IPL 2024સ્પોર્ટસ

Match જિતતાં જ Kavya Maranએ એવું શું કર્યું કે Ronaldo સાથે થઈ સરખામણી?

Sunrisers Hydrabadની ઓનર Kavya Maran દરેક મેચ બાદ કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે અને ગઈકાલે પણ RR Vs SRHની મેચ દરમિયાન કંઈક એવું જ જોવા મળ્યું હતું. ગઈકાલે છેલ્લાં બોલ પર SRHના Bhuvneshwar Kumarએ RRના બેટ્સમેન રોવમેન પોવેલને LBW કરીને આઉટ કરીને ટીમને એક રનથી ટીમને જિત અપાવી હતી ત્યારે ટીમની ઓનર Kavya Maranનું રિએક્શન કંઈક એવું હતું કે લોકોએ એની સરખામણી Footballer Cristiano Ronaldo સાથે કરી દીધી હતી. Kavya Maranનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે, ચાલો જોઈએ આખરે એવું તે શું કર્યું તેણે…
SRHની ટીમની રોમાંચક જિતનું સેલિબ્રેશન ટીમની માલિક Kavya Maranએ એકદમ અનોખા અંદાજમાં કર્યો હતો. Kavya Maranએ હવામાં જમ્પ લગાવીને જિતનું સેલિબ્રેશન કર્યું હતું. સોશિયલ મીડિયા પર ફેન્સે Kavya Maranએ કરેલાં આ સેલિબ્રેશનની સરખામણીએ Cristiano Ronaldoના Siuuuu સેલિબ્રેશન સાથે કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર Bhuvneshwar Kumarએ છેલ્લી ઓવરમાં ગેમ એ રીતે પલટી નાખી હતી કે જેની કોઈ કલ્પના પણ નહોતી કરી હતી અને ફેન્સના શ્વાસ થંભી હતી.
રાજસ્થાન રોયલ્સ તરફથી છેલ્લી ઓવરમાં રવિચંદ્રન અશ્વિન અને રોવમેન પોવેલ ક્રીઝ પર હતી, પણ આ બંને ધૂરંધર બેટ્સમેન પણ ટીમને જિત અપાવવામાં સફળ થઈ શક્યા નહોતા. મેચમાં છેલ્લા બોલ પર રાજસ્થાન રોયલ્સને જિતવા માટે બે રનની જરૂર હતી પણ છેલ્લાં બોલ પર Bhuvneshwar Kumarએ પોવેલને એલબીડબ્લ્યુ કરીને RRને હરાવી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની જિત બાદ ટીમની માલિક Kavya Maranએ ખુશીથી હવામાં જંપ લગાવી હતી અને ત્યારથી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. અહીંયા તમારી જાણ માટે કે કાવ્યા મારલ Sun Groupના માલિક Kalanidhi Maranની દીકરી છે. કાવ્યા મારન ખૂબ જ સુંદર દેખાય છે અને સોશિયલ મીડિયા પર કાવ્યા મારનની ફેન ફોલોઈંગ એકદમ જોરદાર છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button