ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

24 કલાક બાદ ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું એક આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને કોઈ પણ ગ્રહનું ગોચર કે બદલાયેલી ચાલની તમામ રાશિના જાતકો પર સારી-નરસી એમ બંને અસર જોવા મળે છે.

24 કલાક બાદ એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહેલાં સપ્ટેમ્બર મહિનાની પહેલી જ તારીખે ચંદ્રમા ગ્રહોના રાજકુમાર બુધની રાશિ કન્યામાં ગોચર કરવા જઈ રહ્યા છે. કન્યા રાશિમાં થઈ રહેલું ચંદ્રમાનું ગોચર કેટલીક રાસિના જાતકો માટે લાભદાયી સાબિત થવાનું છે. ચાલો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ-

અત્રે ઉલ્લેખનીય છે કે શાસ્ત્રોમાં ચંદ્રમાને માનસિક સ્થિતિ, મનોબળ અને યાત્રા, ધન-સંપત્તિ, સુખ-શાંતિનો કારક માનવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત હોય છે એ વ્યક્તિ એકદમ ધનવાન અને દીર્ઘાયુ હોય છે.

આ વ્યક્તિ પોતાની લાગણીઓ સરળતાથી કાબૂ મેળવી લે છે અને માનસિક સુખ-શાંતિની પ્રાપ્તિ થાય છે. વાત કરીએ ચંદ્રના ગોચરથી લાભ થનારી રાશિઓ વિશે ત્રણ એવી ભાગ્યશાળી રાશિઓ છે કે જેમને વિશેષ લાભ થઈ રહ્યો છે-

ધનઃ

A rare Mahalakshmi Yoga happened, the grace of Maa Lakshmi will shower on the four zodiac signs...

ધન રાશિના જાતકો માટે ચંદ્રનું આ ગોચર વરદાન સમાન છે. ઘર-પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળશે. કામના સ્થળે પ્રમોશન મળી શકે છે, આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે. આર્થિક સમસ્યાઓ દૂર થશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પણ છુટકારો મળી રહ્યો છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. જીવનસાથીનો સાથ-સહકાર મળી રહ્યો છે.

મીનઃ

From August 19, the fate of the people of this zodiac sign will be reversed, see if your zodiac sign is also right?

મીન રાશિના જાતકો માટે પણ આ સમયગાળો શુભ રહેશે. કામના સ્થળે મનચાહ્યા પરિણામો મળી રહ્યા છે. આ રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. કારોબારમાં પણ મનચાહ્યો નફો થઈ રહ્યો છે. જો રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ અનુકૂળ સમય છે. પરિવારમાં ખુશહાલીનું આગમન થશે.

કુંભઃ

આ રાશિના જાતકો પણ કન્યામાં રાશિમાં થઈ રહેલું ચંદ્રમાનું ગોચર અનુકૂળ રહેશે. રોકાણકારોને મનચાહ્યો નફો થઈ રહ્યો છે. તમારા કારોબારનો વિસ્તાર થઈ રહ્યો છે. નોકરીમાં પણ નવા નવા મોકા મળશે. પૈસાની બચત કરવાની ઈચ્છા આ સમયગાળામાં પૂરી થઈ રહી થછે. પરિવાર સાથે આનંદમાં સમય પસાર કરશો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button