રાશિફળસ્પેશિયલ ફિચર્સ

17મી નવેમ્બરથી આ ત્રણ રાશિના જાતકો બિરાજશે ધનના ઢગલા પર…જોઈ લો તમારી રાશિ તો નથી ને???

દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર ગોચર કરીને જાત જાતના શુભ અશુભ યોગ બનાવે છે અને નવેમ્બર મહિનાના મધ્યમા આવો જ એક વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે જેને કારણે અમુક રાશિના લોકોને ફાયદો જ ફાયદો થવા જઈ રહ્યો છે. આવો જોઈએ કયો છે આ યોગ અને કઈ રાશિને એનો ફાયદો થઈ રહ્યો છે.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ મહિનાની 17મી તારીખે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આ જ દિવસે સૂર્યદેવ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને મંગળ, બુધ પહેલાંથી જ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે, જેને કારણે ત્રિગ્રહી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આ યોગની અસર તમામ રાશિઓ પર પડશે. પરંતુ તેમ છતાં ત્રણ રાશિઓ એવી છે કે જેમને આ સમયગાળા દરમિયાન આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. તો ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…


તુલા: તુલા રાશિના લોકો માટે નવેમ્બરમાં બની રહેલો આ ત્રિગ્રહી યોગ એકદમ અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે આ યોગ તુલા રાશિના ધનના ઘરમાં બની રહ્યો છે. આ સમયગાળામાં આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. આ ઉપરાંત, તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની રહી છે.

જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પણ થઈ શકે છે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તમને મળી શકે છે. તમારી વાણીનો પ્રભાવ વધશે, જેને કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે. જો તમારી કારકિર્દી માર્કેટિંગ, મીડિયા, શિક્ષક અથવા સંદેશાવ્યવહાર સાથે સંબંધિત છે, તો આ સમય તમારા માટે ઉત્તમ સાબિત થવા જઈ રહ્યો છે.

સિંહ: આગળ વધીએ અને વાત કરીએ સિંહ રાશિના જાતકો વિશે. આ રાશિના લોકો માટે પણ આ ત્રિગ્રહી યોગની રચના શુભ સાબિત થઈ શકે છે. આ યોગ સિંહ રાશિના ચોથા ભાવમાં બની રહ્યો છે, જેને કારણે આ સમયે આ રાશિના લોકો વાહન કે નવી પ્રોપર્ટી ખરીદી શકે છે.


આ રાશિના લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થશે. આ સમયગાળા દરમિયાન તમાામ ઈચ્છાઓ પૂર્ણ થશે. પ્રોપર્ટી કે નાણાં ધિરાણનો વેપાર કરનારાઓ માટે આ સમયગાળો એકદમ અનુકૂળ રહેશે. માતા સાથેના તમારા સંબંધો વધુ સારા બનશે. ત્રિગ્રહી યોગની દ્રષ્ટિ કર્મના ઘર પર પણ પડી રહી છે. પરીણામે, નોકરી કરતા લોકોને બઢતી અને સારી ઓફર કે તક મળી શકે છે.

મકર: મકર રાશિના જાતકો માટે આ ત્રિગ્રહી યોગની રચના ખૂબ જ માટે લાભદાયી સાબિત થવા જઈ રહી છે અને એનું કારણ એવું છે કે આ રાશિના લોકોની ગોચર કુંડળીમાં આવક અને લાભ સ્થાન પર આ યોગ બની રહ્યો છે. પરિણામે આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોની આવકમાં જબરદસ્ત વધારો થશે.


આવકના નવા નવા સ્ત્રોત પણ ખુલી શકે છે. આર્થિક લાભ મળવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન તમારા માટે આવકના સ્ત્રોત બનશે. ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરનારાઓ માટે આ ટાઈમ ખૂબ જ શુભ રહેશે. એની સાથે સાથે જ શેરબજાર, સટ્ટાબાજી અને લોટરીમાં પૈસા રોકાણ કરનારાઓને પણ આ સમયગાળા દરમિયાન આર્થિક લાભ થવાની શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button