ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Buddhaditya Yog, Chaturgrahi Yog: ઓગસ્ટમાં આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

ત્રણ દિવસ બાદ શરૂ થઈ રહેલો ઓગસ્ટ મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો જઈ રહ્યો છે. આ મહિનામાં એક નહીં બે-બે મહત્વના યોગ બનવા જઈ રહ્યા છે, જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.

આવો જોઈએ કયા છે આ બે રાજયોગ અને કઈ રાશિના જાતકો માટે શરૂ થઈ રહ્યા છે અચ્છે દિન- મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિનામાં ત્રણ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે.

સિંહ રાશિમાં ચતુર્ગ્રહી યોગ (Chaturgrahi Yog) બની રહ્યો છે અને એ પહેલાં ઓગસ્ટમાં જ ગ્રહોના રાજકુમાર બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય યોગ (Buddhaditya Yog) પણ બની રહ્યો છે. સૂર્ય અને બુધ સિંહ રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે.

વાત કરીએ ચતુર્ગ્રહી યોગની તો શુક્ર અને ચંદ્ર પણ સિંહ રાશિમાં બિરાજમાન થશે એમ સિંહ રાશિમાં ચાર ગ્રહની યુતિ થતાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આને કારણે ધન-દૌલત અને એશો-આરામમાં વધારો થઈ રહ્યો છે.

સિંહઃ

સિંહ રાશિમાં બની રહેલાં આ બંને યોગને કારણે આ રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. આ સમયગાળામાં તમારા તમામ કામ પૂરા થશે. કામના સ્થળે તમારી પ્રગતિ થઈ રહી છે, પગાર વધારો થવાના યોગ છે. મનની ઈચ્છા પૂરી થતાં તમારી ખુશહાલીનો પાર નહીં રહે. કુંવારા લોકો માટે લગ્નના સારા સારા પ્રસ્તાવ આવી શકે છે.

વૃશ્ચિકઃ

આ રાશિના જાતકો માટે નોકરી-ધંધામાં પ્રગતિના દ્વાર ખૂલી રહ્યા છે. પૈસા કમાવવાના સારા સારા મોકા મળી રહ્યા છે. આવક વધવાની સાથે સાથે જ પૈસા બચાવવામાં પણ તમને સફળતા મળી રહી છે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી રહી છે. વેપારનો પણ વિસ્તાર થઈ રહ્યો છે.

ધનઃ

ધન રાશિના જાતકોને ઓગસ્ટ મહિનામાં ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે અને એમાં સિંહ રાશિમાં થઈ રહેલાં બે રાજયોગને કારણે તેમને અપરંપાર લાભ થઈ રહ્યો છે. બુદ્ધિમતામાં વૃદ્ધિ થઈ રહી છે. કામના સ્થળે કામની પ્રશંસાની સાથે સાથે જ પ્રમોશન પણ થઈ શકે છે. પરિવાર સાથે કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લેશો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button