આમચી મુંબઈ
પોલીસ પ્રશિક્ષણાર્થીના ભોજનમાં મળી ઈયળો, સંબંધિત કેટરર્સ સામે કાર્યવાહીનો આદેશ..
મુંબઈ: બુધવારે એક ગંભીર ઘટના એવા સમયે પ્રકાશમાં આવી જ્યારે એક તાલીમાર્થી પોલીસકર્મચારીના ભોજનમાંથી ઈયળો મળી આવી હતી. આ મામલે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
એક્સ પોલીસ કમિશનર સંજય પાંડેએ પોતાની પોસ્ટમાં આ અંગે ચિંતા વ્યક્ત કરીને સવાલો ઉપસ્થિત કર્યા હતા. આ ઘટના બાદ સંબંધિત કેટરર્સ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યો હોવાનું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
મળી રહેલી માહિતી પ્રમાણે કાલિનાના ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમાર્થીના ખોરાકમાંથી ઈયળો મળી આવી હોવાનું સંજય પાંડેએ ટ્વીટ કર્યું હતું અને પોલીસ તાલીમાર્થી સાથે કરવામાં આવતા આ પ્રકારના વર્તન અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર જયકુમારનો આ બાબતે સંપર્ક સાધતા તેમણે કહ્યું કે સંબંધિત કેટરર્સ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.