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મહારાષ્ટ્ર સરકારના નવી મુંબઈ નજીક ત્રીજી મુંબઈ વિકસાવવાના પ્લાનની શરૂઆત ઉદ્ઘાટન કાર્યક્રમથી થઈ હતી. વડા પ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં…
અટલ સેતુ પાર કર્યા બાદ પ્રવાસીઓને સહન કરવો પડશે ટ્રાફિક જામ
મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈ એમ બે શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા માટે દરિયાઈ પુલ બનાવવાનો ખ્યાલ ઘણા વર્ષો પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. આખરે તે ખ્યાલ વાસ્તવિકતામાં પરિવર્તિત થઇ ગયો. વડા પ્રધાન મોદીના હસ્તે અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવાશેવા બ્રિજનું…
‘ક્લીન મુંબઈ ’ માટે ફરી ક્લિન અપ માર્શલ રસ્તા પર
ડિજીટલી દંડ વસૂલાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છેલ્લા અનેક વર્ષથી દેશવ્યાપી સ્વચ્છ સર્વેક્ષણમાં મુંબઈ સતત ઉતરતા ક્રમમાં રહ્યું છે. ‘ડીપ ક્લીન’ જેવી ઝુંબેશની પણ જોઈએ તેવી અસર વર્તાતી નથી ત્યારે હવે મુંબઈ મહાનગરપાલિકાએ કોવિડ મહામારી દરમિયાન ગંદકી ફેેલાવનારા સામે દંડાત્મક કાર્યવાહી…
- આમચી મુંબઈ
આજે છેલ્લો દિવસ…
મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે ભારતીય હવાઇ દળ દ્વારા યોજાયેલા ઍર શોમાં જવાનો દ્વારા અદ્ભુત કવાયત રજૂ કરવામાં આવી હતી. શનિવારે ઍર ફોર્સની આકાશગંગા ટીમ દ્વારા કરાયેલા પૅરા જંપમાં મુંબઈ ઍર શો લખેલું બેનર ફરકાવવામાં આવ્યું હતું. (અમય ખરાડે)
પ. બંગાળના પુરુલિયામાં પાલઘર પાર્ટ-ટૂ
સાધુઓને નિર્વ કરી ઢોરમાર મરાયો: ૧૨ની ધરપકડ કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના પુરુલિયામાં મહારાષ્ટ્રના પાલઘર જેવો જ બનાવ નોંધાયો હતો. ત્રણ વર્ષ અગાઉ પાલઘરમાં આ જ રીતે સાધુઓ પર હુમલો કરી તેમને મારી નાખવામાં આવ્યા હતા.શનિવારે મહારાષ્ટ્ર સરકારે મૃત સાધુઓના પરિવારજનોને રૂ.…
ચીન સાથેનો સીમાવિવાદ ન ઉકેલાય ત્યાં સુધી સંબંધ સામાન્ય નહિ થાય: જયશંકર
નાગપુર: વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે જણાવ્યું હતું કે ચીન સાથેનો સીમાવિવાદ જ્યાં સુધી નહિ ઉકેલાય ત્યાં સુધી તેની સાથેના સંબંધ સામાન્ય નહિ થાય. તેમણે ‘ભૌગોલિક-રાજકારણમાં ભારતનો ઉદય’ વિષય પર અહીં યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન સરહદ…
અમેરિકામાં વાવાઝોડાને પગલે ૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ
શિકાગો: અમેરિકામાં શક્તિશાળી વાવાઝોડાની અસરમાં આવ્યું છે, જેને કારણે લોકોનું જનજીવન ખોરવાઇ ગયું છે. વાવાઝોડાને કારણે સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને અનેક ફ્લાઇટો વિલંબથી ઉડાન ભરી રહી છે. એક અહેવાલ અનુસાર વાવાઝોડાને કારણે મિડવેસ્ટ અને સાઉથમાં અત્યાર સુધીમાં…
શાીય ગાયિકા પ્રભા અત્રેનું અવસાન
પુણે : જાણીતા શાીય ગાયિકા ડૉક્ટર પ્રભા અત્રેનું હૃદયરોગના હુમલાને પગલે ૯૨ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. હિન્દુસ્તાની શાીય સંગીતના કિરાણા ઘરાણાનું પ્રતિનિધિત્વ કરતાં પ્રભાને ભારત સરકારે ત્રણેય પ્રકારના પદ્મ અવૉડથી સન્માનિત કર્યા હતા. તેમને કોથુર્ડ વિસ્તારની…
નેપાળમાં બસ અકસ્માત: ૧૨નાં મોત
કાઠમાંડૂૃ : નેપાળના લુમ્બિની પ્રાંતમાં બે ભારતીય સહિત ૧૨ પ્રવાસીનાં બસ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાતે એક પ્રવાસીબસ ભાગલુબાગમાં પુલ પરથી રાપ્તી નદીમાં ખાબકી હતી. બસ નેપાલગંજથી કાઠમંડૂ જઈ રહી હતી. ધ કાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ અનુસાર રાપ્તી…
ઇડીએ દિલ્હી એક્સાઇઝ પૉલિસી કેસમાં કેજરીવાલને ચોથું સમન્સ પાઠવ્યું
નવી દિલ્હી: ઇડીએ દિલ્હી એક્સાઇઝ પોલિસી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ચોથી વખત સમન્સ જારી કર્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને ૧૮ જાન્યુઆરીએ અહીં તેના મુખ્યમથક ખાતે એજન્સી…