રાશિફળસ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (16-11-2023): આ રાશિના જાતકો માટે આજે બની રહ્યો છે લક્ષ્મી યોગ, જાણો કેવો હશે તમારો આજનો દિવસ

મેષ: આજનો દિવસ તમારા માટે અનુકૂળ હશે. ધાર્મિક કામોમાં તમે આગળ રહીને ભાગ લેશો. તમને જો કોઇ કામને લઇને ચિંતા થઇ રહી છે, તો તે આજે દૂર થશે.સંતાન તમારા ભરોસા પર ખરી ઉતરશે. જોકે ભાઇ બહેનો સાથે તમારે કોઇ વાતને કારણે બોલાચાલી થઇ શકે છે. તમે કોઇ એવું કામ ના કરતાં જેને કારણે તમારું મન ચિંતીત રહે. તમે તમારા માતા-પિતા સાથે કોઇ ધાર્મિક યાત્રા પર જઇ શકો છો.

વૃષભ: આજનો દિવસ જરુરી કામોને પૂર્ણ કરવાનો રહેશે. જેના માટે તમારે એક યાદી બનાવવી પડશે. બિઝનેસમાં તમે કોઇ જોખમી પગલાં ના લેતાં. નહીં તો તમને નુકસાન થઇ શકે છે. તમે જો કોઇની પાસેથી જીદ અને ઉતાવળમાં કોઇ કામ કરાવશો તો તેમાં મોટી ભૂલ થઇ શકે છે. તમને જો કોઇ જૂની બિમારીથી તકલીફ થઇ રહી હતી તો તે આજે દૂર થશે.

મિથુન: આજના દિવસે પાર્ટનરશીપમાં કામ કરશો તો તે ફળદાયી નિવડશે. અહીં તમને નિર્યણ લેવાનો મોકો મળશે અને તેમે આખો દિવસ તમારા વિખેરાયેલા કામને સમેટવામાં કાઢશો. તમારી કોઇ યોજના પર જો વિરામ લાગ્યો હશે તો તે આજે ફરી શરુ થશે. ઘર અને બહાર બધે જ તમે તમારી જવાબદારી પર ખરા ઉતરશો. જેને કારણે પરિવારના લોકો ખૂશ થશે. જે લોકો રાજકારણમાં નસીબ અજમાવવા માંગે છે તેમને આજે સારું પદ પ્રાપ્ત થશે.

કર્ક: આજનો દિવસ તમારા માટે મહેનત અને લગનથી કામ કરવાનો છે. લેવડ-દેવડ પર તમારો સંપૂર્ણ ફોકસ રહેશે. પણ જો તમે કોઇની પણ પાસેથી નાણાં ઉધાર લીધા હતાં તો તમે તેને સમયસર પાછા આપી દેજો. તમને પગમાં દુ:ખાવા જેવી તકલીફ થઇ શકે છે. જેના માટે તમારે ડોક્ટરની સલાહ લેવી પડશે. જો કોઇ સંપત્તીને લઇને વિવાદ ચાલી રહ્યો છે તો તમારા માટે પરિવારના વિડલો સાથે વાતચીત કરી પછી આગળ વધવું હિતાવહ રહેશે.

સિંહ: પ્રેમીઓ માટે આજનો દિવસ સરસ રહેશે. બિઝનેસને આગળ લઇ જવા તમે પૂર્ણ પ્રયાસો કરશો. ઘરની સમસ્યાઓથી તમને છૂટકારો મળશે. તમારી આસપાસ જો કોઇ વાદ વિવાદ ચાલી રહ્યો હોય તો તમે ચૂપ રહેજો. નહીં તો તે ઝગડો કાયદા સુધી પહોંચી શકે છે. નોકરીની સાથે સાથે તમે પાર્ટટાઇમ કામનું આયોજન પણ કરશો. જેમાં તમને સફળતા અવશ્ય મળશે. પણ તમારે સંતાનની સમસ્યા સાંભળવા માટે પણ સમય કાઢવો પડશે.

કન્યા: આજના દિવસે ઉતાવળે કોઇ પણ નિર્ણય ના લેતાં. કોઇ પણ જમીન કે વાહનની ખરીદી તમારા માટે શુભ રહેશે. વ્યક્તીગત ઉપલબ્ધીઓ પર તમે સંપૂર્ણ જોર આપશો. પારિવારીક વિષયો પર ખાસ ધ્યાન આપજો. તો જ તમે લોકોના મનમાં ચાલી રહેલ વાતને સમજી શકશો અને કોઇ યોગ્ય નિર્યણ લેવામાં સક્ષમ થશો. માતા-પિતા સાથે તમે બિઝનેસને લઇને કોઇ વાતચીત કરી શકશો.

