72 કલાક બાદ શરૂ થશે આ ત્રણ રાશિના જાતકોનો Golden Period, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહના ગોચર કરવાના ચોક્કસ સમયહગાળા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આવું જ એક ગોચર ત્રણ દિવસ બાદ એટલે કે સાતમી નવેમ્બરના શુક્ર વૃશ્ચિક રાશિમાંથી ગોચર કરીને ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને ઐશ્વર્ય, વૈભવ, સુખ અને મોજશોખ સાથે જોડીને જોવામાં આવે છે.
શુક્રનું થઈ રહેલું આ ગોચર અમુક રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે છે, આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે, ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભઃ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય શુભ રહેશે. શુક્રનું ગોચર આ રાશિના જાતકો માટે નવી નવી તક લઈને આવશે. કરિયરમાં પ્રગતિ થશે. નવી નોકરી મળી શકે છે. તમારી મહેનત અને કામની પ્રશંસા થશે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેશે. તમે ખુદને ઉર્જાવાન અનુભવ કરશો. વેપારીઓ માટે આ સમય શુભ છે. આ દરમિયાન તમે નવા કામની શરૂઆત કરી શકો છો. જો તમે કુંવારા છો તો તમારા લગ્નની વાત આગળ વધી શકે છે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુકનિયાળ રહેશે. પ્રગતિના નવા નવા દ્વારા ખુલશે. વેપારમાં નફો થશે. આર્થિક સ્થિતિ મજબૂજ થશે. કમાણીના નવા નવા સ્રોત ઊભા થશે. કુંવારા લોકો માટે સારા સારા માંગા આવશે. કોઈ મોટી ડીલ ફાઈનલ થશે. પારિવારિક જીવન પણ સુખદ રહેશે. વૈવાહિક જીવન ખુશહાલ રહેશે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભદાયી રહેશે. નોકરી-વેપારમાં નવી નવી તક મળશે. પરિવારના સંપૂર્ણ સાથ-સહકાર મળશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. પાર્ટનરશિપમાં કોઈ પણ કામ કરવા માટે અનુકૂળ સમય છે. કોઈ નવી ડીલ ફાઈનલ થશે કે કોઈ જગ્યાએ રોકાણ કરશો. વેપારનો વિસ્તાર થશે. નોકરી કરી રહેલાં લોકોને ધનલાભ થશે. ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું પડશે.