Mahadevની મનપસંદ છે આ ચાર રાશિ, જોઈ લો તમારી રાશિ તો નથી ને??

આજે મહાશિવરાત્રીનો તહેવાર એટલે કે ભોળશંભુનો દિવસ… ભોળાશંભુને ભજીને તેમને પ્રસન્ન કરવાનો દિવસ. દરેક ભગવાનની અમુક મનગમતી રાશિઓ હોય છે કે એમના પર એમની કૃપા પ્રાપ્ત થાય છે. પણ આજે આપણે અહીં વાત કરીએ ભોળા શંભુની મનગમતી રાશિઓ વિશેષ…
જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓ વિશે વાત કરવામાં આવી છે કે જે ભગવાન શિવની મનગમતી રાશિઓ છે. શિવજીની આ મનપસંદ રાશિઓ પર હમેશાં શિવજીની કૃપા વરસે છે, એમના પર મહદેવની કૃપા જોવા મળે છે. ચાલો વધારે સમય વેડફ્યા વિના જાણીએ કે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે….
મેષઃ

મેષ રાશિના લોકો પર પણ હમેશાં શિવજીની કૃપા વરસે છે. આ રાશિના જાતકોના જીવનમાં આવેલા તમામ સંકટ શિવજી હરી લે છે. જો આ રાશિના લોકો તેઓ શિવજીની વિધિવત પૂજા અને અભિષેક કરે તો તેમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, અને તેમના સંકટ, બાધાઓ દૂર કરવાનું કામ કરે છે.
વૃશ્ચિક:

વૃશ્ચિક રાશિની ગણતરી પણ શિવજીની મનપસંદ રાશિમાં કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો દર સોમવારે આ રાશિના લોકો શિવલિંગ પર જળનો અભિષેક કરે તો શિવજી તેમના તમામ કષ્ટ દૂર કરે છે અને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મકર:

આ રાશિ પણ શિવજીની મનપસંદ રાશિમાંથી એક છે. મકર રાશિના જાતકો પર પણ શિવજીની કૃપા વરસે છે. દર સોમવારે જો આ રાશિના જાતકો શિવલિંગ પર બેલપત્ર, ગંગાજળ, ગાયનું દૂધ ચઢાવે તો તેમને શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
કુંભઃ

કુંભ રાશિના જાતકો પર પણ હમેશાં ભગવાન શિવની કૃપા વરસે છે. આ રાશિના લોકો શિવજીની પૂજા કરે તો ખૂબ જ સફળતાથી તેમને પ્રસન્ન કરે છે. કુંભ રાશિના જાતકો જો શિવલિંગ પર જળનો અભિષેક કરે તો તેમને મનમાન્યું વરદાનની પ્રાપ્તિ થાય છે.