હોસ્પિટલમાં દાખલ થઇને પણ ટ્રોલ થઇ રહી છે આ અભિનેત્રી
ફેમસ અભિનેત્રી અંકિતા લોખંડે તેના વર્ક પ્રોજેક્ટ કરતા તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેણે બિગ બોસ-17 માં ભાગ લીધો હતો. ત્યારબાદ તેની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે. તે તેના પતિ વિકી જૈન સાથે સ્પર્ધક તરીકે બિગ બોસમાં પ્રવેશી હતી. અભિનેત્રીએ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહેવાનું શરૂ કર્યું છે. થોડા સમય પહેલા તેણે તેના ચાહકો સાથે તેની તસવીરો શેર કરી હતી, જેમાં તે હોસ્પિટલના બેડ પર જોવા મળી હતી.
એમ જાણવા મળ્યું હતું કે અંકિતાને હાથમાં ઈજા થવાના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આવી સ્થિતિમાં અંકિતાએ હોસ્પિટલના કેટલાક ફોટા શેર કર્યા હતા. જેમાં તે તેના પતિ વિકી જૈન સાથે એક જ બેડ પર સુતી અને પોઝ આપતી જોવા મળી હતી.
ALSO READ: ‘Big Boss-17’ ફેમ અંકિતા લોખંડેની સાસુ જોવા મળ્યા આ અવતારમાં, વીડિયો વાઈરલ
હોસ્પિટલ બેડ પર આ કપલ એકબીજાની બાહોમાં સૂતા જોવા મળ્યું હતું. હોસ્પિટલમાં તેઓ રોમેન્ટિક કપલની જેમ વર્તતા જોવા મળી રહ્યા હતા. જોકે, એમ લાગે છે કે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને અંકિતા-વિકીની આ સ્ટાઇલ બિલકુલ પસંદ નહોતી આવી. આ તસવીરો શેર કરીને અંકિતાએ તેના કેપ્શનમાં લખ્યું હતું કે, ‘બીમારી અને સ્વસ્થતા’ એક સાથે. આ કપલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો એક તરફ અંકિતા વિકીના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે, તો બીજી તરફ ટ્રોલર્સ તેમને નિશાના પર લઇ રહ્યા છે અને તેમણે કપલની ટીકા કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકો કમેન્ટ કરીને અંકિતા સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેઓ જણાવી રહ્યા છે કે આટલો બધો પ્રેમ બતાવવાની કંઈ જરૂર નથી. અંકિતાના ફોટા પર કમેન્ટ કરતા એક ફેને લખ્યું હતું કે, ‘હોસ્પિટલમાં આરામ કરો છો તેમાં પણ શું દેખાડો કરો છો બધાએ જોયું છે તમારો પ્રેમ કેટલો મહાન છે!’ અન્ય યુઝરે લખ્યું હતું કે અંકિતાના હાથમાં ઈજા થઈ હોવા છતાં એવું લાગે છે કે વિકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.