Skin Care Tips: એક નુસ્ખો તમારા ચહેરા પર છુપાયેલા સૌંદર્યને કાઢશે બહાર, જાણો રીત અને આજે જ અજમાવી જોજો

બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ મહિલાઓ અને પુરુષો બંનેને ખૂબ જ પરેશાન કરે છે અને તેમને ત્વચા પરથી દૂર કરવા પણ ખૂબ જ પીડાદાયક છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જો તેમને ત્વચા પરથી હટાવવામાં થોડી પણ ભૂલ થઈ જાય તો તે પિમ્પલ્સના રૂપમાં પણ વધવા લાગે છે. જે પાછળથી ત્વચાની અન્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે. તેથી આમાંથી છુટકારો મેળવવો ખૂબ જ મહત્વનું છે. ઓટ્સ-કેળા અને મધનું સ્ક્રબ ત્વચાને સાફ કરવાની સૌથી સરળ અને અસરકારક રીત છે.
કેળા અને ઓટ્સના ફેસ સ્ક્રબ બનાવવા માટે 1 પાકેલું કેળું, 1 ટીસ્પૂન ઓટ્સ, 1/2 ચમચી મધ લો. સ્ક્રબ બનાવવા માટે કેળાને મૈશ કરીને પેસ્ટ બનાવો. હવે ઓટ્સને પીસી લો. આ પછી કેળામાં ઓટ્સ ઉમેરો. હવે તેમાં મધ પણ ઉમેરો. કેળાની પેસ્ટમાં બંને વસ્તુઓ મિક્સ કરો. તમારું બ્લેકહેડ્સ દૂર કરતું સ્ક્રબ તૈયાર છે. તેને લગાવતા પહેલા ચહેરો ધોઈ લો.
સ્ક્રબ કેવી રીતે લગાડવુંઃ
આ પેસ્ટને બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી પ્રભાવિત જગ્યાઓ પર લગાવો
આ પછી હળવા હાથે 5 થી 6 મિનિટ સુધી મસાજ કરો.
મસાજ કર્યા પછી,ચહેરા પર 2 થી 3 મિનિટ માટે રહેવા દો.
ત્યારપછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈને સાફ કરી લો.
ફાયદાઃ કેળા અને ઓટ્સમાંથી તૈયાર કરવામાં આવેલ આ ફેસ સ્ક્રબ પહેલી જ વારમાં ત્વચા પર ગ્લોઈંગ લાવશે. તમે અઠવાડિયામાં ત્રણ વખત તેનો ઉપયોગ કરી શકો છો. થોડા સમય પછી તમે જોશો કે ત્વચાના બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ ગાયબ થઈ ગયા છે. આમ કરવાથી તમને ફેશિયલની જરૂર પણ નહીં લાગે.