ઇઝરાયલ વિરુદ્ધ એક શબ્દ પણ નહીં સાંભળે આ મુસ્લિમ દેશ, વિરોધીઓની કરી ધરપકડ
મધ્ય પૂર્વના અખાતી દેશોમાં યુદ્ધની આશંકા વચ્ચે એક મુસ્લિમ દેશે હવે ઇઝરાયેલ વિરોધી ટિપ્પણીઓ સામે કાર્યવાહી કરવાનો શરૂ કર્યું છે. એવા અહેવાલો આવ્યા છે કે સાઉદી અરેબિયાએ ઇઝરાયલ વિરુદ્ધ નિવેદન આપનારા લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી તે જ કરી દીધી છે. આને એક સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે સાઉદી અરેબિયા ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરવા તૈયાર છે. જોકે, હાલમાં આ અંગે સત્તાવાર રીતે કાંઈ કહેવામાં આવ્યો નથી.
એક અહેવાલ મુજબ સાઉદી અરેબિયા સોશિયલ મીડિયા પર ઇઝરાયલ યુદ્ધ વિશે પોસ્ટ કરનારા નાગરિકોની ધરપકડ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાઉદી અરેબિયાને એ વાતની પણ ચિંતા છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ઈરાનની પ્રોક્સીઓ દ્વારા કરવામાં આવતા યુદ્ધને કારણે મધ્ય પૂર્વ એશિયાના દેશો યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યા છે.
રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે તાજેતરમાં એક કંપનીના એક્ઝિક્યુટિવની અટક કરવામાં આવી હતી આ કંપની ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાની યોજનાનો એક ભાગ છે. આ અધિકારીએ કથિત રીતે ગાઝા યુદ્ધ અંગે ટીપ્પણી કરી હતી.
સાઉદી સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાન તરફી પ્રભાવ દેશની સુરક્ષા અને નુકસાન પહોંચાડી શકે તેમ હોવાથી આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે છે જોકે સાત ઓક્ટોબરથી અત્યાર સુધીમાં કેટલી ધાર પકડ કરવામાં આવી છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી પેલેસ ટી અને જ્યોત હમાસે ગયા વર્ષે સાત ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો
સાઉદી અરેબિયા દ્વારા આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે અમેરિકા ઇઝરાયેલ સાથે સામાન્ય સબંધો બનાવવા માટે સાઉદી અરેબિયા સાથે કામ કરવાનું ચાલુ રાખે છે.