સૂર્યગ્રહણ પહેલા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓ થઇ જશે માલામાલ

વૈદિક જ્યોતિષમાં શનિને તમામ ગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે શનિએ કેવો ગ્રહ છે જે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે જો શાની કોઈપણ ગુસ્સે થાય તો તે રાજાને પણ રંગ બનાવી દે છે શનિ દર અઢી વર્ષમાં પોતાની ચાલ બદલે છે આવી રીતે આમ એક જ રાશિમાં પાછા આવતા તેને લગભગ ૩૦ વર્ષનો સમય લાગે છે પરંતુ તેના નક્ષત્રની પરિસ્થિતિ સમયાંતરે બદલાતી રહે છે. વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ ટૂંક સમયમાં જ થવાનું છે. આ સમય દરમિયાન શનિ પણ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરી રહ્યો છે. શનિ 6 એપ્રિલે બપોરે 3.55 કલાકે પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે 3 ઓક્ટોબર સુધી આ જ નક્ષત્રમાં રહેશે.
8મી એપ્રિલે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવા જઇ રહ્યું છે. આ સૂર્યગ્રહણ મીન રાશિમાં થશે. સૂર્યગ્રહણના 2 દિવસ પહેલા, 6ઠ્ઠી એપ્રિલે, શનિ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રનો સ્વામી ગુરુ છે. આમ ન્યાયના દેવતા શનિનો ગુરુના નક્ષત્રમાં પ્રવેશ થશે. શનિનો નક્ષત્ર પ્રવેશ અને થોડા સમયમાં સૂર્યગ્રહણ આ બંને ઘટના ઘણી પરિવર્તનકારી સાબિત થશે આ ફેરફારો તમામ રાશિઓ પર અસર કરશે જ, પણ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી નાખશે.
આ રાશિઓ માટે સૂર્યગ્રહણ અને ત્યાર બાદ શનિનું નક્ષત્ર પરિવર્તન ખૂબ જ શુભ રહેશે. આ લોકોને તેમના કરિયરમાં મોટો ફાયદો મળી શકે છે. નવી નોકરી, પગાર વધારો, વિદેશાગમનના યોગ, ઇચ્છિત પદ અને પ્રતિષ્ઠા મળવાની પ્રબળ તકો છે.
મેષ: શનિના નક્ષત્ર પરિવર્તનનો ભરપૂર લાભ આ રાશિના જાતકોને મળશે. તેમને પ્રમોશન મળવાની પ્રબળ શક્યતાઓ છે. આ રાશિના લોકો ખૂબ પૈસા કમાશે. કરિયરમાં ઉંચાઈઓને સર કરશે. વિદેશાગમનનો યોગ બનશે. તેમના જીવનમાં એક પછી એક ઘણી ખુશીઓ આવશે. રોકાણ માટે પણ આ સમય શુભ છે.
વૃષભ: પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ લોકોને તેમની પસંદગીની નોકરી મળશે. પગારમાં મોટો વધારો થઈ શકે છે. વેપારીઓને તેમના ધંધામાં ફાયદો થશે. તેમની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. કરિયરમાં ઉંચી છલાંગ લાગશે. બધા અધૂરા કામ પૂરા થશે. સમાજમાં માન-મરતબામાં પણ વધારો થશે. લોકો તમારી સલાહ લેવા આવશે. સ્વાસ્થ્યમાં પણ તમે ઘણી રાહત અનુભવશો.
મકર: મકર રાશિના લોકો માટે પણ શનિના નક્ષત્ર પરિવર્તન શુભ ફળ આપનારું સાબિત થશે. તમારા હાથમાં જાણે અલ્લાદ્દીનનો જાદુઇ ચિરાગ આવી ગયો હોય એમ એક પછી એક બધા અટકેલા કામ પૂરા થવા માંડશે. શિક્ષણક્ષેત્રમાં કામ કરતા લોકોના તરક્કીના યોગ છે. આર્થિક લાભની સાથે તમને સમાજમાં માન-સન્માન મળશે. અટકેલું ધન પ્રાપ્ત થશે. આવકમાં વધારો થવાની સંભાવના છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો. તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે.