જૈન મરણ
જામનગર વિશા ઓસવાલ જૈન
જામનગર નિવાસી હાલ અંધેરી રસિકલાલ અમીલાલ પારેખના ધર્મપત્ની અ. સૌ. જયોત્સનાબેન (ઉં. વ. ૭૬) તે સોનલબેન પ્રણવકુમાર ઝવેરી, શીતલબેન વિરલકુમાર દડિયા, મિતલબેન મિહિરકુમાર શાહના માતુશ્રી. સ્વ. અમીલાલ મોહનલાલ પારેખના પુત્રવધૂ. સ્વ. નેમચંદ વિઠ્ઠલજીની પુત્રી. આદિત, ખુશી, દિતિના નાની. બુધવાર તા. ૧-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેમની ભાવયાત્રા શનિવાર, તા. ૪-૫-૨૪ના ૪થી ૬. ઠે. અમૃતારા હોલ, નવા સમાજ મંડળ માર્ગ, ૧, દિક્ષિત ક્રોસ રોડ, નવપાડા, વિલેપાર્લે (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર નિવાસી હાલ ઘાટકોપર મંજુલાબેન કિશોરભાઇ દોશી (ઉં. વ. ૮૫) મંગળવાર તા. ૩૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેન હિંમતલાલ દોશીના પુત્રવધૂ. તે સ્વ. વિનીત-હેતલ, રીટા પ્રણયકુમારના માતુશ્રી. તે હર્ષદભાઇ, સ્વ. કીરીટભાઇ, હસમુખભાઇ, વિજયભાઇ, વસંતભાઇ, સ્વ. દક્ષાબેન લલિતકુમાર, ભારતી મહેન્દ્રકુમારના ભાભી. તે પિયર પક્ષે સ્વ. જયાબેન જયંતિલાલ ચાંગાણીની દીકરી. પલક, જલક, વિકીતા મીત મહેતા, ઇશીતા સોહિલના દાદી-નાની. તે સ્વ.વિમળાબેન જયંતિલાલ મહેતાના વેવાણ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગોધરાના કસ્તુરબેન હીરજી ગણપત (ઉં.વ. ૭૮) તા. ૩૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. હીરબાઇ ગણપતના પુત્રવધૂ. હીરજીના ધર્મપત્ની. દીલીપ, મનીષાના માતુશ્રી. નાંગલપુર ભચીબાઇ કારૂ કુરપારના સુપુત્રી. રાયણ રતનબેન રતનશી, ડોણના પુરબાઇ વસનજી, પ્રાગપુર દીલીપ, જ્યોતિના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. હીરજી ગણપત ગાલા, એ-૧૦૧, ગોહીલ મેન્સન, ઇરાનીવાડી, કાંદીવલી (વેસ્ટ).
કાંડાગરા હાલે પુણે-બાનેરના શ્રીમતી શ્ર્વેતા (જસુમતી) સંજય ગાલા (શાહ) (ઉં.વ. ૫૬), તા. ૨૯-૪-૨૪ના અવસાન પામ્યા છે. સ્વ. સંજયના ધર્મપત્ની. રંજનબેન તલકશી દેરાજના પુત્રવધૂ. ધૃતીના માતા. ભુજપુરના મંજુલાબેન મનસુખલાલ પોપટલાલ શેઠિયાના સુપુત્રી. લેરી, દિનેશના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિવાસ : ધૃતી પ્રવીણ તોતલાની, ફ્લેટ નંબર ૪૦૧, શ્રેયસ સાઈટેશન, પાનકાર્ડ ક્લબ રોડ, બાનેર, પુણે-૪૧૧૦૪૫.
કચ્છી દશા શ્રીમાળી વણિક જૈન
કચ્છ માંડવી હાલ ઘાટકોપર મહેન્દ્રભાઈ કાનજીભાઈ મહેતાના ધર્મપત્ની ધનલક્ષ્મીબેન (મીનાબેન) મહેતા (ઉં.વ. ૮૦) તે પ્રશાંતના માતુશ્રી. અનિલાબેન મનુભાઈ મહેતાના નણંદ. સવિતાબેન તથા સ્વ. રમણીકલાલ મોતીચંદ મહેતાના દીકરી. જયાબેન જમનાદાસ મહેતા તથા સ્વ. ઇન્દીરાબેન જયદેવ મહેતાના દેરાણી. રીના પંકજ મહેતાના જેઠાણી તા.૧/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
મહુવા નિવાસી હાલ દહિસર સ્વ. રમેશચંદ્ર પૂનમચંદ શાહ તથા સ્વ. જસવંતલાલ વાલજીભાઇ દોશી સુખડવાળા (જેસરરાજપરા)ના દીકરી લતાબેનના પુત્ર પ્રિયાંક (ઉં.વ. ૩૯) તે નેહાબેનના ભાઈ મંગળવાર, ૩૦/૪/૨૪ના અરિહંતશરણ પામેલ છે. મધુકુંજ એપાર્ટમેન્ટ, પહેલે માળે, ૧૦૩, કાંદરપાડા, દહિસર વેસ્ટ.
પાટણ વિશા શ્રીમાળી જૈન
રાજેન્દ્ર શાહ પાટણ નિવાસી ઢંઢેરવાડો (ઉં.વ. ૬૮) તે ૧/૫/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. મંજુલાબેન કીર્તિલાલ નેમચંદ શાહના પુત્ર. ગીતાબેન પ્રવીણભાઈ શાહ, રેખાબેન રશ્મિનભાઈ શાહ, છાયાબેન રાજેશભાઈ શાહ તથા અરુણભાઈ કીર્તિલાલ શાહના ભાઈ. પુનિતાબેન અરુણભાઈના જેઠ. મિલોનીના કાકા. જિનદર્શન મ.સા.ના સંસારીકાકા. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બિલખા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. વ્રજકુંવરબેન શામળજીભાઈ લાઠીયાના સુપુત્ર સ્વ. વ્રજલાલભાઈના ધર્મપત્ની મંજુલાબેન (ઉં.વ. ૮૭), તા. ૨૯-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નીરૂબેન નિતીનભાઈ, ઈલાબેન સુનીલભાઈ, જ્યોતિબેન જયેશભાઈ, ચારૂબેન ચેતનભાઈ, ભાવનાબેન ચેતનભાઈ, વિનયના માતુશ્રી. તે રીટાના સાસુ. તે સ્વ. વલ્લભભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. હરિલાલભાઈ, સ્વ. કાંતિલાલભાઈ, સ્વ. વ્રજલાલભાઈ, અનિલભાઈ, હસમુખભાઈ તથા સ્વ. શાંતાબેન વૈદના બહેન. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૪-૫-૨૪ના ૪ થી ૬, પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર-ઈસ્ટ.
ઝાલાવાડી સ્થાનકવાસી જૈન
ચૂડા નિવાસી હાલ અંધેરી ધીરજલાલ લક્ષ્મીચંદ અજમેરા (ઉં.વ. ૯૮) તે મધુકાંતાબેનના પતિ. જયેશ, રાજેશ અને ચેતનાના પિતા. ભાવના, વિભા રાજુભાઈના સસરા. નેહલ-નૌશાદ, હેમન-શ્ર્વેતા, રાજસ્વી-મનન, જેનિલના દાદા. મિરાંત-તનવી, નમનના નાના. સ્વ. મૂલચંદ ગુલાબચંદ શાહના જમાઈ. ગુરૂવાર, તા. ૨-૫-૨૪ના અરિહંતશરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.