ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

દિવાળી પહેલાં જ દિવાળી ઉજવશે આ રાશિના જાતકો, મંગળ બનાવશે માલામાલ…

જ્યોતિષશાસ્ત્રમાં તમામ ગ્રહોનું આગવા મહત્ત્વ અને ખાસિયત વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. આ તમામ ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે, જેની સકારાત્મક કે નકારાત્મક અસર જોવા મળે છે. નવલા નોરતા બાદ દિવાળી આવશે અને આ દરમિયાન આ મહિને અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરીને અલગ અલગ યોગ બનાવશે. આવું જ એક ગોચર પંદર દિવસ બાદ એટલે કે દિવાળી પહેલાં થશે, જેને કારણે અમુક રાશિના જાતકો દિવાળી પહેલાં દિવાળી મનાવશે. આ રાશિના જાતકો પર આ પરિવર્તનને કારણે ધનવર્ષા થશે. ચાલો જોઈએ કયો છે આ ગ્રહ કે જે દિવાળી પહેલાં જ જલસા કરાવી રહ્યો છે…

મંહળ હાલમાં મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને 20મી ઓક્ટોબરના કર્ક રાશિમાં ગોચર કરશે. કર્ક ચંદ્રની રાશિ છે અને ચંદ્ર તેમ જ મંગળ વચ્ચે મિત્રતાનો ભાવ છે. જેને કારણે કર્ક રાશિમાં મંગળનું થઈ રહેલું ગોચર અમુક રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી રહ્યો છે. આ રાશિના જાતકો માલામાલ થઈ જશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષ:

Two important planets have changed course, next 15 days the people of this zodiac sign will perform... Look, your zodiac sign is also right?

મેષ રાશિના જાતકો માટે કર્ક રાશિમાં થઈ રહેલું મંગળનું ગોચલ લાભદાયી રહેશે. આ રાશિના જાતકોની આવકમાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં સારો નફો થશે. કામના સ્થળે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આકસ્મિક ધનલાભ થશે. નવા નવા લોકો સાથે મુલાકાત થશે. પરિવારમાં ખુશહાલીનો માહોલ જોવા મળશે.

આ પણ વાંચો : ત્રીસ વર્ષે બનશે શશ યોગ, દિવાળીમાં આ રાશિના જાતકોના જીવનમાં થશે દીવા

કર્ક:

આ જ રાશિમાં મંગળનું ગોચર થઈ રહ્યું છે જેને કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. વેપારમાં વૃદ્ધિ થશે. પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરી રહ્યા હશો તે લાભ થશે. નોકરીમાં નવી તક મળી શકે છે. કારકિર્દીમાં પ્રગતિ થશે. કરિયરમાં કોઈ સમસ્યા હશે તો તે દૂર થશે. માતા-પિતાના આશિર્વાદ પ્રાપ્ત થશે. પર્સનલ લાઈફ માટે અનુકૂળ સમય છે.

કન્યા:

Two Raj Yogas will be created in Navratri, the destiny of the three zodiac signs will shine

કન્યા રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર સકારાત્મક પરિણામ આપી રહ્યું છે. વેપારીઓના વેપારમાં ફાયદો થશે, વેપાર વધશે. માનસિક ચિંતામાં રાહત થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. વૈવાહિક જીવનમાં સુખ, શાંતિ રહેશે. લાંબા સમયથી જો કોઈ માંદગી સતાવી રહી હશે તો તેમાં પણ રાહત મળશે.

સિંહ:

સિંહ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લાવશે. આ રાશિના જાતકોની નેતૃત્વ ક્ષમતામાં વૃદ્ધિ થશે. નોકરી કરતા લોકોનું ટીમ વર્કને કારણે સારું પ્રદર્શન કરશે,. સહકર્મીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. દેવામાંથી પણ મુક્તિ મળશે. આકસ્મિક ધનલાભ થશે. બિઝનેસ માટે કોઈ પ્રવાસ પર જવું પડશે અને આ પ્રવાસ સફળ રહેશે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો.

ધન:

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

ધન રાશિના જાતકો પણ કર્ક રાશિમાં થઈ રહેલાં મંગળના ગોચરથી માલામાલ થશે. આ રાશિના જાતકોના સાહસ અને ઉર્જામાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન ભાગ્યોદય થશે. ધનલાભથી માલામાલ થઈ શકો છો. રચનાત્મક કાર્ય સાથે સંકળાયેલા લોકોને સફળતા મળશે. કામના સથળે કોઈ નવી જવાબદારીઓ મળશે. ઘરમાં ખુશહાલી અને સુખશાંતિ જળવાઈ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button