તુલા: આજનો દિવસ તમારા સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. તમે ઉત્સાહીત રહેશો અને કોઇ પણ કામ કરવામાં પીછેહઠ નહીં કરો જેને કારણે તમારા કેટલાંક કામો અધૂરા રહી જશે. તમે કોઇ નજીકની કે દૂરની યાત્રા પર જઇ શકો છો. જ્યાં તમારા કિંમતી સામની સુરક્ષાનું ધ્યાન રાખજો. પ્રોપર્ટી ડિલીંગ કરી રહેલા લોકો કોઇ મોટી ડિલ ફાઇનલ કરી શકશે. જેમાં તમને મોટો લાભ થઇ શકે છે.

વૃશ્ચિક: આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. તમારા કૌંટુમ્બિક સંબંધો સારા રહેશે. પરિવારમાં કોઇ સારા અને મંગળ કાર્યનું આયજોન થશે. પર્સનલ વિષયોમાં તમારો રસ વધશે. તમારે લોકો સાથે હળી મળીને રહેવું પડશે. કાર્યક્ષેત્રે તમને જુનિયર્સની મદદની જરુર પડશે. તો જ તમે કોઇ કામ સમયસર પૂરું કરી શકશો. ઉચ્ચ અધિકારીઓના વિશ્વાસ પર તમે ખરા ઉતરશો.


ધન: આજનો દિવસ તમારા માટે સારો રહેશે. બધા સાથે માન-સન્માન જાળવી રાખજો. તમારી વાણીની સૌમ્યતા તમને માન સન્માન અપાવશે. તમારા અનુઠા પ્રયાસો આજે રંગ લાવશે. પણ તમે આડે કોઇ નવા કામની શરુઆત ના કરતાં. નહીં તો તેને કારણે તમને નુકસાન થઇ શકે છે. તમે તમારા પરિવાર સાથે ખૂશીના પળ વ્યતીત કરશો. અને તમારો કોઇ જૂનો મિત્ર તમને મળવા આવી શકે છે. જેમા તમારે જૂની વાતો કાઢવી ન જોઇએ.

મકર: આજનો દિવસ તમારા માટે ખૂબ મહત્વનો રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. જે લોકો વિદેશથી વેપાર કરી રહ્યાં છે તેમને કોઇ સારા સમાચાર સાંભળવા મળશે. દાન ધર્મના કામમાં તમે આગળ રહીને સહભાઇ થશો. તમારે તમારી આવક અને જાવક માટે એક બજેટ બનાવીને ચાલવું પડશે. તો જ તમે થોડું ધન ભવિષ્ય માટે સાચવી શકશો. થોડો સમય તમે મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો. તમે કોઇ એવી ભૂલ ના કરતાં જેને કારણે પરિવારના સદસ્ય પાસેથી તમને વઢ પડી શકે.

કુંભ: આજનો દિવસ વેપારીઓ માટે ઉત્તમ રહેશે. જો તમે તમારી કારરીર્દીને લઇને ચિંતિત છો તો આજે તમે કોઇ મોટો નિર્ણય લઇ શકો છો. આર્થિક સ્થિતીને મજબૂત કરવા તમે જે કંઇ પ્રયાસ કરશો એમાં તમને સફળતા જરુરથી મળશે. તમે તમારા કોઇ જૂના મિત્રને લાંબા સમય બાદ મળશો. સંતાન પાસેથી તમને કોઇ સારા સમાચાર સાંભળવા મળશે. તમારે તમારા વિરોધીઓની ચાલ ઓળખવી પડશે. તો જ તમે તેમને સરળતાથી માત આપી શકશો.

મીન: આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લઇને આવ્યો છે. તમે તમારા કોઇ જૂના મિત્રને લાંબા સમય બાદ મળશો. સત્તાનો તમને પૂર્ણ સહકાર મળશે. પ્રશાસનના પ્રયાસો પર તમે સંપૂર્ણ ભાર આપશો. સરકારી નોકરી કરનારને પ્રમોશમન મળતાં એક સ્થળથી બીજા સ્થળ પર જવું પડશે. તમે તમારી બુદ્ધી અને વિવેકથી જો કોઇ નિર્ણય લેશો તો તમારા માટે એ યોગ્ય હશે. પણ કોઇ અજાણ્યાની વાતોમાં ના આવતાં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button