આમચી મુંબઈમહારાષ્ટ્ર

થાણેમાં આગ ઠરશે? શિંદે-દેવેન્દ્રએ અડધી રાત્રે કોને ફોન કર્યો?

થાણેઃ આખરે મહાયુતિને બેઠકો ફાળવવામાં આવી હતી, અપેક્ષા પ્રમાણે આ બેઠકની ફાળવણી બાદ અસંતોષ ફેલાયો છે. થાણેની સીટ શિંદેની શિવસેનાને આપવામાં આવતા ભાજપમાં અસંતોષ શરૂ થયો છે. નવી મુંબઈ અને મીરા ભાઈંદરમાં પદાધિકારીઓ અને કાર્યકરોએ વલણ અપનાવ્યું છે કે જ્યાં સુધી થાણેમાં કમળના ચિહ્ન પર ઉમેદવાર નહીં આપવામાં આવે ત્યાં સુધી તેઓ કામ કરશે નહીં. ભાજપના પદાધિકારીઓએ ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેને તાત્કાલિક રાજીનામું મોકલવાનું શરૂ કરી દીધું છે. મહાગઠબંધનમાં પૂર્વ સાંસદ સંજીવ નાઈકની ઉમેદવારી પડતી મુકાતા ભાજપના પદાધિકારીઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
જોકે, થાણેમાં ભાજપના પ્રદેશ કાર્યાલયમાં શિવસેના શિંદે જૂથના નરેશ મ્હેકે, પૂર્વ ધારાસભ્ય રવિન્દ્ર ફાટક, યુવા સેનાના કાર્યકારી પ્રમુખ પૂર્વેશ સરનાઈક સાથે ભાજપના ધારાસભ્યો સંજય કેળકર, નિરંજન ડાવખરે, થાણે શહેર પ્રમુખ સંજય વાઘુલે સાથે બેઠક યોજાઈ હતી. બેઠક વિશે બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે ભાજપમાં ભારે નારાજગી છે અને કમળના ચિહ્ન પર એકપણ ઉમેદવાર ન હોવાથી તેઓ પક્ષ માટે કામ કરવા રાજી નથી.
ભારતીય જનતા પાર્ટી ઓવળા મજીવાડા મંડળના પ્રમુખ એડ હેમંત મ્હાત્રે, મહામંત્રી સચિન શિંગારે, મહામંત્રી જીતેન્દ્ર માધવી, જૈન શાખાના જિલ્લા પ્રમુખ રાકેશ જૈન, દિવ્યાંગ વિકાસ આઘાડી લોકસભાના સંયોજક ડૉ. અક્ષય ઝોડગે, પેનલ હેડ મહેશ તાજને, મેડિકલ સેલના પ્રમુખ ડો. અપર્ણા તાજ, ઉત્તર ભારતીય સેલના કન્વીનર હીરા પ્રસાદ રાય, સુપર વોરિયર, શક્તિ કેન્દ્રના વડા અને બૂથ વડા અને ઓવાલા મજીવાડા મંડળના અન્ય કાર્યકારી પદાધિકારીઓએ રાજીનામાં ધરી દીધાના અહેવાલો પણ મળતા થયા છે.
દરમિયાન આ નારાજગી જોતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હરકતમાં આવ્યા હતા અને તેમણે ગણેશ નાઈકને મનાવવા તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ સાથે તેમને પક્ષશ્રેષ્ઠીએ તેમના આ વલણને વખોડ્યું હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
આથી ગણેશ નાઈક અને તેમના સમર્થકો તેમ જ ભાજપના સ્થાનિક નેતાઓ મ્હેસ્કેના ઉમેદવારી પત્ર ભરવાની રેલીમાં સામેલ થશે તેવું કહેવાઈ રહ્યું છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત