ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

2025 સુધી Rahu આ રાશિના જાતકોને કરાશે જલસા જ જલસા… જોઈ લો તમારી રાશિ તો નથી ને?

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની સ્થિતિ અને ખાસિયતો વિશે જણાવવામાં આવ્યું છે. આજે આપણે અહીં આવા જ એક ગ્રહ વિશે વાત કરવાના છીએ. આ ગ્રહ છે માયાવી ગ્રહ રાહુ. રાહુની સ્થિતિ જેમની પણ કુંડળીમાં મજબૂત હોય એવા લોકો રાજકારણમાં મોટું નામ કમાવે છે. તેમની ઉંચા પદ, પ્રતિષ્ઠા અને વૈભવની પ્રાપ્તિ થાય છે. જ્યારે રાહુની નકારાત્મક સ્થિતિ વ્યક્તિનું જીવન તહેસનહેસ થઈ જાય છે.

રાહુ દર દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે અને હાલમાં રાહુ મીન રાશિમાં છે અને આગામી એક વર્ષમાં રાહુ મીનમાં જ ગોચર કરશે. રાહુ-કેતુ હંમેશા ઉલટી ચાલ ચાલે છે અને એક સાથે રાશિ બદલે છે. રાહુએ 30 ઓક્ટોબર, 2023 સુધી મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કર્યું છે. હવે મીન રાશિમાં 18મી મે, 2025ના સાંજે 4.30 કલાક સુધી રહેશે. ત્યાર બાદ તેઓ કુંભ રાશિમાં ગોચર કરશે. રાહુ મીન રાશિમાં રહેશે એ દરમિયાન ત્રણ રાશિના જાતકોને 2025 સુધી લાભ કરાવી રહ્યા છે. આવો જોઈએ મે, 2025 સુધી રાહુ કઈ કઈ રાશિને જલસા કરાવી રહ્યા છે…

વૃષભઃ

વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભ કરાવી રહ્યા છે. આ લોકોને ધન-સંપદાની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. આ લોકોને અનેક સ્રોતમાંથી આવક કરાવી રહ્યા છે, જેની તમે કલ્પના નહીં કરી હોય. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. આજે તમારી કોઈ મોટી ઈચ્છા પૂરી થઈ રહી છે. જીવનમાં ખુશહાલી આવશે. નવા ઘર, ગાડીનું સુખ પ્રાપ્ત થશે. રોકાણથી લાભ થઈ રહ્યો છે. લાંબી યાત્રાથી લાભ થઈ રહ્યો છે. કરિયરમાં પણ પ્રગતિ થશે.

મિથુનઃ

મિથુન રાશિના જાતકોને રાહુ શુભ પરિણામ આપી રહ્યા છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. કામમાં સફળતા મળી રહી છે. કરિયરમાં પ્રગતિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આવક વધસે. ખર્ચ વધશે, પણ એને કારણે તમને મુશ્કેલી નહીં પડે. કામના સ્થળે પ્રમોશન, પગાર વધારો, નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે.

વૃશ્ચિકઃ

રાહુ આગામી એક વર્ષ સુધી મીનમાં રહીને વૃશ્ચિક રાશિના જાતોકને લાભ કરાવી રહ્યા છે. આજે તમને કામમાં કોઈ મહત્ત્વની સફળતા મળી રહી છે. આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે, જેને કારણે તમારા બેંક બેલેન્સમાં વૃદ્ધિ થઈ રહી છે. એકાગ્રતામાં વૃદ્ધિ થશે, જેને કારણે તમે તમારું કામ ખૂબ જ સરળતાથી તેમ જ સારી રીતે કરી શકશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તો તમારા માટે આ સમય ખૂબ જ આનંદદાયક રહેવાનો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