
આજકાલ સતત વધી રહેલાં ગરમીનો પારો સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે ત્યારે ઈન્ટરનેટ પર હોટ અને સેક્સી ફોટો પોસ્ટ કરીને પારો ઉંચે લઈ જવાની ક્રેડિટ આપવી પડે 35 વર્ષીય Actress Sargun Mehtaને. Sargun Mehta એક એક્ટ્રેસ હોવાની સાથે સાથે જ પ્રોડ્યૂસર પણ છે. નાની ઉંમરમાં જ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવાની સાથે સાથે પંજાબી એન્ટરટેઈન્ટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી લોકોને ઘાયલ કરી ચૂકી છે. હાલમાં જ એક્ટ્રેસ વેકેશન માટે વિયેટનામ ગઈ હતી અને ત્યાંથી તેણે એવા ફોટો શેર કર્યા કર્યા હતા કે ઈન્ટરનેટનો પારો ઉંચેને ઉંચે ચઢી ગયો હતો.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં તે પાણીની અંદર ચિલ કરતી જોવા મળી રહી છે. સરગુન મહેતાના આ ફોટો વિયેટનામના હલાંગ બેના છે અને બિકીનીમાં સરગુન પૂલમાં ચિલ કરતી દેખાઈ રહી છે. એક્ટ્રેસે જેવા આ ફોટો શેર કર્યા કે તે તરત જ વાઈરલ થવા લાગ્યા હતા અને ફેન્સ એક્ટ્રેસની સુંદરતા પરથી નજર હટાવી શક્યા નહોતા.
પર્પલ અને ગ્રીન કોમ્બિનેશનવાળી બિકીનીમાં સરગુન હંમેશની જેમ કમાલ લાગી રહી છે. સરગુને શેર કરેલાં આ ફોટોમાં ક્યારેક તે પાણીમાં શાંતિથી બેસીને આરામ ફરમાવતી જોવા મળી રહી છે તો ક્યારેક ઉઠીને આસપાસના સુંદર નજારાનો આનંદ માણતી દેખાઈ રહી છે. આસપાસનો શાંત અને નેચરલ વ્યૂ સરગુનની સુંદરતામાં ચાર ચાંદ લાવવાનું કામ કરી રહ્યા છે.
એક્ટ્રેસે આ તમામ ફોટો પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે અને કેપ્શનમાં તેણે લખ્યું છે કે જ્યાં પૂલ સમુદ્રમાં ભળી જાય છે… હલાંગ બે… અહીંયા તમારી જાણ માટે કે સરગુન મહેતા અને રવિ દૂબે પતિ-પત્ની છે. બંને જણ અવારનવાર એકબીજા સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં હોય છે.