ગણતરીના કલાકો અને બનશે પાવરફૂલ રાજયોગ, આ રાશિના જાતકોનું વધશે Bank Balance…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ચોક્કસ ગ્રહો ગોચર કરીને શુભ-અશુભ યોગોનું નિર્માણ થાય છે અને એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આજે 29મી જુલાઈના બે મહત્વના ગ્રહો ગોચર કરીને પાવરફૂલ યોગ બનાવી રહ્યા છે, જેને કારણે ત્રણ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.
29મી જુલાઈના વૃષભ રાશિમાં ચંદ્ર અને ગુરુ યુતિ બનાવી રહ્યા છે. આજે ચંદ્રમા વૃષભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને ગુરુ પહેલાંથી જ આ રાશિમાં બિરાજમાન છે. ચંદ્ર અને ગુરુની યુતિથી ગજકેસરી રાજયોગ બની રહ્યો છે જેને કારણે 3 રાશિના જાતકોને અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે અને પ્રગતિના નવા નવા દ્વારા ખુલી રહ્યા છે. ચાલો જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ

વૃષભ રાશિના જાતકો માટે આ જ રાશિમાં બની રહેલો આ રાજયોગ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યો છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે, બૌદ્ધિક ક્ષમતામાં પણ સુધારો જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમે તમારી બુદ્ધિમતાના દમ પર વેપારમાં પણ સારો એવો ફાયદો થશે. વૈવાહિક જીવનમાં પણ ખુશહાલીનું આગમન થશે. નોકરીમાં પ્રમોશન, પગારવધારો થવાના યોગ છે.
કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે પણ આજે બની રહેલો આ યોગ લાભદાયી સાબિત થવાનો છે. આ સમયગાળા દરમિયાન ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આ સમયગાળામાં તમને સારી એવી તક મળી રહી છે. દેશ-વિદેશની મુસાફરી થાય એવા યોગ થાય છે. ધાર્મિક અને માંગલિક કાર્યક્રમમાં સામેલ થવાનો ચાન્સ મળશે. કોઈ સ્પર્ધાત્મક પરિક્ષામાં વિદ્યાર્થીઓને સફળતા મળી રહી છે.
સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે ગજકેસરી રાજયોગ લાભ કરાઈ રહ્યો છે. આ સમયગાળામાં આ રાશિના જાતકોને કામકાજમાં સફળતા મળશે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. નોકરી શોધી રહેલાં લોકોને આજે સારી નોકરીની ઓફર મળી શકે છે. વેપાર કરી રહેલાં લોકોને પણ મનચાહ્યો નફો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે.